-->

Join Group

Ad Unit (Iklan) BIG

ઉત્તરાયણ અપડેટ / પતંગ ચગાવવામાં નડતી સૌથી મોટી મુશ્કેલી દૂર! ઉત્તરાયણ પહેલા આવી ગઈ જોરદાર ફીરકી

હવે મળશે દોરી વિટવાની પરેશાની માંથી મુક્તિ ધૂમ મચાવી રહી છે આ ફીરકી 
ઉત્તરાયણ અપડેટ / પતંગ ચગાવવામાં નડતી સૌથી મોટી મુશ્કેલી દૂર! ઉત્તરાયણ પહેલા આવી ગઈ જોરદાર ફીરકી


ઉત્તરાયણમાં જેમને દોરી લપેટવામાં કંટાળો આવે છે તેમની માટે એક મોટા સમાચાર, એક બટન દબાવતાની સાથે જ લપેટવાની પળોજણમાંથી મળશે મુક્તિ


હવે પતંગરસિકોને દોરી લપેટવામાંથી મળશે મુક્તિ
અમદાવાદની માર્કેટમાં આવી ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી
એક બટન દબાવતાની સાથે જ લપેટવાની પળોજણમાંથી મળશે મુક્તિ
રાયપુર દરવાજાની અંબિકા બ્રાંચ ખાતે ઉપલબ્ધ છે ઓટોમેટિક ફિરકી

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જેમાં દરેક જ્ઞાતિ જાતિના લોકો સર્વ ધર્મ સમભાવના મંત્ર સાથે રહીં રહ્યાં છે ત્યારે અનેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણીઓ થતી હોય છે. જેમાં ઉત્તરાયણનો તહેવાર પણ સામેલ છે. જોકે હવે ઉત્તરાયણમાં જેમને દોરી લપેટવામાં કંટાળો આવે છે તેમની માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદની માર્કેટમાં ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી આવી ગઈ છે. જેમાં એક બટન દબાવતાની સાથે જ લપેટવાની પળોજણમાંથી મુક્તિ મળશે.

દુશ્મનના ગઢમાં જ જયરાજસિંહનું શક્તિપ્રદર્શન, રિબડાવાસીઓને આપી આવી બાહેંધરી, કહ્યું દાદાગીરીનો ખાતમો પાક્કો
સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરી દેજો નહીંતર કાર્યવાહી, સરકારે કર્યું મોટું એલાન
'કોરોના હજુ ખતમ થયો નથી, બધા લોકોને માસ્ક પહેરતા કરો', PM મોદીએ છોડ્યો મોટો હુકમ
પ્રેમના મામલે આ 3 રાશિ માટે 2023 જોરદાર લકી! પણ આ લોકોએ રહેવું પડશે સાવધાન

ગુજરાતમાં ઉત્તરાયણનું નામ પડે એટલે પતંગરસિકોના ચહેરા ઉપર એક અલગ જ રોનક આવી જાય છે. ગુજરાતના પતંગરસિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પતંગરસિકોને દોરી લપેટવામાંથી મુક્તિ મળશે તેનું કારણ છે માર્કેટમાં આવેલી ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી. આપણે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતી વખતે અનેક વાર ફીરકીમાં દોરી લપેટવાનો કંટાળો આવે છે. જોકે હવે અમદાવાદની બજારમાં ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી આવી ગઈ છે.



બેટરી સંચાલીત ફિરકી મચાવી રહીં છે ધૂમ

અમદાવાદના રાયપુર દરવાજાની અંબિકા બ્રાંચ ખાતે ઉપલબ્ધ આ ઓટોમેટિક ફિરકીનું એક બટન દબાવતાની સાથે જ લપેટવાની પળોજણમાંથી તમને મુક્તિ મળશે. આ બાબતે વેપારીએ જણાવ્યું હતું કે, ઓટોમેટિક ફિરકી માટે છેલ્લા 5 વર્ષથી મહેનત ચાલી રહીં હતી. જોકે હવે બાળકો અને યુવાનોને દોરી લપેટવાની મહેનતમાંથી મુક્તિ મળશે

Related Posts

There is no other posts in this category.
Subscribe Our Newsletter