વિશ્વનું સૌથી ઠંડુ શહેર: અધધ માઇનસ 71 ડિગ્રી તાપમાન,જ્યાં ખાવાની ચીજવસ્તુઓ પણ ઠંડીમા પથ્થર બની જાય છે; જુઓ PHOTOS
વિશ્વનું સૌથી ઠંડુ શહેર: અત્યારે દરેક દેશમા ઠંડીની સીઝન શરૂ થઈ ગઈ છે. ઠંડીની આપણા માનવ જનજીવન પર ખુબ અસર પડતી હોય છે. ત્યારે રશિયાનું એક શહેર એવું છે જ્યાં શિયાળામા તાપમાન -80 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ઠંડીને કારણે ઘરમાં દરેક વસ્તુઓ બરફ થઈ જાય છે. ત્યારે આપણે એમ થાય કે આટલા નીચા તાપમાન મા લોકો કેમ રહિ શકતા હશે ? ચાલો આજે જાણીએ રશિયાના યાકુત્સ્ક શહેર વિશે.Table of Contents
- વિશ્વનું સૌથી ઠંડુ શહેર
- ઠંડીને લીધે ભોજન પણ પથ્થર બની જાય છે
- બરફ ગરમ કરતા મળે પીવાનુ પાણી
- વિશ્વનું સૌથી ઠંડુ શહેર
વિશ્વનું સૌથી ઠંડુ શહેર |
અમે વાત કરી રહ્યા છીએ રશિયાના ઠંડાગાર યાકુત્સ્ક શહેરની. યાકુત્સ્ક શહેરના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં લોકો જણાવી રહ્યા છે કે તેઓ અત્યારે કેવી ઠંડીનો સામનો કરી રહ્યા છે. યાકુત્સ્કની એક છોકરીની તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે, જેમાં તેની પાંપણો સ્થિર થયેલી જોવા મળી રહી છે. અને પાંપણો પર બરફ જામી ગયો છે. અહીં ઠંડીના કારણે પાણીની બોટલો પણ તૂટી ગઈ છે.
ઠંડીને લીધે ભોજન પણ પથ્થર બની જાય છે
આ શહેરનો એક બીજો પણ ફોટો સોશીયલ મિડિયામા વાયરલ થયો છે જેમા વ્યક્તિનું ટ્રેક્ટર અને તેની દાઢી જામી ગઈ છે. અહીં તાપમાનનો પારો ગગડીને -71 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઈંડાથી લઈને મેગી અને અન્ય ખાદ્યપદાર્થો પણ અહીં જામી ગયાછે. યાકુત્સ્કમાં લગભગ 3.60 લાખ લોકોની વસ્તી વસવાટ કરે છે. તે રશિયાના સાઇબિરીયામાં યાકુટિકા રાજ્યની રાજધાની છે. ઓક્ટોબરથી એપ્રિલ સુધીનો સમય અહીં રહેતા લોકો માટે ખૂબ મુશ્કેલીઓથી ભરેલો છે. જોકે, જુલાઈ સુધીમાં તાપમાનનો પારો 24 ડિગ્રી સુધી પહોંચી જાય છે.યાકુત્સ્ક શહેરમાંસામાન્ય રીતે સવારે 10:30 વાગ્યે સૂર્યોદય થાય છે પરંતુ ઘણા દિવસો સુધી સૂર્ય દેખાતો પણ નથી. અને બપોરે 3 વાગ્યા સુધીમાં તો સૂર્ય આથમી જાય છે. ઠંડીથી બચવા લોકો વિવિધ પ્રકારના ઉપાયો કરે છે. જેમ કે ખાસ પ્રકારના ઇન્સ્યુલેટેડ કપડાં પહેરવા, હરણની ચામડીના શૂઝ પહેરવા, લાંબા ફર કોટ અને સ્કાર્ફ પહેરવા. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય અહીં વધુ મુશ્કેલ બનતો જાય છે. જોકે, આ સમય દરમિયાન નવા વર્ષ કે કોઈપણ તહેવાર દરમિયાન તેજ ઓછી થતી નથી.