-->

Join Group

Ad Unit (Iklan) BIG

સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક : ફોન ચાર્જ કરતી વખતે ક્યારેય ના કરો આ 5 ભૂલો / નહિતર બેટરી થશે ફટાફટ પુરી

સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક : સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓ ઝડપથી ફોન ચાર્જ થાય તેવી હાઈ કેપેસિટી બેટરી અને ચાર્જર લોન્ચ કરે છે. ફોનની બેટરી લાઈફ ઘણી વધી છે પરંતુ લોકો થોડી બેદરકારી કરીને બેટરી લાઈફ ઘટાડી રહ્યાં છે. ફોનની બેટરી લાઈફને વધારવા માટે ચાલો આજે આ લેખમા જાણીએ કેટલીક જાણી અજાણી વાતો. શું આખી રાત ફોન ચાર્જ મા રાખવો જોઇએ ?

સ્માર્ટફોન ચાર્જીંગ કરતી વખતે આપણે કેટલીક અગત્યની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આનાથી તમારા ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલશે અને લાંબા ગાળે તેની લાઈફ લાંબી થશે. અહીં આપને એવી 5 બાબતો વિશે માહિતી મેળવીશુ જેનું તમારે ફોન ચાર્જ કરતી વખતે ધ્યાન રાખવું પડશે.

કહેવાય છે કે સ્માર્ટફોન હવે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. એના વગર જાણે કોઈ કામ થતા જ ન હોય એવું લાગે. લોકોને પણ લાંબો સમય ટકે એવી બેટરીથી સજ્જ સ્માર્ટફોન્સ ગમે છે. કંપનીઓ પણ હાઈ કેપેસિટી બેટરી અને ચાર્જર લોન્ચ કરે છે.

સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક


Table of Contents
  • સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક
  • ચાર્જીંગ સાવ પુરુ થાય તે પહેલા ચાર્જ મા મૂકવો
  • હંમેશા ઓરીજનલ ચાર્જરનો જ ઉપયોગ કરો
  • ચાર્જ થયા બાદ સોકેટમાંથી ચાર્જરને દૂર કરો
  • ચાર્જીંગ કરતી વખતે ફોનનો ઉપયોગ ન કરો
  • બેટરીનું નુકસાન આ રીતે થઈ શકે
  • FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નોફોનમા ચાર્જીંગ માટે કયુ ચાર્જર વાપરવું જોઇએ. ?
  • ફોન ક્યારે ચાર્જમા લગાવવો જોઇએ. ?
  • સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક

ચાર્જીંગ સાવ પુરુ થાય તે પહેલા ચાર્જ મા મૂકવો

બેટરી ચાર્જિંગ એલર્ટની કયારેય રાહ ન જુઓ.ઘણા લોકો લો બેટરી નુ ફોનમાંથી એલર્ટ મળ્યા પછી જ બેટરી ચાર્જ મા મુકે છે. પરંતુ, હંમેશા બેટરી સંપૂર્ણ પુરી થવાની રાહ જોશો નહીં. ફોનમાંથી એલર્ટ મળતા પહેલા ફોનને ચાર્જમાં મુકી દેવો. ફોન એક જ વારમાં સંપૂર્ણ ચાર્જ થાય તે પહેલાં જ પાવર પ્લગથી ડિસ્કનેક્ટ થઈ શકે છે.

હંમેશા ઓરીજનલ ચાર્જરનો જ ઉપયોગ કરો

હંમેશા મોબાઈલ ની સાથે આવેલું ઓરીજનલ ચાર્જર જ વાપરવા ની ટેવ રાખવી જોઇએ. જો મૂળ ચાર્જર ઉપલબ્ધ ન હોય, તો જ વિકલ્પરુપે કોમ્પિટેબલ ચાર્જરનો ઉપયોગ કરી શકાય છે. જો તમે લાંબા સમય સુધી અન-કોમ્પિટેબલ ચાર્જરનો ઉપયોગ કરો છો, તો તમારા ફોનની બેટરીને નુકસાન થવાની સંભાવના રહેલી છે.
ચાર્જ થયા બાદ સોકેટમાંથી ચાર્જરને દૂર કરો

નવા સ્માર્ટફોન ના ફીચર મુજબ બેટરી ફુલ ચાર્જ થયા પછી ચાર્જ થવાનું બંધ કરી દે છે. પરંતુ, તેનો અર્થ એ નથી કે ચાર્જર પણ કામ કરવાનું બંધ કરી દે છે. આ સિવાય ચાર્જ કરતી વખતે શક્ય હોય ત્યા સુધી મોબાઈલ ફોનનો ઉપયોગકરવાનુ ટાળો. આનાથી બેટરી ઝડપથી ચાર્જ થતી નથી અને બેટરીના સેલને અસર કરે છે.

ચાર્જીંગ કરતી વખતે ફોનનો ઉપયોગ ન કરો

મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરવાનુ ટાળવુ જોઈએ. ખાસ કરીને ચાર્જ કરતી વખતે ગેમ રમશો નહીં કે વીડિયો જોશો નહીં. આ કારણે બેટરી પૂરી કેપેસિટી સાથે ચાર્જ થઈ શકતી નથી. જેની અસર તેની બેટરી ની લાઈફ પર પણ જોવા મળી રહી છે.

બેટરીનું નુકસાન આ રીતે થઈ શકે

તાપમાનથી પણ બેટરી પર ઘણી અસર પડે છે. ઉચ્ચ તાપમાન બેટરી પર વધુ દબાણ કરે છે. આ કારણે તેની ક્ષમતા ઝડપથી ઘટી જાય છે. આવી સ્થિતિમાં ફોનની બેટરીને ખૂબ ગરમ રૂમમાં ચાર્જ ન કરવી જોઇએ.

FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો

ફોનમા ચાર્જીંગ માટે કયુ ચાર્જર વાપરવું જોઇએ. ?
Ans: ફોન ચાર્જ કરવા માટે ફોન સાથે આવેલુ ઓરીજનલ ચાર્જર વાપરવું જોઇએ.

ફોન ક્યારે ચાર્જમા લગાવવો જોઇએ. ?
Ans: ફોન મા લો બેટરીનુ એલર્ટ આવે એ પહેલા ચાર્જ મા મુકી દેવો જોઇએ.

Related Posts

Subscribe Our Newsletter