સાંધાના દુખાવા ઉપચાર
Table of Contents
Table of Contents
- સાંધાના દુખાવા ઉપચાર : સાંધાના દુખાવા ઘરગથ્થુ ઉપચારકપૂરનું તેલ
- એરંડીનું તેલ
- આદુ-હળદર
- લીંબુની છાલ
- આરામ અને સલામતી
- અગત્યની લીંક
સાંધાના દુખાવા ઉપચાર : સાંધાના દુખાવા ઘરગથ્થુ ઉપચાર
કપૂરનું તેલ
કપૂરનું તેલ શરીરમા લોહીનુ પરિભ્રમણ યોગ્ય રાખે છે. શરીરના કોઇપણ અંગમાં દુખાવો થતો હોય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે. તેમજ તેનાથી હાડકામાં થતો દુખાવા મા પણ રાહત મળે છે. અને સાંધાના દુખાવાથી કાયમ માટે રાહત મળી શકે છે.એરંડીનું તેલ
એરંડીના તેલથી માલિશ કરવાથી હાડકાનો દુખાવા મા રાહત રહે છે. આ તેલથી માલિશ કરવાથી દુખાવાની સાથે-સાથે સોજો પણ ઓછો આવે છે. સાંધાના દુખાવાની ફરીયાદ કરતા લોકોએ અઠવાડિયામાં બે વાર આ તેલથી મસાજ કરવી જોઇએ.આદુ-હળદર
સાંધાના દુખાવા માટે આદુ અને હળદર પણ અકસીર ઉપાય છે. બે કપ પાણીને બરાબર ઉકાળી લો. ત્યારબાદ તેમા હળદર અને આદુને પાણીમાં ઉમેરો. હવે તેને 15 મિનિટ સુધી ઉકાળવુ. આ પેસ્ટને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીઓ. જેનાથી સાંધાનો દુખાવો દૂર રહે છે.લીંબુની છાલ
સાંધાના દુખાવામા લીંબુની છાલ નુ રીજલ્ટ પણ સારુ છે. કાચના ડબ્બામાં લીંબુની છાલ અને જૈતુનનું તેલ લો. આ ડબ્બાને વ્યવસ્થિત બંધ કરી દો. જેથી તેમા હવા ન જઇ શકે. આ ડબ્બાને 2 અઠવાડિયા સુધી ન ખોલવો નહિ.. જ્યાં સુધી તે તેલમાં ન બદલાઇ જાય. હવે રેશમી કાપડ પર આ તેલ લગાવો અને સાંધાનો દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.આરામ અને સલામતી
જ્યારે તમારા ઘૂંટણ દુખે છે, ત્યારે તેને યોગ્ય આરામ આપવો જોઇએ અને જ્યારે તમે બહાર ચાલતા હોવ ત્યારે ઘૂંટણની સલામતી માટે ઘૂંટણ કેપ પહેરવી જોઇએ. સોજો ઓછો કરવા માટે તેને બરફથી નિયમિતપણે ઠંડો કરો.અગત્યની લીંક
- સાંધાના દુખાવા ઉપચાર વિડીયો અહિં ક્લીક કરો