Coconut water: અદભુત ફાયદા છે નાળીયેર પાણીના, ફાયદા જોઇ તમે પણ ચાલુ કરી દેશો પીવાનુ
अपने दोस्तों के साथ शेयर करेंCoconut water નાળીયેર પાણી ના ફાયદા: નાળિયેર કુદરતી રીતે સરળતાથી ઉપલબ્ધ વસ્તુ છે. નાળિયેર પાણી તરસ તો છીપાવે જ છે સાથે-સાથે શરીરમા પન ઘણા બધા ફાયદા કરાવે છે. નાળિયેર પાણીનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. નાળિયેર પાણી થી ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને વજન વધવા જેવી સમસ્યાઓ મા રાહ્ત મળે છે. એક નાળિયેરના પાણીમાં ૨૮૩ કેલરી અને ૪૧ ટકા ફેટ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે, સાથે-સાથે તેમાં ૧૬ મિગ્રા સોડિયમ, ૮ ટકા પોટેશિયમ, ૧૦ ટકા આયર્ન, ૨ ટકા વિટામિન-ડી, ૬.૦ ટકા વિટામિન-બી૬ અને ૬ ટકા મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે, તેમાં એન્ટઓક્સિડન્ટ, મેંગેનીઝ, એમિનો એસિડ અને સાઇટોકાઇન જેવાં પોષકતત્ત્વો પણ રહેલા છે.
આ પણ વાંચો
લૂ થી બચવાના ઉપાયો: ઉનાળાની કાળઝાળ ગરમીમા લૂ થી બચવા કરો આ ઉપાય
ખજૂર ના ફાયદા: દરરોજ ખજૂર ખાવાના આ ફાયદા જાણી, તમે પણ ચાલુ કરી દેશો ખજૂર
Coconut water નાળીયેર પાણી ના ફાયદા
Table of Contents
- Coconut water નાળીયેર પાણી ના ફાયદા
- હાઇબ્લડપ્રેશરને નિયંત્રણમા રાખે
- વજન ઘટાડવા ઉપયોગી
- કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં ફાયદો
- નાળિયેર પાણીના અદભુત ૧૦ ફાયદા
અગત્યની લીંક
નાળીયેર પાણી ના અનેક ફાયદા રહેલા છે. આજે આ લેખમા જાણીએ નાળિયેર પાણીથી શરીરને શું ફાયદા થાય છે અને કયા પોષકતત્વો મળે છે.હાઇબ્લડપ્રેશરને નિયંત્રણમા રાખે
નાળિયેર પાણીના સેવનથી શરીરને એનર્જી મળે છે સાથે શરીર ડિહાઇડ્રેડ પણ થતું નથી. તે બ્લડ સર્ક્યુલેશનને પણ ઠીક રાખે છે. નાળિયેર પાણીમાં વિટામિન-સી, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. જો તમને હાઇબ્લડપ્રેશરની સમસ્યા હોય તો અઠવાડિયામાં ઓછામા ઓછુ ચાર વાર નાળિયેર પાણી પીવુ જોઇએ.આ પણ વાંચો
વજન ઘટાડવા ઉપયોગી
નાળિયેર પાણી પીવાનો સૌથી બેસ્ટ સમય સવારનો હોય છે. રોજ ખાલી પેટે નાળિયેર પાણી પીવુ જોઇએ. આ ઉપરાંત વર્કઆઉટના સમયે કે બાદમાં બપોરના જમવામાં કે તેની થોડી વાર પછી પણ નાળિયેર પાણી પી શકાય, તેનાથી શરીરનુ વજન નિયંત્રણમા રહે છે અને શરીરને એનર્જી મળે છે.કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં ફાયદો
નાળિયેરમાં રહેલાં એન્ટિ ઓક્સિડન્ટ, મેગ્નેશિયમ અને એમિનો એસિડ જેવાં તત્વો અને ફેટ ફ્રી હોવાના કારણે તે શરીરના કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે. હ્રદયની બીમારીઓ સાથે હાર્ટએટેક અને સ્ટ્રોકના ખતરાથી પણ બચાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે એટલે ફાયદાકારક છે, કેમ કે તેમાં શુગર હોતુ નથી. તે શુગર લેવલને કંટ્રોલ કરે છે, તેમાં પ્રોટીન, પ્રાકૃતિક ઉચ્ચ પોટેશિયમ અને પ્રાકૃતિક મીઠાશ હોય છે, જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે નાળિયેર પાણી ખૂબ જ ફાયદાકારક છે.નાળિયેર પાણીના અદભુત ૧૦ ફાયદા
પોષક તત્વોનો સારો સોર્સ છે. તેમા ઘણા પોષક તત્વો રહેલા છે.નાળિયેર પાણી એ કુદરતી પીણું છે અને સરળતાથી ઉપલબ્ધ છે.
બ્લડ સુગર ઘટાડવામાં મદદરૂપ છે.
કિડની સ્ટોનની સમસ્યા મા ઉપયોગી છે.
નાળિયેર પાણી વધુ ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.
નારિયેળ પાણી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.
નાળિયેર પાણીથી હૃદયરોગનું જોખમ ઘટે છે.
નારિયેળ પાણીથી વાળ મા લાભ થાય છે.
નારિયેળ પાણી હાઇડ્રેશનનો સૌથી સારો સોર્સ છે.