- ગરમી તોડી રહી દરેક રેકોર્ડ
- ગરમીમાં પોતાને આ રીતે હીટ-સ્ટ્રોકથી બચાવો
- જાણો તેના પ્રાથમિક ઉપાય અને લક્ષણો
લૂ લાગવી એટલે શું?
હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાની સ્થિતિ મુશ્કેલ હોય છે. શરીર તાપમાન કંટ્રોલ ન કરી શકે ત્યારે લૂ લાગી તેમ કહી શકાય. લૂ લાગે ત્યારે શરીરનું તાપમાન ખૂબ ઝડપથી વધવા લાગે છે અને તેને નિયંત્રણમાં લેવું મુશ્કેલ હોય છે. કોઈ વ્યક્તિને લૂ લાગે ત્યારે તેના શરીરમાં રહેલું પરસેવા માટેનું મેકેનિઝમ પણ ફેલ થઈ જાય છે. જેથી તેને પરસેવો વળતો નથી. હીટ-સ્ટ્રોક લાગે ત્યારે 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106 ડિગ્રી ફેરનહીટ અથવા તેનાથી વધુ થઈ શકે છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ કે ઓર્ગન ફેઈલ થઈ શકે છે.
હિટવેવ તકેદારીના પગલા
- ઉનાળાની ઋતુ દરમિયાન પુષ્કળ ઠંડું પાણી તથા લીબું સરબત જેવા અન્ય પ્રવાહીનું સેવન કરવુ.
- ગરમીથી બચવા બિનજરૂરી બહાર જવાનું ટાળો.
- વધુ પડતો શ્રમ ટાળો શકય હોય ત્યા સુધી તડકામાં ફળવાનું ટાળવું. ૪.દિવસ દરમ્યાન મુસાફરી કરવાનું થાય તો ટોપી, ગોગલ્સ(ચશ્મા) તથા પલાળેલ રૂમાલ મોઢા ઉપર રાખવો.
- સુતરાઉ તથા સફેદ રંગના કપડા પહેરવાનો આગ્રહ રાખો.
- ઠંડકવાળા સ્થળો પર જાવો, જેવા કે મંદીર, મસ્જીદ, થિયેટર વગેરે. ૭.પંખા, કુલર અને એ.સી. નો ઉપયોગ કરો.
- ગરમીના સમયે ચાની જગ્યાએ ગોળ, લીંબુ, વરીયાળીથી બનાવેલ પીણા પીવા હિતાવહ છે.
- બજારમાં ખુલ્લામાં મળતી ખાણી પીણીની વસ્તુઓ ટાળો.
- વૃધ્ધોની, સગર્ભ માતા અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવુ. ઉપરની સુચનાઓનો અમલ કરવા જાહેર અપીલ કરવામાં આવે છે.
ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ) થી બચો આરોગ્યલક્ષી સુચનો
- હીટ વેવ દરમ્યાન સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાઇ તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડાં પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો.
- નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બિમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી
- સીધા સુર્ય પ્રકાશથી બચો
- ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખો અવાર-નવાર ભીનાં કપડાંથી શરીર લૂછો વારંવાર ઠંડું પાણી પીવું
- લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા
- બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો
- ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચુ આવે ત્યારબાદ જ નહાવુ, શકય હોય તો ઘરના
- બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી
- દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું
- બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઈટમ ખાવી નહી
- ઉપવાસ કરવાનું ટાળવું, સવારનું ભોજન ૧૨:૦૦ વાગ્યા સુધીમાં લઈ લેવું
- ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શકયતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું
- હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે બે વગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નિકળવાનું ટાળવું
લૂ લાગવી (હીટ વેવ) ના લક્ષણો
- માથું દુઃખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
- શરીરનું તાપમાન વધી જવું
- ખૂબ તરસ લાગવી
- શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
- ઉલ્ટી થવી, ઉબકા આવવા,ચકકર આવવા, આંખે અંધારા આવવા
- બેભાન થઈ જવું
- સુધ-બુધ ગુમાવી દેવી (Confusion)
- અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી
લૂ લાગે તો શું કરવુ ?
વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ(વાળા), અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય, રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો.લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
હિટવેવ મા શું ન કરવુ અને શું ન કરવુ ?
ગરમીના મોજાની સ્થિતિ શારીરિક તણાવમાં પરિણય઼ી શકે છે, જેનાથી મૃત્યુ પણ થઇ શકે છે. ગરમીના મોજા દરમિયાન તેની અસરને શક્ય એટલી ઓછી કરવા અને લૂ થી ગંભીર બીમારીઓ અથવા મૃત્યુ અટકાવવા તમે નીચેના ઉપાયો કરી શકો છો.- ખાસ કરીને બપોરના ૧૨થી ૩ની વચ્ચે તડકામાં જવાનું ટાળવું.
- તરસ ન લાગી હોય તો પણ, પર્યાપ્ત અને શકય તેટલું વારંવાર પાણી પીવું.
- ઓછા વજનના, ઝાંખા રંગના ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા. તડકામાં જતી વખતે આંખોની રક્ષા કરતા ગોગલ્સ, છત્રી, ટોપી, બુટ ચપ્પલનો ઉપયોગ કરવો.
- બહારનું તાપમાન ઊંચુ હોય ત્યારે મહેનતની પ્રવુત્તિઓ કરવાનું ટાળો.બપોરના ૧૨થી ૩ની વચ્ચે બહાર કામ કરવાનું ટાળો.
- પ્રવાસ કરતી વખતે તમારી સાથે પાણી રાખો.
- આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળો જે શરીરમાંથી પાણી શોષે છે.
- વધુ પ્રોટીનયુક્ત ખોરાક લેવાનું ટાળો અને વાસી ખોરાક ખાવો નહીં.
- જો તમે બહાર કામ કરતા હોવ તો ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો તેમજ તમારા માથા, ગળા, ચહેરા અને અંગો પર ભીનું કપડું લપેટો.
- પાર્ક કરેલ વાહનોમાં બાળકો અથવા પાલતુ પશુઓને રાખો નહીં.
- જો તમે બેભાન અથવા બીમાર થતા હોવ તો તરત જ ડૉકટરે પાસે જવું.
- ઓઆરએસ, ઘરે બનાવેલા પીણા જેમ કે લસ્સી, તોરણી(ચોખાનું પાણી), લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો જે શરીરમાં ફરી પ્રવાહી સંગ્રહ કરવામાં મદદ કરે છે.
- પ્રાણીઓને છાયડામાં રાખો અને તેમને પીવા પુષ્કળ પાણી આપો.
- તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સન-શેડનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખો.
- પંખા અને ભીના કપડાનો ઉપયોગ કરો તેમજ ઠંડા પાણીમાં સ્નાન કરો.
અન્ય કારણો
ગરમીમાં વધુ પરસેવો થયા પછી પણ પૂરતું પાણી ન પીવામાં આવે તો તકલીફ સર્જાઈ શકે છે. આલ્કોહોલનું સેવન વધુ કરવામાં આવે ત્યારે શરીર તાપમાન કંટ્રોલ કરવાની શક્તિ ગુમાવે છે. તેનાથી હીટ સ્ટ્રોક પણ થઈ શકે છે. ગરમીમાં પરસેવો અને હવા પસાર ન થઈ શકે તેવા કપડાં પહેરો ત્યારે પણ હીટ સ્ટ્રોકનો ખતરો વધી શકે છે
લૂ ની અસર પામેલા વ્યકિતની સારવાર માટેના ઉપાયો
- વ્યક્તિને ઠંડી જગ્યામાં છાયડા નીચે સુવડાવો. તેને/તેણીને ભીના કપડાથી લુછો/શરીરને વારેવારે ધ્રુવો. માથા પર સામાન્ય હૂંફાળું પાણી રેડો. મુખ્ય બાબત શરીરના તાપમાનને નીચે લાવવાની છે.
- એ વ્યક્તિને પીવા માટે ઓઆરએસ અથવા લીંબુ શરબત કે તોરણી(ચોખાનું પાણી) અથવા શરીરમાં ફરી પાણીનો સંગ્રહ થાય તેવી કોઇપણ વસ્તુ આપો. • વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જાવ. લૂ ઘાતક નીવડી શકે તેમ હોય, દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાની જરૂર છે.
આબોહવા અનુકૂલન
વધુ ઠંડી આબોહવામાંથી ગરમ આબોહવામાં આવતા વ્યક્તિઓને વધુ ખતરો હોય છે. ગરમીના મોજાની ઋતુ દરમિયાન તમારા કુંટુબની મુલાકાતે આવા વ્યક્તિ(ઓ) આવતા હશે. તેઓનું શરીર ગરમ આબોહવાને અનુકૂળ ન થાય ત્યાંસુધી તેઓએ એક અઠવાડિયા સુધી ખુલ્લા મેદાનમાં ફરવું જોઇએ નહીં અને પુષ્કળ પાણી પીવું જોઇએ. ગરમીના મોજા દરમિયાન ગરમ આબોહવાના ધીમે ધીમે સંપર્કમાં આવીને આબોહવા સાથે અનુકૂલન સાધી શકાય છે.અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |
Heatstroke |