શું છે હવામાન વિભાગની આગાહિ ?
- ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈ ને મહતવપૂર્ણ જાહેરાત કરી હતી
- વર્ષ 2023 નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરવામા આવી છે
- આ વાવાઝોડાનુ નામ યમને લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું છે.
Mocha Syclone
ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને એક નવી અગ્ત્યની આગાહી કરી છે. , IMD એ જણાવ્યું છે કે, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સીસ્ટમ સર્જાય તેવી સંભાવના રહીલી છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની સંભાવના રહેલી છે. વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિના માં આવવાની આગાહી હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.બંગાળની ખાડી પર ચક્રવાત
IMD અનુસાર 6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના રહેલી છે. આ અંગે IMD ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતુ કે, કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે જોઈ રહ્યા છીએ. અપડેટ્સ નિયમિતપણે આપવામા આવશે. તે જ આગાહી પછી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ કર્યા છે.ક્યા થશે અસર ?
આ ચક્રવાતની પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી અસર થવાની શકયતા છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મે મહિના ના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશરની સીસ્ટમ બની શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ શકયતા રહેલી છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થાય તેવી સંભાવના રહેલી છે.મોચા નામ કઇ રીતે પડયુ ?
વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા સાયક્લોન અંગે નામકરણ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. નામકરણ પદ્ધતિ હેઠળ ઓફીસીયલ રીતે પુષ્ટિ કરવામાં આવે તો ચક્રવાતનું નામ “મોચા’ હશે. યમને આ ચક્રવાતનું નામ આપ્યુ છે જે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું હતું. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠક પણ બોલાવી હતી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે તૈયાર રહેવા જણાવ્યું હતું.Mocha Syclone |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |