વાવાઝોડુ લેટેસ્ટ અપડેટ |
વાવાઝોડુ લેટેસ્ટ અપડેટ
બિપોરજોય વાવાઝોડુ લેન્ડફોલ થાય તે પહેલા જ દરિયાકાંઠાના ઘણા જિલ્લાઓમા વિનાશક અસરો શરૂ થઇ ગઇ છે.કચ્છમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ ( 6.41PM)
ગુજરાતનાં કચ્છમાં વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયાની શરૂ થઈ ગઈ છે. ભારે પવનને કારણે ગામડાઓમાં ભારે નુક્સાન થઇ રહ્યુ છે. હાલ 125 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છનાં જખૌથી બિપોરજોય માત્ર 50 કિમી જેટલુ જ દૂર છે.
- ચક્રવાત બિપોરજોય વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે.
- હાલમાં દેવભૂમિ દ્વારકાથી આ વાવાઝોડુ 130 કિમી દૂર છે અને જખૌથી 80 કિમી જેટલુ જ દૂર છે.
- જખૌ બંદર પાસે સાયક્લોનની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થશે જે મધરાત સુધી ચાલુ રહેશે
ગુજરાત તરફ આગળ વધી રહેલા ચક્રવાત બિપોરજોયે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું 15 જૂન, ગુરુવારે ગુજરાતમાં તબાહી મચાવી શકે છે. જેના કારણે વિભાગે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડાનુ સ્થાન હાલમાં દેવભૂમિ દ્વારકાથી 130 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ (WNW)માં છે તો જખૌ બંદરથી 80 કિમી WSW માં છે. આ સાયક્લોન બિપોરજોય આજે રાત્રે જખૌ બંદર નજીકથી પસાર થવાની પુરી શકયતાઓ છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાત હજુ પણ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. આજે સાંજથી જખૌ બંદર પાસે વાવાઝોડાની લેન્ડફોલ ની પ્રક્રિયા શરૂ થશે જે મધરાત સુધી ચાલુ રહેશે.
વાવાઝોડું live ક્યા પહોંચ્યુંઅહી થી જુવો
- હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 140 કિલોમીટર જેટલુ દૂર છે.
- જ્યારે દ્વારકાથી 190 કિલોમીટર, નલીયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર જેટલુ દરિયામા દૂર છે.
- વાવાઝોડું હાલ દર કલાકે 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે.
- જોકે, પવનની ગતિમાં થોડો ઘટાડો નોંધાયો છે.
- હવામાન વિભાગની આગાહી મુજબ, ‘બિપરજોય’ વાવાઝોડું આજે જખૌ બંદર નજીકથી પસાર થવાની પુરી શકયતાઓ છે.
- વાવાઝોડું રાત્રે 9 થી 10 કલાકની આસપાસ જખૌ બંદરે ટકરાશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
- પવનની ગતિ પણ 115-125 kmph રહેવાની શકયતા છે.
- આજે બપોર બાદ નવલખી અને કંડલામાં દરિયામા 2થી 3 માળ સુધીનાં ઉંચા મોજાં ઊછળવની સંભાવના છે.
- દરિયા કિનારે ભારે કરંટ જોવા મળશે. ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ છે. અને આવનારી કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા તંત્રએ પુરી તૈયારીઓ કરી લીધી છે. માન.મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. હાલ સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયો ગાંડોતૂર થયો છે. તેમજ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી રોડ-રસ્તા પર સૂમસામ જોવા મળી રહ્યા છે.
બિપોરજોય વાવાઝોડુ
દ્વારકા અને કચ્છ તેમજ જામનગરમાં ભારે થી અતિભારે વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર આપ્યુ છે. રાજ્યમાં અનેક મંદિરો પણ બંધ રાખવામાં આવ્યાં છે. પાવાગઢનું મંદિર 15 તારીખથી 16 તારીખે બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે આજે 15 તારીખના રોજ બંધ રેહશે.જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર
વાવાઝોડામ અકોઇ લોકોને કઇ તકલીફ પડે અને મદદ ની જરૂર માટે જિલ્લાવાઇઝ કન્ટ્રોલ રુમ શરૂ કરવામા આવ્યા છે. ઉપરાંત માસ્ટર ટોલ ફ્રી નંબર 1077 જાહેર કરવામા આવ્યો છે. જેના પર ફોન કરી મદદ મેળવી શકાસે.કચ્છ પર ખતરો
- કચ્છના 7 અસરગ્રસ્ત તાલુકાના 120 ગામો અસરગ્રસ્ત છે.
- અબડાસા 19, ભચાઉ 17, અંજારના 8 ગામો અસરગ્રસ્ત છે.
- ગાંધીધામ 7, માંડવી 19, મુન્દ્રા 15, લખપત 35 ગામ અસરગ્રસ્ત
- કચ્ચછમાં કુલ 35,822 લોકોનુ સ્થળાંતર કરાયુ
- મીઠા અગરોમાં કામ કરતા 4509 અગરીયાઓનું સ્થળાંતર કરાયુ
- આશ્રયસ્થાનોમાં લાઈટ, પાણી, ફુડ પેકેટની વ્યવસ્થા કરવામા આવી છે.
- આશ્રયસ્થાનોમાં જનરેટર, 1070 ઈન્વર્ટર બલ્બ, 400 હેન્ડ ટોર્ય, 50 જનરેટર સેટની પુરતી વ્યવસ્થા કરવામા આવી છે.
- અબડાસા, લખપતના 17,887 પશુઓને સલામત સ્થળે ખસેડવામા આવ્યા છે.
- કચ્છમાં 32000 વીજપોલ રિઝર્વ રખાયા
- PGVCL દ્વારા 43 વિહિકલ તૈયાર રખાયા છે
- 125 રીસ્ટોરેશન ટીમ બનાવાઈ
- 12,600 વીજપોલ તાલુકાઓમાં પહોંચાડી દેવાયા
- કચ્છમાં 4 સેટેલાઈટ ફોનની પણ વ્યવસ્થા કરવામા આવી છે
- ભુજ, નલીયા અને નખત્રાણામાં ૩ હેમ રેડીયો ઉપલબ્ધ
- કોટેશ્વર મંદિર તેમજ તેની બજારો બંધ રાખાયા
- 1,25,000 ફૂડપેકેટ તૈયાર કરવામાં આવ્યા
- 86,000 ફૂડપેકેટનું વિતરણ કરાયુ
- દુધ સાગર ડેરી મારફતે 5000 લીટર દુધની વ્યવસ્થા
- 175 જેટલી એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવામા આવી છે.
- 87 પીવાના પાણીના ટેંકર અને 9 ડીવોટરીંગ પંપ ની વ્યવસ્થા કરવામા આવી છે.
- 56 ટેન્કર આશ્રયસ્થાન પર અને તેમજ 35 ટેંકર અસરગ્રસ્ત ગામોમાં મોકલાયા
- NDRFની 4 ટીમ ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા, ભુજમાં તૈનાત કરવામા આવી છે.
- SDRFની 2 ટીમ નારાયણ સરોવર, નલીયામાં તૈનાત કરી છે.
- RPFની 4 ટીમ ગાંધીધામ, મુંદ્રા, નલીયામાં તૈનાત છે.
- ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ, બોર્ડર સીક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમો તૈનાત
- 4 ફાયર ટીમ લખપત, અબડાસા, માંડવી, ભુજમાં તૈનાત
- 87 ડમ્પર, 300 ટ્રેક્ટર તથા 29 JCB, 61 ટ્રક સ્ટેન્ડબાય રખાયા
- માર્ગો પરથી વૃક્ષો હટાવવા તથા રોડ ક્લીયરન્સ માટે 50 ટીમ બનાવાઈ.
અગત્યની લીંક
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
વાવાઝોડા નુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |