Rain Forecast in Gujarat: ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં પણ આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી છે તો દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ દરમિયાન આજ સવારથી સુરતમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. જેના કારણે રોડ-રસ્તાઓ બેટમાં ફેરવાય ગયા હતા. આ દરમિયાન આગામી 5 દિવસ ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.ક્યાં વિસ્તાર માં વધુ વરસાદ પડશે ??
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં પણ આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી છે તો દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ જુનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથમાં પણ વરસાદની આાગાહી છે. તો 19 તારીખે નવસારી, દમણ, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ આગાહી અનુસાર, પહેલા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે અને સાથે જ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે.
ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની
ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી છે જેમાં 18 જુલાઈએ રાજયના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. ત્યાં જ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વરસાદનો ત્રીજો રાઉન્ડ
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગ અનુસાર, એક પછી એક વરસાદી સિસ્ટમથી રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે. હવે આગામી દિવસોમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી અનુસાર, 18, 19, 20 અને 21 તારીખ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે.આ આગાહી અનુસાર, પહેલા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે અને સાથે જ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે.