-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન પાઠ ૩ મુઘલ સામ્રાજ્ય PART 2

ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન પાઠ ૩ મુઘલ સામ્રાજ્ય PART 2


પાઠ 3 મુઘલ સામ્રાજ્ય

31. શેરશાહ એ ................ રોડનું નિર્માણ કરાવ્યું હતું. ઉત્તર : ગ્રાન્ડ ટ્રક

32. અકબર પછી ................ દિલ્હીનો બાદશાહ બનાવ્યો હતો.
ઉત્તર : જહાંગીર ને

33. જહાંગીર ની પત્ની નું નામ ............હતું.
ઉત્તર : નૂરજહાં

34. જહાંગીર પછી ...............દિલ્હી નો બાદશાહ બન્યો હતો.
ઉત્તર : શાહજહા

35. શાહજહાએ બંધાવેલ................. એક વિશ્વ પ્રસિદ્ધ ભવ્ય અને કલાત્મક ઈમારત છે.
ઉત્તર : તાજમહેલ

36. ............ દુનિયાની અજાયબી ગણાય છે.
ઉત્તર : તાજમહેલ

37. ઔરંગઝેબે અકબરની............. નીતિ નો ત્યાગ કર્યો હતો.
ઉત્તર : ધાર્મિક

38. બાબરે સામેના.............. ના વેદમાં સંગ્રામસિંહ નો પરાજય થયો હતો.
ઉત્તર : ખાનવા

39. વીર દુર્ગાદાસ રાઠોડ ની સરખામણી............. સાથે કરવામાં આવે છે.
ઉત્તર : રાણા પ્રતાપ

40. શિવાજી નો જન્મ ......... ના કિલ્લામાં થયો હતો.
ઉત્તર : શિવનેરી

41. ઈ. સ. ........... મા શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો.
ઉત્તર : 1674

42. ઈ.સ. 1674 માં શિવાજીનો રાજ્યાભિષેક............. માં થયો હતો.
ઉત્તર : રાજગઢ (રાયગઢ)

43. મોગલ વહીવટ તંત્ર ગુપ્તચરો ને............. કહેવાતા હતા.
ઉત્તર : વાકિયાનવિસ

44. .......... મોગલ બાદશાહ અકબરની મહેસુલી વ્યવસ્થાનો વડો હતો.
ઉત્તર : ટોડરમલ

45. .............. નોસમય મુઘલ સામ્રાજ્યના સ્થાપના નો સુવર્ણયુગ ગણાય છે.
ઉત્તર : શાહજહાં

46. શાહજહાએ........... માં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.
ઉત્તર : દિલ્હી

47. અબુલ ફઝલે............. નામના ગ્રંથમાં અકબર ની જીવન કથા આલેખી છે.
ઉત્તર : અકબરનામા

48. મુગલ બાદશાહ અકબર.......... નો જ્ઞાતા હતો.
ઉત્તર : સંગીત

49. પાણીપતનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું?
ઉત્તર : પાણીપતનું યુદ્ધ 20 એપ્રિલ 1526 ના રોજ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું હતું.

50. મોગલ શાસકો માં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર : મુગલ શાસકોમાં બાબર ,હુમાયુ, અકબર ,શાહજહા ,જહાંગીર અને ઔરંગઝેબ નો સમાવેશ થાય છે.

51. હુમાયુ ના કોની કોની સાથે યુદ્ધ થયા હતા?
ઉત્તર : હુમાયુને ગુજરાત સુલતાન બહાદુરશાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા હતા.

52. હુમાયુને શાથી ઈરાન જવું પડ્યું?
ઉત્તર : કનોજના યુદ્ધમાં શેરશાહ એ હુમાયુને હરાવ્યો. હુમાયુ બાદશાહ માંથી બેરોજગાર થઇ ગયો, તેથી તેને ઈરાન જવું પડ્યું.

53.શેરશાહ એ કયા રાજમાર્ગ નું નિર્માણ કરાવ્યું હતું?
ઉત્તર : શેર સાહેબ બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલા ' ગ્રાન્ડ ટ્રક રોડ ' નામના રાજમાર્ગ નું નિર્માણ કરાવ્યું હતું.

54. શેરશાહે કયા કયા સ્થાપત્ય નિર્માણ કરાવ્યું હતું?
ઉત્તર : શેરશાહ એ સાસારામ માં મકબરો અને દિલ્હીના મસ્જિદ બનાવી હતી.

55. પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું ?તેનું શું પરિણામ આવ્યું હતું?
ઉત્તર : પાણીપતનું બીજું યુદ્ધ ઈ.સ.1556માં અકબર અને હેમુ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબર નો વિજય થયો હતો.

Related Posts

Subscribe Our Newsletter