-->

Join Group

Ad Unit (Iklan) BIG

અમદાવાદ / ફ્લાવર શોમાં ભીડ ઉમટી પડતા તંત્રએ લીધો તાબડતોબ નિર્ણય, રિવરફ્રન્ટનો રસ્તો કરાયો બંધ

અમદાવાદ / ફ્લાવર શોમાં ભીડ ઉમટી પડતા તંત્રએ લીધો તાબડતોબ નિર્ણય, રિવરફ્રન્ટનો રસ્તો કરાયો બંધ

  • અમદાવાદ ફ્લાવર શોમાં ભીડ વધતા રસ્તો બંધ કરાયો
  • રિવરફ્રન્ટનો માર્ગવાહનવ્યવહાર માટે કરાયો બંધ
  • હરિહરાનંદ આશ્રમથી સરદાર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો રસ્તો બંધ
કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી અમદાવાદ માં AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે.
ફ્લાવર શો 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી પ્રજાજાનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો હતો. ત્યારે આજે નવા વર્ષનો પ્રારંભ અને રવિવારની રજા હોવાથી ફ્લાવાર શોમાં અમદાવાદવાસી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેને લઇને રસ્તો બંધ કરી દેવાની નોબત આવી હતી.
IMPORTANT LINK:
SABARMATI RIVER FRONT OFFICIAL WEBSITE CLICK HERE


અમદાવાદ ફ્લાવાર શૉમાં ભીડ વધતા તંત્ર દ્વારા રિવરફ્રન્ટનો રસ્તો બંધ કરાયો હતો. તંત્ર દ્વારા હરિહરાનંદ આશ્રમથી સરદાર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.આ માર્ગ પરનો વાહનવ્યવહાર ડાયવર્ડ કરાયો હતો.

અદભુત ફૂલોની કલાકૃતિ અને ગોઠવણ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શો જોવા માટે ઊમટી પડે છે. ટિકિટના ધસારાને ધ્યાનમાં રાખીને તમામ ઝોનલ સેન્ટર પર ટિકિટના વેચાણની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેથી લોકો નજીકના સિવિક સેન્ટર પરથી ટિકિટ મેળવી શકશે તેમજ ઓનલાઇન રિવરફ્રન્ટની વેબસાઈટ પરથી પણ લોકો ફ્લાવર શોની ટિકિટ ઓનલાઇન મેળવી શકશે. આ ઉપરાંત ફૂલ છોડના રોપાના વેચાણ માટે પણ સાત નર્સરીના સ્ટોલ રાખવામાં આવ્યા છે.

અમદાવાદ ફ્લાવર શો 2023 3
અમદાવાદ ફ્લાવર શો 2023 3

૨૦૨૩ ના ફ્લાવર શોની થીમ

આ વર્ષે અલગ અલગ થીમ પર ફ્લાવર શો નુ આયોજન કરવામા આવ્યુ છે. મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિકને લગતી જુદી જુદી રમતોનાં સ્કલ્પચર, G-20 થીમ આધારિત સ્કલ્પચર અને મેસેજ આપતાં લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઊભા કરવામાં આવશે. ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તથા જુદા જુદા કલરના ફલાવર રોલનાં સ્કલ્પચર જુદી જુદી સાઇઝના ફલાવર ટાવરનું સ્કલ્પચર, બોલ સાથે ડોલ્ફિન પણ હશે.

IMPORTANT LINK:
SABARMATI RIVER FRONT OFFICIAL WEBSITE CLICK HERE


અમદાવાદ ફ્લાવર શો 2023 4
અમદાવાદ ફ્લાવર શો 2023 4

આ ફ્લાવર શોનું આયોજન 2013 થી કરવામાં આવે છે અને દર વર્ષે વધુ સારું થતું રહે છે. તે સામાન્ય રીતે દર વર્ષે હજારો લોકોને અમદાવાદ શહેરમાં ખેંચે છે. વિસ્તૃત રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કમાં આરામથી સહેલ કરવી એ હંમેશા યાદગાર અનુભવ છે. અનોખા આકારો અને રચનાઓથી, 

રંગોની ચમકદાર શ્રેણી, અને રંગબેરંગી અને તાજા ખીલેલા ફૂલોના પ્રદર્શનો અને બગીચાઓની સમૃદ્ધ સુગંધ અને ઉજવણીની લાગણીઓ આવે છે.

સાબરમતી રિવરફ્રન્ટ નજીકના ફૂલ બગીચાની મુલાકાત લેવી એ એક સરસ પ્રવૃત્તિ છે જેનો તમે કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલની જેમ માણી શકો છો. ફ્લાવર ગાર્ડન અંદાજે 45000 ચોરસ મીટરમાં આવરે છે અને તેમાં 330 થી વધુ દેશી અને આયાતી ફૂલોની પ્રજાતિઓ છે, જે સાબરમતી રિવરફ્રન્ટનો સૌથી લોકપ્રિય ભાગ છે.

IMPORTANT LINK:
SABARMATI RIVER FRONT OFFICIAL WEBSITE CLICK HERE

વિવિધ સ્કલ્પચર

31 ડિસેમ્બરથી ફ્લાવાર શૉનો પ્રારંભ કરાયો હતો. ત્યારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ રૂ.30ની ટિકિટ લઇ ફ્લાવર શોની મજા માણી હતી. ફ્લાવર શોમાં ઓલિમ્પિક, G-20, U-20, હનુમાનજી સહિત દેવી-દેવતાઓના ફ્લાવર સ્કલ્પચર લોકો માટે આકર્ષણના કેન્દ્ર બની રહ્યાં છે. ફ્લાવર શો માં અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા જીરાફ, હાથી, G20, U20, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર, હનુમાનજી અને વિવિધ દેવી દેવતાઓ, યોગા, ફૂટબોલ, બાર્બી ડોલ જેવા અનેકવિધ ફ્લાવર સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે, જેને જોઇને બાળકો, યુવાનો અને વૃદ્ધોમાં પણ ખુશી જોવા મળી હતી.


ફ્લાવર શો માં વિવિધ ફૂલો

ફ્લાવર શો 2023 માં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલો જેવા કે સેવંતી, ગલગોટા, વર્બેના, પિટુનીયા, ડાયનેલા, એકેલીફા, ડાયએન્થસ, કોલીયસ, પોઈન્સેટીયા, કેલે લીલી, ગજેનીયા, પેન્ટાસ, એન્ટીરહિનયમ, સિલ્વર ડસ્ટ, ડહાલિયા, સિલોસીયા, સાલ્વિયા રેડ અને તેમાંથી બનેલા વિવિધ સ્કલ્પચર સહિત વિવિધ ફાર્મ અને નર્સરી, બાગાયતી ફૂલછોડ, ગાર્ડનિંગ અને કિચન ગાર્ડન ફ્લાવર અને છોડ સહિત ગાર્ડનીંગ ઉપકરણોના પ્રદર્શનો અને વિવિધ સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.

10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર ફૂલો-છોડની પ્રદર્શની

વાઇલ્ડલાઇફ થીમ આધારિત જુદાં જુદાં સ્કલ્પચર, સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ, ધન્વંતરિ ભગવાન અને ચરક ૠષિના સ્કલ્પ્ચરો, વેજિટેબલ તથા ફૂટના જુદાં જુદાં સ્કલ્પચર જોવા મળશે. જુદી જુદી વેરાઇટીઓ જેવી કે ઓર્કિડ, રેનેસ્ક્યુલસ, લિલિયમ, પિટુનિયા, ડાયન્થસ જેવાં 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલાં ફૂલો-છોડનું પ્રદર્શન પણ થશે. ફૂલોમાંથી બનાવેલા આકર્ષક પ્રવેશદ્વાર તથા સ્કાય ગાર્ડન પણ હશે.

અમદાવાદ ફ્લાવર શો લોકો ઉમટી પડ્યા AHMEDABAD

Related Posts

Subscribe Our Newsletter