-->

Join Group

Ad Unit (Iklan) BIG

ગુજરાત કોલ્ડવેવ આગાહી: ગુજરાતમા કયારે ઘટશે કડકડતી ઠંડી, જાણો શું કહે છે હવામાન વિભાગ

ગુજરાત કોલ્ડવેવ આગાહી: ગુજરાતમા કયારે ઘટશે કડકડતી ઠંડી, જાણો શું કહે છે હવામાન વિભાગ


ગુજરાત કોલ્ડવેવ આગાહી: ગુજરાતમા તમામ જિલ્લાઓમા છેલ્લા ૩-૪ દિવસથી કાતિલ ઠંડી પડી રહિ છે. લોકો ઠંડીમા ઠુંઠવાઇ રહ્યા છે ત્યારે લોકો હજુ કેટલા દિવસ ઠંડી પડશે તે જાણવા લોકો ઉત્સુક છે. હજુ ગુજરાતમા કેટલા દિવસ ઠંડી પડશે તે અંગે હવામાન વિભાગની અગત્યની આગાહી સામે આવી છે.

Table of Contents
  • ગુજરાત કોલ્ડવેવ આગાહીહજુ 1 દિવસ કોલ્ડવેવની આગાહી
  • કોલ્ડ વેવ એટલે શું ?
  • શીત લહેર દરમિયાન ખેડૂતોએ શું ધ્યાન રાખવું ?

ગુજરાત કોલ્ડવેવ આગાહી

  • હજુ 1 દિવસ કોલ્ડવેવની આગાહી
રાજ્યના હવામાન વિભાગે ઠંડી અંગે અગત્યની આગાહી કરી છે. જેમાં કચ્છમાં 1 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં ઠંડીથી લોકોને થોડી રાહત મળશે તેવું પણ જણાવ્યું છે. આગામી સમયમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. તેમજ વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સ ને કારણે તાપમાનમાં ફરી વધારો આવશે.

ગુજરાત કોલ્ડવેવ આગાહી

કોલ્ડ વેવ એટલે શું ?

કોલ્ડવેવ શબ્દ શિયાળામા ખૂબ જ પ્રચલિત બને છે. કોલ્ડવેવ તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ભારત દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય અથવા વાસ્તવિક તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હોય તો તેને ઠંડી ગણવામાં આવે છે તેમજ તરંગ અથવા શીતલહેર,કોલ્ડવેવ કહેવાય છે.

શીત લહેર દરમિયાન ખેડૂતોએ શું ધ્યાન રાખવું ?પાકમા બોર્ડેક્સ મિશ્રણ અથવા કોપર ઓક્સી-ક્લોરાઈડનો છંટકાવ કરો

  • કોલ્ડ વેવ પછી ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરોનો ઉપયોગ કરવો જોઇએ જે પાકને ઠંડીની ઈજામાંથી ઝડપથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરશે.
  • ઠંડા/હિમ પ્રતિરોધક છોડ/પાક પ્રકારની ખેતી કરવી જોઇએ.
  • બારમાસી બગીચાઓમાં આંતરખેડા ઉગાડો
  • શાકભાજીનો મિશ્ર પાક, જેમ કે ટામેટા, રીંગણ જેવા ઊંચા પાક સાથે સરસવ/કબુતરના વટાણા ઠંડા પવન સામે જરૂરી આશ્રય આપશે.
  • જો પ્લાસ્ટીકનું લીલા ઘાસ ઉપલ્બ્ધ ન હોય તો, સ્ટ્રો અથવા સરકંડાના ઘાસમાંથી ખાંચો(ઝુગી) બનાવવાથી અથવા ઓર્ગેનિક મલ્ચિંગ પણ પાકને ઠંડીથી બચાવશે.
  • ખેતરની આજુબાજુ વિન્ડ બ્રેક્સ/આશ્રય પટ્ટા રોપો
  • બગીચાના પાકને થતી ઈજાને રોકવા માટે ધુમાડો આપો

ઉત્તર ભારતીય રાજયો હજુ પણ કાતિલ ઠંડીની લપેટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં તાપમાન 1 ડિગ્રી સુધી ઘટી શકે છે. જોકે, IMD એ કાતિલ ઠંડીની વચ્ચે થોડા રાહતના સમાચાર પણ આપ્યા છે. 19 જાન્યુઆરીથી ઉત્તરના રાજ્યોમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની સંભાવના છે. તેની પાછળનું મોટું કારણ 18 જાન્યુઆરી અને 20 જાન્યુઆરીએ બે સંભવિત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો યુપી, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ભારે ઠંડીનું જોર હજુ પણ યથાવત છે.

Related Posts

Subscribe Our Newsletter