PUC Process / શું PUC ન હોય તો દંડ થઇ શકે ? વાહન લઇને નીકળતા પહેલા આ નિયમો જાણી લેજો.
PUC Process : ટ્રાફીક ના નિયમોનુ પાલન કરવા માટે આપણી પાસે વાહનના ઘણા ડોકયુમેન્ટ નિયમિત અપડેટ રાખવા પડે છે. PUC સર્ટીફીકેટ પણ આ પૈકીનુ એક છે. PUC સર્ટીફીકેટ કઢાવ્યા વગર વાહન લઇને નીકળશો તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચાલો આજે આ લેખમા જાણીએ PUC સર્ટીફીકેટ ક્યાથી નીકળશે ? તે કેટલા સમયે કઢાવવાનુ હોય છે અને જો ન કધાવેલુ હોય તો કેટલો દંડ થઇ શકે ?PUC સર્ટીફીકેટ વગર વાહન ચલાવવા પર ભારે દંડ થઈ શકે.- તમામ પ્રકારના વાહનો માટે PUC સર્ટીફીકેટ કઢાવવુ ફરજિયાત છે
- PUC સર્ટીફીકેટ ની ડિટેલ્સ ઓનલાઈન પણ ચેક કરી શકાય છે
PUC Process |
જો તમે પણ કાર અથવા બાઇક ચલાવો છો, તો તમે જાણશો કે ડ્રાઇવિંગ માટે કેટલાક મહત્વપૂર્ણ ડોકયુમેન્ટ સાથે રાખવા જરૂરી હોય છે. તેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી.બુક અને PUC સર્ટીફીકેટ જેવા ડોકયુમેન્ટ નો સમાવેશ થાય છે. આમાંથી એક PUC સર્ટીફીકેટ છે જેને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) પણ કહે છે . જે મહત્વનો દસ્તાવેજ છે અને તેને સમયાંતરે રિન્યુ કરાવવાનું હોય છે પણ ઘણા લોકો આ સર્ટિફિકેટ વિના જ વાહન ચલાવતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો જાણી લેજો કે PUC સર્ટિફિકેટ વગર વાહન ચલાવવા પર તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે જો તમે પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ વગર કાર કે કોઈપણ ટુ વ્હીલર વાહન ચલાવો છો તો તમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Table of Contents
- PUC Process / PUC સર્ટિફિકેટ અંગે શું નિયમો છે?
- PUC સર્ટિફિકેટ શું છે
- PUC સર્ટિફિકેટ કોણ આપે છે ?
- PUC સર્ટિફિકેટ ક્યારે જરુરી છે ?
- PUC સર્ટિફિકેટ કઢાવવાનો ચાર્જ શું હોય છે ?
- PUC સર્ટિફિકેટ ઓનલાઇન કઢાવવાની માહિતી
- અગત્યની લીંક
PUC Process / PUC સર્ટિફિકેટ અંગે શું નિયમો છે?
ગયા વર્ષે ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવેલા પીટીઆઈના અહેવાલ મુજબ તમામ વાહનો માટે માન્ય PUC સર્ટિફિકેટ હોવુ ફરજિયાત છે અને તે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર કેન્દ્રો પરથી મેળવી શકાય છે. જે વાહન માલિકોનું PUC પ્રમાણપત્ર અમાન્ય બન્યું છે તેઓને મોટર વાહન અધિનિયમ, 1993ની કલમ 190 (2) હેઠળ ચલણમાં મુકવામાં આવી શકે છે, જો તમારી પાસે PUC સર્ટિફિકેટ નથી, તો તમને દંડ થઇ શકે છે.PUC સર્ટિફિકેટ શું છે
પ્રદૂષણને કાબૂમાં લેવાના હેતુથી તમામ પ્રકારના વાહનો માટે PUC સર્ટિફિકેટ ફરજિયાત કરવામા આવેલ છે. જેમાં કોઈ વાહન નિર્ધારિત ધોરણો કરતા વધુ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે. તપાસ પછી, જો તમારુ વાહન પ્રદૂષણ અંગે નિયત ધોરણો પાસ કરતુ હોય તો હોય તો પીયુસી સર્ટિફિકેટ આપવામાં આવે છે.PUC સર્ટિફિકેટ કોણ આપે છે ?
દરેક રાજ્યમાં લગભગ પ્રદૂષણ તપાસ કેન્દ્ર આવેલા હોય છે. જે તે રાજ્યના પરિવહન વિભાગ દ્વારા અધિકૃત કરેલ હોય છે. PUC પ્રમાણપત્ર પર જે તે રાજ્યના પરિવહન વિભાગનું નામ હોય છે. ઉપરાંત, તે કેન્દ્રનો કોડ અને સરનામું પણ આપેલ હશે જ્યાંથી PUC સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. દરેક રાજ્યનું PUC સર્ટિફિકેટ અન્ય રાજ્યમાં પણ માન્ય છે.PUC સર્ટિફિકેટ ક્યારે જરુરી છે ?
કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989 મુજબ, દરેક પ્ર્કારના મોટર વાહન જેમ કે BS-I/BS-II/BS-III/BS-IV અનુરૂપ વાહનો તેમજ CNG/LPG પર ચાલતા વાહનો માટે વાહન નોંધાયા તારીખથી એક વર્ષ પછી તમારી પાસે માન્ય PUC સર્ટિફિકેટ હોવું આવશ્યક છે.PUC સર્ટિફિકેટ કઢાવવાનો ચાર્જ શું હોય છે ?
જો તમારી પાસે ટુ વ્હીલર હોય તો તેની PUC કઢાવવાની ફી ૩૦ રૂપિયા છે. જો થ્રી વ્હીલર (સી.એન.જી/એલ.પી.જી/પેટ્રોલ/ડીઝલ) વાહન છે તો તેની ફી 60 રૂપિયા, લાઈટ મોટર વાહનના 80 રૂપિયા અને તમામ મીડીયમ અને હેવી મોટર વાહનો( ડીઝલ/સી.એન.જી) ની ફી 100 રૂપિયા છે.PUC સર્ટિફિકેટ ઓનલાઇન કઢાવવાની માહિતી
હવે ડ્રાઇવીંગ લાયસન્સ,આર.સી.બુક અને અન્ય ડોકયુમેન્ટ ની જેમ PUC સર્ટિફિકેટ પણ ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે.- PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કેમ કરવુ તેની સ્ટેપવાઇઝ માહિતી માટે અહિં ક્લીક કરો.
અગત્યની લીંક
- PUC સર્ટિફિકેટ નિયમો વિડીયો અહિં ક્લીક કરો
- PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ માહિતી અહિં ક્લીક કરો