ગંગા વિલાસ ક્રુઝ / દુનિયાની સૌથી લાંબી 3200 કી.મી.ની રીવર ક્રુઝ યાત્રા ભારતમા
ગંગા વિલાસ ક્રુઝ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીને આજે બે ભેટ આપી છે. ગંગા વિલાસ ક્રૂઝ અને 5 સ્ટાર ટેન્ટ સિટી. વડાપ્રધાને આ બન્ને નુ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું છે. ગંગા વિલાસ ક્રૂઝ દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા પર નીકળશે. આ યાત્રા દરમિયાન એ 3200 કિલોમીટરની સફર કરશે. એ વારાણસીથી આસામના ડિબ્રુગઢ સુધી જશે .
દુનિયાના સૌથી લાંબા રિવર ક્રૂઝ ની ભેટ આજે વડાપ્રધાને ભારતને આપી છે જેને ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ 51 દિવસ ની તેની યાત્રા દરમિયાન 3200 કિલોમીટરનું અંતર કાપશે, જેમાં 50 પ્રવાસન સ્થળ, 27 વિવિધ નદી પ્રણાલીઓ અને બાંગ્લાદેશનો 1100 કિલોમીટર વિસ્તાર માથી પસાર થશે. મોટાં શહેરોમાંથી પસાર થતા આ ક્રૂઝ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વનાં સ્થળોએ સ્ટોપ કરશે. તો કેવી છે સુવિધાઓ, કયાં શહેરોથી પસાર થશે અને આ આલીશાન ક્રૂઝનું ભાડું વગેરે વિગતો માટે આ આર્ટીકલ આખો વાંચો.
- ગંગા વિલાસ ક્રુઝ સંપૂર્ણ માહિતીગંગા વિલાસ ક્રૂઝનો રૂટ
- ગંગા વિલાસ ક્રૂઝ મા ઉપલબ્ધ સુવિધાઓ
- ગંગા વિલાસ ક્રૂઝ ની ખાસિયતો
- અગત્યની લીંક
- ગંગા વિલાસ ક્રુઝ સંપૂર્ણ માહિતી
યાત્રાનુ અંતર-3200 કિલોમીટર
યાત્રાનુ ભાડું-19 લાખ રૂપિયા, સ્યૂટનું ભાડું 38 લાખ.ગંગા વિલાસ ક્રૂઝનો રૂટ
ગંગા રીવર ક્રુઝ નો યાત્રાનો સમગ્ર રૂટ આ મુજબ રહેશે.ગંગા-ભાગીરથી-હુગલી રિવર સિસ્ટમ(નેશનલ વોટર વે 1),
કોલકાતાથી ધુબરી(ઈન્ડો બાંગ્લા પ્રોટોકોલ રૂટ) અને બ્રહ્મપુત્ર(નેશનવ વોટર વે 2).
રસ્તામાં 27 નદીઓ આવે છે. ગંગા, ભાગીરથી, હુગલી, વિદ્યાવતી, માતલા, સુંદરવન રિવર સિસ્ટમ-5, મેઘના, પદ્મા, જમુના અને બ્રહ્મપુત્ર જેવી 27 નદી વચ્ચે આવે છે.
આ ક્રૂઝ 5 રાજ્ય અને બાંગ્લાદેશમાંથી તેની યાત્રા દરમિયાન પસાર થશે: યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને બાંગ્લાદેશ. વારાણસી, પટના, કોલકાતા, ઢાકા, ગુવાહાટી, ડિબ્રુગઢ સહિત 50 મુખ્ય પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.
ગંગા વિલાસ ક્રૂઝ મા ઉપલબ્ધ સુવિધાઓ
- આ ક્રુઝ મા નીચે મુજબની આલીશાન અને vip સુવિધાઓ ઉપલબ્ધ હશે.18 સ્યૂટ્સ, રેસ્ટોરાં, બાર, સ્પા, સનડેક, જિમ.
- 40 સીટ ધરાવતી રેસ્ટોરાંમાં કોન્ટિનેન્ટલ અને ભારતીય ફૂડ સાથે બુફે કાઉન્ટર છે.
- આઉટડોર બેઠકમાં સ્ટીમર ચેર અને કોફી ટેબલ સાથેનો બાર છે.
- બાથટબ, કન્વર્ટિબલ બેડ, ફ્રેન્ચ બાલ્કની, LED ટીવી, સેફ, સ્મોક એલાર્મ, લાઇફ વેસ્ટ અને સ્પ્રિંકલર સાથેના બાથરૂમ પણ છે.
ગંગા વિલાસ ક્રૂઝ ની ખાસિયતો
- આ ક્રુઝ નીચે મુજબની ખાસિયતો ધરાવે છે.આ ક્રુઝ 62.5 મીટર લાંબી અને 12.8 મીટર પહોળી છે.
- આ ક્રુઝમા 40 હજાર લિટર સમાય એટલુ ની ઇંધણની ટાંકી અને 60 હજાર લિટરની પાણીની ટાંકી આવેલી છે.
- અપ સ્ટ્રીમમાં ક્રૂઝની ઝડપ 10થી 12 કિમી પ્રતિ કલાક ની ધરાવે છે. ડાઉન સ્ટ્રીમમાં ક્રૂઝની ઝડપ 15થી 20 કિમી પ્રતિ કલાક જેટલી છે.
- ગંગા વિલાસ ક્રૂઝ સંપૂર્ણ માહિતી વિડીયો અહિં ક્લીક કરો