-->

Join Group

Ad Unit (Iklan) BIG

જુનિયર ક્લાર્ક પેપર લીક : ST બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે ઉમેદવારો

જુનિયર ક્લાર્ક પેપર લીક : ST બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે ઉમેદવારો



Table of Contents
  • જુનિયર ક્લાર્ક પેપર લીક
જુનિયર ક્લાર્ક પેપર લીક : પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરી છે.

જુનિયર ક્લાર્ક પેપર લીક

આ પણ ખાસ વાંચો :

જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ : જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 : આજથી ઓનલાઈન ફોર્મ શરુ, અરજી અહીંથી કરો

29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. જેના માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી.

જાહેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૧૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી.

ઉમેદવારોના વિશાળ હિતમાં સદર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.

ઉપરોકત પરીક્ષા માટે આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે.

જે માટે ઉમેદવાર પોતાનો અસલ પ્રવેશપત્ર (કોલલેટર/હોલ ટીકીટ) અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે. જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે.


Related Posts

Subscribe Our Newsletter