સોલાર પાવર બેંક: સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન અને લેપટોપ: આજકાલ સ્માર્ટફોન અને લેપટોપ આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયા છે. આપણા રોજ બ રોજના મોટાભાગના જરૂરી કામ આપણે મોબાઈલ અને લેપટોપથી કરતા હોઇએ છીએ. વધુ પડતા ઉપયોગેને લીધે સ્માર્ટફોન અને લેપટોપની બેટરી પણ જલ્દી ખતમ થઇ જતી હોય છે. કોઈકવાર એવી જગ્યા કે જ્યાં પાવરનો સ્ત્રોત ઉપલબ્ધ નથી, તેવી સ્થિતિમાં સ્માર્ટફોન અને લેપટોપની બેટરી ખતમ થઈ જશે, પરતું હવે એક એવો ડિવાઈસ આવી ગયો છે, સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે અને સ્માર્ટફોન – લેપટોપને ચાર્જ કરી શકે છે. આજે આ લેખમા આપણે સોલાર પાવરબેંકની માહિતી મેળવીશુ.સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન અને લેપટોપ
ડેક્સપોલ નામની કંપનીએ સોલાર પાવર બેંક માટે કિકસ્ટાર્ટર અભિયાનની શરૂઆત કરી છે. આમા 65W USB-C ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ એક સોલાર બેટરી છે, જે સૂર્યપ્રકાશથી તમારા ડિવાઈસને સંપૂર્ણપણે ચાર્જ કરશે. ડેક્સપોલ સોલર પાવર બેંકમાં 24,000mAh બેટરી મળે છે અને ત્રણ ઈનપુટ હોય છે. આ 24 ટકા કન્વરઝન વાળું ફોલ્ડટેબલ ડિવાઈસ છે. આની સોલર પ્લેટની મદદથી ડિવાઈસ 5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. ડેક્સપોલ સોલર પાવર બેંક સ્પોર્ટી ડિઝાઈનને સ્પોર્ટ કરે છે.
Table of Contents
- ડેક્સપોલ સોલાર પાવરની વિશેષતાઓ
- સોલાર પાવર બેંક કિંમત
- અગત્યની લીંંક
- FAQ’s વારંવાર પૂછાતા પ્રશ્નોસોલાર પાવર બેંક કઇ કંપની નુ આવે છે ?
- સોલાર પાવર બેંકની કિંમત શું છે ?
- ડેક્સપોલ સોલાર પાવરની વિશેષતાઓ
ડેક્સપોલ સોલર પાવર બેંકમાં ચાર સોલાર પેનલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમા વોલ સોકેટની સુવિધા પણ છે, જેના દ્વારા તમે લગભગ 2 કલાકમાં તમારા ડિવાઈસને સંપૂર્ણપણે ચાર્જ કરી શકો છો. ડિવાઈસમાં એક LED ડિસ્પ્લે મળે છે, જે ચાર્જિંગની ટકાવારી દર્શાવે છે. કંપની પ્રમાણે આ પાવર બેંક ની કેપેસીટી અને ફીચર અલગ હોય છે. આઈ-ફોન 14 પ્રો-મેક્સને ચાર વખત અથવા આઈ-પેડ પ્રોને બે વખત ચાર્જ કરી શકે છે. 65W USB-C પોર્ટ સાથે બે USB-A પોર્ટ પણ ઉપલબ્ધ છે. આ ડિવાઈસ વજનમા ખુબ જ હલકું પણ છે, તેનું વજન 1.2 કિલો જેટલું છે અને આ ડિવાઈસ પાણી અડવાથી પણ ખરાબ થતું નથી.
સોલાર પાવર બેંક કિંમત
કિકસ્ટાર્ટર અભિયાન હેઠળ ડેક્સપોલ સોલાર પાવર બેંક પર હાલ 41 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેની કિંમત લગભગ 11,871 રૂપિયાની આસપાસ છે. ડેક્સપોલ કંપની કહે છે કે પાવર બેંક તમામ USB ડિવાઈસ સાથે સુસંગત છે અને તેનો ઉપયોગ ઘરની અંદર અને બહાર બંને રીતે કરી શકાય છે. આ ડિવાઈસ પર એક વર્ષની વોરન્ટી પણ આપાવામાં આવે છે.
અગત્યની લીંંક