-->

Join Group

Ad Unit (Iklan) BIG

ગુજરાત એસ.ટી. ની બસમાં ” સોમનાથ, પાવાગઢ, બનાસ, દમણ ગંગા,અમૂલ” આવા શબ્દો કેમ લખેલા હોય છે?

ગુજરાત એસ.ટી. ની બસમાં ” સોમનાથ, પાવાગઢ, બનાસ, દમણ ગંગા,અમૂલ” આવા શબ્દો કેમ લખેલા હોય છે?

ગુજરાત એસ.ટી. ની બસ : ગુજરાતમાં ચાલતી સરકારી બસોનું સંચાલન GSRTC નિગમ કરે છે GSRTC નુ પૂરું નામ “ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન” છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ રાજ્યની માલિકીની કોર્પોરેશન છે જે ગુજરાત, ભારતમાં અને ભારતના અન્ય રાજ્યોમાં બસ ની સેવાઓ પૂરી પાડે છે. GSRTC મુખ્ય મથક ગાંધીનગરમાં આવેલુ છે અને તેની પાસે લગભગ 10,000 થી પણ વધુ બસ છે.

Table of Contents

  • ગુજરાત એસ.ટી. ની બસ ફુલ્લ ડીટેઇલ
  • વિભાગ પ્રમાણે બસના નામ
  • ગુજરાત એસ.ટી. ની બસ ફુલ્લ ડીટેઇલ

ગુજરાત એસ.ટી. નિયમિત, એક્સપ્રેસ અને લક્ઝરી બસ સેવાઓ તેમજ શાળાના બાળકો અને શારીરિક રીતે દિવ્યાંગ લોકો માટેની બસ સેવાઓ સેવાઓ સહિત વિવિધ બસ સેવાઓ પુરી પાડે છે. ગુજરાત એસ.ટી. વિભાગ તેની બસની જાળવણી અને સમારકામ માટે આખા રાજયમા સંખ્યાબંધ ડેપો અને વર્કશોપ પણ આવેલા છે. તેની નિયમિત બસ સેવાઓ પુરી પાડે છે ઉપરાંત, GSRTC ઓનલાઈન ટિકિટ બુકિંગ, સીટોનું એડવાન્સ રિઝર્વેશન અને ટિકિટ બુક કરવા માટે મોબાઈલ એપ પણ ઓફર કરે છે.ગુજરાત એસ.ટી. ની બસ

GSRTC સારી લક્ઝરી બસો પણ ચલાવે છે જેમાં વધારાની સુવિધાઓ જેમ કે રિક્લાઈનિંગ સીટ, ફૂટરેસ્ટ અને ઓનબોર્ડ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ્સ જેવી સુવિધાઓ પણ હોય છે. મુસાફરોની સલામતી અને આરામ સુનિશ્ચિત કરવા માટે તેની બસોની નિયમિત જાળવણી કરવામાં આવે છે. નિગમ પાસે તેની બસોની જાળવણી અને સમારકામની કામગીરી કરવા માટે રાજ્યભરમાં ડેપો અને વર્કશોપનું નેટવર્ક છે. GSRTC પાસે મુસાફરોની ફરિયાદો અને ફરિયાદોના નિરાકરણ માટે એક નિયત કરેલી સિસ્ટમ પણ છે.

વિભાગ પ્રમાણે બસના નામ

GSRTC ના સમગ્ર ગુજરાતમાં 16 Devision (વિભાગ) છે. તેના બધા જ વિભાગોની બસો પર અલગ-અલગ નામ લખેલા હોય છે. જેનુ લીસ્ટ નીચે આપેલ છે.અમદાવાદ વિભાગની બસ પર “આશ્રમ” નામ લખેલું હોય છે.

  • અમરેલી વિભાગની બસ પર “ગિર” લખેલું હોય છે.
  • ભરુચ વિભાગની બસ પર “નર્મદા” લખેલું હોય છે.
  • ભાવનગર વિભાગની બસ પર “શેત્રુંજય” લખેલું હોય છે.
  • ભૂજ વિભાગની બસ પર “કચ્છ” લખેલું હોય છે.
  • ગોધરા વિભાગની બસ પર “પાવાગઢ” લખેલું હોય છે.
  • હિમ્મતનગરની બસ પર “સાબર” લખેલું હોય છે.
  • જામનગર વિભાગની બસ પર “દ્વારકા” લખેલું હોય છે.
  • જુનાગઢ વિભાગની બસ પર “સોમનાથ” લખેલું હોય છે.
  • મહેસાણા વિભાગની બસ પર “મોઢેરા” લખેલું હોય છે.
  • નડિયાદ વિભાગની બસ પર “અમુલ” લખેલું હોય છે.
  • પાલનપૂર વિભાગની બસ પર “બનાસ” લખેલું હોય છે.
  • રાજકોટ વિભાગની બસ પર “સૌરાષ્ટ્ર” લખેલું હોય છે.
  • સુરત વિભાગની બસ પર “સૂર્યનગરી” લખેલું હોય છે.
  • વડોદરા વિભાગની બસ પર “વિશ્વામિત્રી” લખેલું હોય છે.
  • વલસાડ વિભાગની બસ પર “દમણ ગંગા” લખેલું હોય છે.

આવી રીતે GSRTC ના 16 વિભાગ છે જેમાં બસ કયા વિભાગની છે તેના આધારે બસની આગળ કાચ ઉપર નામ લખેલું હોય છે.

Related Posts

Subscribe Our Newsletter