આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ખરાબ કોલેસ્ટ્રોલ થી હૃદય સંબંધિત બીમારીમાં વધારો થતો હોય છે. મિત્રો અત્યારના સમયમાં હૃદય રોગ હાઈ બ્લડ પ્રેશર એસીડીટી ડાયાબિટીસ જેવા અનેક પ્રકારના ભયંકર રોગો જોવા મળે છે
આ દરેક પ્રકારના રોગોને જળ મૂળમાંથી દૂર કરવા માટે આયુર્વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઘરગથ્થુ ઉપચાર બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે અને યોગ્ય સમય કરવામાં આવે તો અનેક પ્રકારની નાની મોટી ગંભીર સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર લસણ હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે લસણનો પાક બનાવીને નિયમિત રીતે સેવન કરવામાં આવે તો હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવા માટે લસણની કળીઓને છાયડામાં સુકવવાની છે. ત્યારબાદ તેને એક એર ટાઈટ કાચની બોટલમાં ભરીને મૂકી દેવાની છે
આ ઉપાય કરવા માટે મલાઈ કાઢેલું ગાયનું દૂધ ગરમ કરવા માટે મૂકવાનું છે ત્યારબાદ તેમાં સાત લસણની કરી ઉમેરી દેવાની છે. ત્રીજા ભાગનું દૂધ બળી જાય ત્યાં સુધી તેને ધીમી આજે ઉકરવા દેવાનું છે.
ત્યારબાદ આ મિશ્રણમાં થોડી ઈલાયચી નો પાવડર સ્વાદ માટે અને થોડી સાકર ઉમેરવાની છે. ત્યારબાદ તેમાં રહેલી લસણની કરી ચાવી ચાવીને ખાઈ જવાની છે અને હુંફાળું ગરમ દૂધ નું સેવન કરવાનું છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય દિવસમાં એક વખત કરવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે આયુર્વેદ શાસ્ત્રમાં દૂધ અને લસણને વિરુદ્ધ આહાર ગણવામાં આવે છે પરંતુ લસણ સૂકવીને દૂધ સાથે તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના ફાયદા થાય છે.
આયુર્વેદ |
ખરાબ કોલેસ્ટ્રોલને કારણે આપણા શરીરની નસો બ્લોકેજ થતી હોય છે નશો બ્લોક થવાને કારણે હાર્ટ એટેકના જોખમમાં વધારો થાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર લસણનો આ પાક નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને હૃદય રોગના જોખમને દૂર કરે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર વાયુ કફ અને પિત્ત પ્રકૃતિવાળા ત્રણેય વ્યક્તિઓ માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
કાચુ લસણ પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે પરંતુ લસણ સુકવીને પછી તેનું સેવન કરવામાં આવે તો તેના અમૂલ્ય આયુર્વેદિક ફાયદા જોવા મળે છે.
જે લોકોને પેરાલીસીસ અને બ્રેઇન સ્ટોકની સમસ્યા હોય તેવા લોકો માટે પણ આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આયુર્વેદ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર લસણમાં લોહીને પાતળું કરવાનો ગુણધર્મ રહેલો હોય છે નિયમિત રીતે લસણનું સેવન કરવાથી લોહી પાતળું થાય છે લોહી પાતળું થવાથી હૃદય સંબંધિત સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શરીરમાં રહેલા ચરબીના કણોને ઓગાળવાનું કામ લસણ કરે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલું આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને હાર્ટ એટેક ના જોખમને ઘટાડી શકાય છે.