Gujarat Public Examination Act 2023 :લાંબા ગાળે યોજાનારી આ પરીક્ષા પણ રદ થતા ઉમેદવારોમાં પણ ભારે આક્રોશ વ્યાપ્યો હતો. જેને લઈને રાજ્ય સરકાર આગામી બજેટ સત્ર દરમિયાન જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ આચરનાર લોકો માટે નવો કાયદો બનાવવા જઇ રહી છે.વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધયક 2023 પસાર કરવામાં આવશે. આ વિધાયકમાં પેપર લીક (Paper Leak) કાંડ અટકાવવા માટે કેટલાક કડક કાયદાની જોગવાઈ કરવામાં આવી છે.
આ આર્ટિકલ Gujarat Public Examination Act 2023 દ્વારા વધુ માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરેલ છે.
Gujarat Public Examination Act 2023
ગુજરાત સરકાર રાજ્ય વિધાનસભાના આગામી બજેટ સત્રમાં ગુજરાત જાહેર પરિક્ષા (ગેરરીટી અટકાવવા બાબત) વિધેયક (ધ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, 2023) નામનું એક બિલ રજૂ કરશે. આ બિલનો ડ્રાફ્ટ આજે સત્ર પૂર્વે ધારાસભ્યો વચ્ચે ફરતો કરવામાં આવ્યો હતો.
પેપર લીક થવાના કારણે ગત 29 જાન્યુઆરીના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. લાંબા ગાળે યોજાનારી આ પરીક્ષા પણ રદ થતા ઉમેદવારોમાં પણ ભારે આક્રોશ વ્યાપ્યો હતો. જેને લઈને ગુજરાત પંચાયત પસંદગી મંડળના ચેરમેન પણ બદલવામાં આવ્યા હતા. પરંતુ હવે પેપર ફોડનારાઓ સામે ગુજરાત સરકાર લાલ આંખ દેખાડી છે, જે માટે આગામી ફરી વાર પરીક્ષા યોજાય એ પહેલા સરકારે કડક કાયદો બનાવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સરકારે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023(Gujarat Public Examination Bill, 2023) તૈયાર કરી દીધુ છે.
પેપર લીકમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહીની જોગવાઈ આ બિલમાં છે. આ બિલમાં પરીક્ષાનું પેપર લીક કરનારને 1 કરોડ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષની જેલની જોગવાઈ છે. પરીક્ષામાં છેતરપિંડી કરવા બદલ, દોષિત વ્યક્તિ રૂ. 3 લાખ દંડ અને 1 વર્ષની જેલ. દોષિત ઉમેદવારને બે વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ બિલમાં દોષિત લોકોની સંપત્તિ જપ્ત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. પરીક્ષાનો સમગ્ર ખર્ચ અમુક કિસ્સાઓમાં વસૂલ કરવામાં આવશે. આ ગુનો બિનજામીનપાત્ર ગણાશે. પેપર લીકના ગુનાઓની તપાસ નિરીક્ષકના હોદ્દાથી નીચેના ન હોય તેવા પોલીસકર્મી દ્વારા અને પ્રાધાન્ય રૂપે ડીવાયએસપી દ્વારા કરવામાં આવશે..
Important Points Gujarat Public Examination Act 2023
Important Points Gujarat Public Examination Act 2023આર્ટિકલ: Gujarat Public Examination Act 2023
આર્ટિકલની: ભાષા ગુજરાતી અને English
રાજ્ય સરકાર: ગુજરાત સરકાર
આર્ટિકલનો હેતુ: ગુજરાત જાહેર પરિક્ષા (ગેરરીટી અટકાવવા બાબત) વિધેયક ની માહિતી પૂરી પાડવાનો હેતુ
Important Points Gujarat Public Examination Act 2023
ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 – ખરડામાં શું હશે જોગવાઈ ?
સરકારના પ્રવક્તા અને મંત્રી દ્વારા ઋષિકેશ પટેલ દ્વારા પેપરલીંક કેસ મુદ્દે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં વિધાનસભાની અંદર 3 થી 7 વર્ષની સજાવાળો કાયદો લાવવામાં આવશે. અને પેપર પ્રિન્ટીંગથી લઈ પેપર લીક કરનારા તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવશે. તેમજ વિધાનસભામાં પેપરલીંક મામલે વિધેયકનું ડ્રાફ્ટિંગ થઈ રહ્યું છે અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ખરડામાં શું હશે જોગવાઈ તે નીચે મુજબ છે:
- સાત થી દસ વર્ષની જેલની સજા તથા ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
- ગુનામાં દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત કરવામાં આવશે.
- દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો પોલીસ દ્વારા ફોજદારી કાર્યવાહી થશે.
- પેપરલીક કરનાર તેમજ તેમાં સંડોવાયેલ વ્યક્તિની સ્થાવર-જંગમ મિલકત જપ્ત થઈ શકશે.
- પરીક્ષા લેનાર એજન્સી-મંડળની કોઈ કર્મચારી વ્યક્તિ જવાબદાર હશે તો તેને મંડળમાંથી બાકાત કરાશે.
- પરીક્ષાને લગતો તમામ ખર્ચ જવાબદાર વ્યક્તિ પાસેથી વસૂલાશે.
- આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે.
- આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી નહીં થઈ શકે
પરીક્ષામાં ચોરી કરનારને પણ 3 વર્ષની સજા સાથે 1 લાખના દંડની જોગવાઈ થશે.
Gujarat Public Examination Act 2023 | પેપરલીક સામે ગુજરાતમાં કડક કાયદો Credit Video – News18 Gujarati Youtube Channel
Disclaimer
Gujarat Public Examination Act 2023 | પેપરલીક સામે ગુજરાતમાં કડક કાયદો અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે સરકારી પ્રવક્તા કે ગુજરાત સરકારની ઓફિશીયલ વેબસાઈટ પરથી મળી શકશે