-->

Join Group

Ad Unit (Iklan) BIG

વિટામીન B-12ની ઉણપથી ‘કંકાલ’ બની જાય શરીર:શાકાહારી છો તો ગભરાશો નહીં, વિટામિનની ઉણપને પૂરી કરવા માટે ડાયટમાં આ ફૂડ્સ સામેલ કરો

વિટામીન B-12ની ઉણપથી ‘કંકાલ’ બની જાય શરીર:શાકાહારી છો તો ગભરાશો નહીં, વિટામિનની ઉણપને પૂરી કરવા માટે ડાયટમાં આ ફૂડ્સ સામેલ કરો
4 મહિનો પહેલાલેખક: મરજિયા જાફર

વિટામિન B-12 એ શરીર માટે એક જરુરી પોષકતત્ત્વ છે, જે શરીરના નર્વસ સેલ્સને સ્વસ્થ રાખે છે. તે શરીરનાં લાલ રક્તકણો અને DNA બનાવવામાં મદદ કરે છે. વિટામિન B-12 શરીરમાં બનતું નથી, તેથી ખોરાક દ્વારા વિટામિન B-12 મેળવવું જરૂરી છે. આમ, ન કરવાથી શરીરમાં વિટામિન B-12ની ઉણપ આવી શકે છે. ચાલો જાણીએ જનરલ ફિઝિશિયન ડૉ. અનિલ તોમર પાસેથી કે શરીરમાં વિટામિન B-12ની ઉણપ કયા કારણે થાય છે?

દરરોજ કેટલા પ્રમાણમાં વિટામિન B-12ની જરૂર પડે છે?

ડૉ. તોમર કહે છે કે, આપણાં શરીરને દરરોજ લગભગ 2.4 mcg વિટામિન B-12ની જરૂર હોય છે. ખાસ કરીને જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય કે બળકોને બ્રેસ્ટફીડિંગ કરાવતી હોય તેમને તેની વધુ જરૂર હોય છે. ઉંમર પ્રમાણે બાળકોમાં વિટામિન B-12ની માત્રા અલગ-અલગ હોય છે.

વિટામિન B-12ની ઉણપનાં કારણે શું થાય છે?

શરીરમાં વિટામિન B-12ની ઉણપથી એનીમિયા જેવી ગંભીર બીમારીનો ખતરો વધી જાય છે. વિટામિન B-12ની ઉણપથી થાક લાગવો કે નબળાઈ લાગવી, ઉબકા આવવા, ઊલટી કે ઝાડા થવા, ભૂખ ન લાગવી, વજન ઘટવું, મોં કે જીભમાં દુખાવો થવો, ત્વચા પીળી પડી જવી, હાથ-પગમાં સુન્નતા આવવી, આંખોની રોશની ઓછી થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

વિટામિન B-12ની ઉણપ કેવી રીતે પૂરી કરવી?

દહીં અને ચીઝ જેવા દૂધ અને ડેરી ઉત્પાદનો પ્રોટીન અને વિટામિન B-12 સહિત ઘણાં વિટામિન્સ અને ખનિજો માટે સારા સ્રોત છે. એક કપ દૂધમાં 240 મિલી વિટામિન B-12 હોય છે, જે દૈનિક જરૂરિયાતનાં 46 ટકા છે. ચીઝ એ વિટામિન B-12નો સમૃદ્ધ સ્રોત પણ છે. વિટામિન B-12ની જરૂરિયાતનો લગભગ 28 ટકા હિસ્સો 22 ગ્રામ ચીઝમાં મળી રહે છે.

વિટામિન B-12ની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે

શાકાહારી છો તો ગભરાશો નહીં, વિટામિન B-12ની ઉણપને પૂરી કરવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ-
વિટામિન B-12 એ કોષો માટે જરુરી વિટામિન છે. તે જ્ઞાનતંતુઓ, રક્તકણો અને DNAને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એનિમલ પ્રોડક્ટ્સમાં આ વિટામિન હોય છે. માંસ, ઇંડા અને ડેરી ઉત્પાદનો સારા સ્રોત છે.

વિટામિન B-12 શા માટે મહત્વપૂર્ણ છે?

  • વિટામિન B-12ની ઉણપના કારણે લોહીની ઉણપ જેવા ગંભીર પરિણામો આવી શકે છે. શાકાહારીઓએ વિટામિન B-12 કેવી રીતે મેળવવું? તે વિશે વધુ વિચારવાની જરૂર છે. વિટામિન B-12નાં કેટલાક શાકાહારી સ્ત્રોત પણ છે, જેમાં દૂધ અને પનીર જેવા ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
  • 1 કપ ફુલ ક્રિમ દૂધમાં 1.2 માઈક્રોગ્રામ કે (ડીવી)નું 50%
  • ફૂલ ક્રિમવાળા દહીંના 8 ઔંસમાં 1.1 માઈક્રોગ્રામ કે (ડીવી)નું 46%
  • સ્વિસ ચીઝના 1 ઔંસમાં 0.9 માઈક્રોગ્રામ કે (ડીવી)નું 38%
  • નાસ્તાની સાથે દહીં, બપોરના ભોજનના રુપમાં દૂધ અને નાસ્તાના રુપમાં પનીરની અમુક સ્લાઈસ ખાવ.

ફોર્ટિફાઇડ ખાદ્ય ચીજવસ્તુઓ

વિટામિન B-12થી સમૃદ્ધ ખોરાક તેની દૈનિક જરુરિયાતને પૂર્ણ કરવામાં મદદ કરે છે. શાકાહારીઓ માટે આ વસ્તુ B-12નો સરળતાથી ઉપલબ્ધ સ્રોત છે. ફોર્ટિફાઇડ અનાજ નાસ્તાનો સારો વિકલ્પ છે. તેમાં 25% સુધી વિટામિન B-12 હોઈ શકે છે. જો કે, તે અલગ-અલગ બ્રાન્ડ્સમાં અલગ હોઈ શકે છે. ફોર્ટિફાઇડ ખાદ્ય પદાર્થો સામાન્ય રીતે શરીર માટે પચવામાં સરળ હોય છે જેનો અર્થ એ છે કે, તેનાથી શરીરને વિટામિન B-12 સરળતાથી મળી રહે છે.

વિટામિન B-12 શરીરને ખતરનાક રોગોથી બચાવવામાં મદદ કરે છે

ન્યૂટ્રિશન યીસ્ટ

અન્ય એક પોષણયુક્ત આહાર કે, જેમાં વિટામિન B-12 હોય છે, તે પોષણથી ભરપૂર યીસ્ટ છે. તે શાકાહારીઓની પ્રિય વસ્તુ છે. ઘણાં લોકો ખોરાકમાં ચીઝી ટેસ્ટ લાવવા માટે તેનો ઉપયોગ કરે છે. એક ચમચી ફોર્ટિફાઇડ ન્યુટ્રિશન યીસ્ટ 2.4msg વિટામિન B-12 પૂરું પાડે છે. શાકાહારીઓ ચટણી, મરી અથવા કરીમાં યીસ્ટ ઉમેરી શકે છે. હેલ્ધી નાસ્તા માટે પોપકોર્ન પર યીસ્ટ છાંટો.

શિટેક મશરૂમ્સ

અમુક મશરુમ્સ જેમ કે શિટેકમાં વિટામિન B-12 હોય છે. જો કે, તેમાં વિટામિનનું સ્તર ઓછું હોય છે. વિટામિન B-12ની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, 50 ગ્રામ સૂકા શિટેક મશરૂમ્સ ખાવાની જરૂર પડશે.

દરરોજ એક બેઠકમાં આટલા બધા મશરૂમ ખાવા કોઈ ઈચ્છશે નહીં. આવી સ્થિતિમાં, B-12ના સ્ત્રોતવાળી ડાયટમાં ફેરફાર કરવો શ્રેષ્ઠ છે. જેઓ મશરૂમ્સ પસંદ કરે છે તેમના માટે આ એક સારો વિકલ્પ છે. B-12 બૂસ્ટરમાં સ્વાદિષ્ટ લંચ અથવા ડિનર માટે B-12 સમૃદ્ધ શિટેક મશરૂમ્સ સામેલ હોઈ શકે છે. વર્ષ 2017-18માં NCBI અભ્યાસની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, આપણા દેશની વસ્તીનાં 62% સગર્ભા સ્ત્રીઓ, 25-86% બાળકો, 21-41% કિશોરો, 11-90% વૃદ્ધોમાં આ વિટામિનની ઉણપ હતી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો 


અનાજ કે, જે વિટામિન B-12ની ઉણપ પૂરી કરે છે

શાકાહારીઓએ હંમેશા વિટામિન B-12ના સેવન પ્રત્યે સાવચેત રહેવું જોઈએ. આ એક એવું વિટામીન છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે અને જે લોકો માંસાહાર નથી કરતાં તેમને તેની ઉણપ થઈ શકે છે. તમે ડેરી ઉત્પાદનોમાંથી વિટામિન B-12 પણ મેળવી શકો છો. કેટલાક કિસ્સાઓમાં, મશરૂમ્સ, છાલવાળા કઠોળ B-12 ની જરૂરિયાત પૂરી કરી શકે છે.

ડિસ્કલેમર: આ લેખ ફક્ત સામાન્ય માહિતી પૂરી પાડે છે, તે કોઈપણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.



Related Posts

Subscribe Our Newsletter