-->

Join Group

Ad Unit (Iklan) BIG

Mouth ulcer: મોઢામા ચાંદા પડયા હોય તો કરો આ ઉપાય, મળશે રાહત

Mouth ulcer: ઘણી વખત આપણે મોઢામા કે જીભમાં ચાંદિ પડતી હોય છે, જે હોય છે ટૂંકા સમય માટે જ પણ એટલા દિવસ ખાવા-પીવામા તકલીફ પડે છે. આવા સંજોગોમા સામાન્ય રીતે લોકો ચાંદિ પર જેલ ટયુબ લગાવતા હોય છે. અહિં મોઢાના ચાંદા મટાડવા ઘરગથ્થુ ઉપચાર આપેલા છે જે કારગત નીવડશે.

લોકો ઘણીવાર મોઢામા પડતા ચાંદાથી પરેશાન હોય છે. આ બીમારીના ઘણા કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે એલર્જી, હોર્મોન્સમાં ફેરફાર, પેટમાં ચેપને કારણે આવુ થઈ શકે છે. આટલું જ નહીં, દાંતથી મોઢાની અંદર ઉઝરડા કે કોઈ કારણસર માત્ર ગાલ કપાવાથી પણ મોઢામાં ફોલ્લા પડી જાય છે. કેટલાક ઘરગથ્થુ ઉપાયોની મદદથી આ સમસ્યા મા રાહત મેળવી શકાય છે.

Mouth ulcer મોઢાના ચાંદાથી થતી તકલીફો

મોઢામાં ચાંદા પડવાને કારણે રોજીંદા જીવનમા ખાવા-પીવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. આ મોટે ભાગે ગાલની અંદર હોય છે. આ ફોલ્લાને તબીબી ભાષામાં (Canker sore) પણ કહે છે. આ ફોલ્લાઓ ક્યારેક જીવન મુશ્કેલ બનાવે છે. જો કે આ મોટે ભાગે થોડા દિવસો માટે હોય છે, પરંતુ તેમ છતાં ઘણી મુશ્કેલી આપે છે. જો અલ્સર સાથે તાવ હોય તો સાજા થવામાં 3 અઠવાડિયા જેટલો સમય પણ લાગી શકે છે. પરંતુ જો તમને ખોરાક ગળવામાં તકલીફ થતી હોય કે વધુ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લઈ યોગ્ય સારવાર કરાવવી જોઇએ.

મોઢાના ચાંદા માટે ઘરગથ્થુ ઉપચાર

તુલસીના પાન

તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તે સરળતાથી ઉપલબ્ધ પણ છે. તુલસી ના પાન ખૂબ જ ફાયદાકારક છે, તે પર્યાવરણ સિવાય આપણા શરીર ને પણ ઘણા ફાયદા થાય છે. તેનાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. તુલસીમાં એન્ટી-ઓક્સીડેન્ટ તત્વો જોવા મળે છે, તેથી દિવસમાં બે વાર તુલસીના પાંચ પાન ખાવાથી મોઢા ના ચાંદા મટે છે.

ખસખસ

ખસખસ ના પણ ઘણા ફાયદા રહેલા છે. સવારે ખાલી પેટ એક ચમચી ખસખસ ગરમ પાણી સાથે લેવાથી પણ મોઢા ના ચાંદા મા રાહત મળે છે અને જલ્દી આરામ મળે છે.

નાળિયેર તેલ

નાળિયેર તેલ પણ મોઢા ના ચાંદા મા ફાયદાકારક છે. તેનાથી મોઢાની ચાંદિ દૂર કરી શકાય છે. નાળિયેર તેલને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી તે પેટને ઠંડુ રાખે છે અને મોઢા ના ચાંદા મટાડે છે.

મુડેઠી

મુડેઠી (Liquorice) માં જોવા મળતા બળતરા વિરોધી ગુણો ને લીધે મોઢાના ચાંદામાં રાહત આપે છે. મુડેઠી ને પીસીને તેમાં એક નાની ચમચી મધ મિક્સ કરીને મોઢા ના ચાંદા પર લગાવવાથી ઘણો ફાયદો થશે.

હળદર

હળદર એ ઘરે સરળતાથી ઉપલબ્ધ હોય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. હળદરમાં પાણી મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરો અને તેને મોઢા ના ચાંદા પર લગાવો અને 10 મિનિટ પછી પાણીથી ધોઈ નાખવુ.
Mouth ulcer

Mouth ulcer

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. અમો તેની પુષ્ટિ કરતા નથી.)

Related Posts

Subscribe Our Newsletter