જો તમારું આધાર કાર્ડ ફાટી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય કે ખોવાઇ ગયું હોય તો તમે ATM કાર્ડ જેવું પ્લાસ્ટિકનું (PVC) આધાર કાર્ડનો ઓર્ડર કરી શકો છો.
PVC આધાર કાર્ડનો ઓનલાઈન ઑર્ડર કેવી રીતે કરવો?
- PVC આધારકાર્ડ નો ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે :સૌપ્રથમ UIDAI ની ઓફિસિયલ વેબસાઇટ જાઓ અથવા અહી ક્લિક કરો
- ત્યારબાદ, ‘ઓર્ડર આધાર પીવીસી કાર્ડ’ પર ક્લિક કરો
- પછી, તમારો 12 અંકનો આધાર નંબર અથવા 28 અંકનો નોંધણી ID દાખલ કરો.
- હવે અહીં તમે સિક્યોરિટી કોડ દાખલ કરો અને પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
- જો તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ના હોય તો ‘My Mobile Number in not Registered‘ પર ક્લિક કરવાનું રહેશે. (આ પછી તમારા વૈકલ્પિક મોબાઇલ નંબર પર OTP આવશે જે તમારે આગળ દાખલ કરવાની જરૂર છે.)
- Terms and Conditions પર ક્લિક કરો.
- આગળ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
- બધી વિગતો ચકાસ્યા પછી Make Payment વિકલ્પ પર ક્લિક કરો.
- આ પછી, UPI, કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ૫૦/- રૂપિયા ફી ચુકવણી કરો.
- બસ! આટલું કર્યા બાદ, લગભગ ૧૫ દિવસમાં તમારું PVC આધાર કાર્ડ ઘરે આવી જશે.
PVC આધારકાર્ડ ના ઓર્ડરનું Status કઈ રીતે ચેક કરવું?
- તમે કરેલ ઓર્ડર થઈ ગયો છે કે નહિ, તે ઓર્ડરનું Status ચેક કરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો: સૌથી પહેલા તમે અહીં કલીક કરો
- ત્યારબાદ, SRN નંબર અને સિક્યોરિટી કોડ દાખલ કરો.
- આગળ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
- પછી તમારા આધાર ઓર્ડરની સ્થિતિ બતાવશે.
અગત્યની લીંક
Important website | Click here |
Home page | Click here |
Join our whatsapp Group | click here |