-->

Join Group

Ad Unit (Iklan) BIG

ઉનાળામાં દહીં ખાવા નાંં ફાયદા, શરીરને થશે આ 4 જોરદાર લાભ

દહીં ખાવાના ફાયદા: દહીં ભારતીય રસોડાનું એક મહત્વપૂર્ણ ભાગ છે. એક થયેલા સંશોધન અનુસાર દહીં મા રહેલા તત્વો શરીરને ઘણા પ્રકારે ફાયદો કરે છે. દહીંની અંદર પ્રોબાયોટિક ફૂડ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આમ કેલ્શિયમની ઉપસ્થિતિ દાંત અને હાડકાઓને મજબૂત કરવામાં ખૂબ મદદ કરે છે.

Curd Health Benefits : ઉનાળો આવતા જ એવી વસ્તુઓ ખાવાની ઈચ્છા વધારે થાય છે જે શરીરને ગરમીથી બચાવે અને ઠંડક આપે. આ સીઝનમાં લોકો તેમના આહારમાં ઠંડી વસ્તુઓનો સમાવેશ વધારે કરે છે. આવી જ એક વસ્તુ છે દહીં. જો ઉનાળામાં નિયમિત રીતે દહીંનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીર ઠંડક મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ દહીંથી થતા લાભ વિશે.



કેલ્શિયમ ઉપરાંત દહીંમાં બીજા ઘણા એવા વિટામિન અને પોષક તત્વો રહેલા છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. દહીં પાચન ક્રિયા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તો ચાલો જોઇલો દહીં ખાવાના ફાયદાઓ વિશે.

દહીંથી મળતાં પોષક તત્વો

દહીંના પોષક તત્વોની વાત કરીએ તો તેમાંથી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેલેનિયમ, વિટામિન સી, વિટામિન બી6, વિટામિન એ, વિટામિન કે, ફેટી એસિડ સહતના તત્વો શરીરને મળે છે.

દહીંથી થતા ફાયદા વિશે જાણો મહત્વની વાતો :

૧) પાચન શક્તિ વધે: દહીં ખાવાથી આપણી પાચનશક્તિ વધે છે. આથી દરરોજ દહીં ખાવાથી જે લોકોને ભૂખ ન લાગતી હોય તેને માટે ખૂબ લાભકારી છે. દહીં ખાવાથી તેમને ભૂખ લાગે છે. 

૨) મોંમાંથી દુર્ગંધ ને દુર કરે: જે લોકો દરરોજ પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે તે.ના મોંમાંથી ક્યારેય દુર્ગંધ આવતી નથી અને તેના દાંત માં કોઈપણ પ્રકારની જીવાત ની તકલીફ રહેતી નથી.

૩) ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને:- જો દરરોજ દહીં ખાવામાં આવે તો તેનાથી આપણી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે અને આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં ખૂબ જ વધારો થાય છે. 

૪)શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે: એવું સાબિત થયું છે કે જે લોકો પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે તેમનું શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં ખૂબ જ લાભકારી છે.

૫) આંતરડા અને પેટ ને લગતી બીમારી માં રાહત: દહીં નું નિયમિત સેવન કરવામાં આવે તો આંતરડાના રોગો અને પેટને સંબંધિત ઘણી બીમારીઓ થતી નથી.

 ૬) હાડકા મજબુત કરે: દહીની અંદર કેલ્શિયમ વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે. આથી આપણા શરીરમાં હાડકાંનો વિકાસ સારો થાય છે.

૭) સાંધાના દુખાવામાં લાભ: દહીંમાં ચપટી હિંગ નાખીને ખાવામાં આવે તો સાંધાના દુખાવામાં લાભ થાય છે કારણ કે દહીં સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. 

૮) વજન વધારવા: ખૂબ પાતરા માણસોને દહીંની અંદર કિસમિસ બદામ વગેરે નાખી આપવામાં આવે તો તેનું વજન વધવા લાગે છે.

૯) દાંત આવવામાં તકલીફ : નાના બાળકોને દાંત આવે ત્યારે જ દહીની અંદર થોડું મધ નાખી અને મિક્સ કરીને જો બાળકોને ચટાડવામાં આવે તો દાંત આવવામાં તકલીફ ઓછી થાય છે અને દાંત સહેલાઈથી નીકળી જાય છે.

 ૧૦) રાત્રે ઊંઘ ન આવવી: જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય તો દહીં સેવન કરે તો તે ખૂબ ફાયદાકારક છે.

૧૧) મગજ માટે: આપણા મગજ માટે દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામીન બી૧૨ ઘણું વધારે હોય છે.

૧૨) એન્ટીબાયોટિક દવાઓના સેવનથી થતા દુષ્પ્રભાવથી બચવા માટે દહીં નું સેવન કરવાનું ડોક્ટર પણ સલાહ આપે છે.

૧૩)તણાવ માટે: દહીં ખાવાનું સીધો સંબંધ મસ્તિષ્ક સાથે છે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જે લોકો દહીંનું સેવન કરે છે તેમને તણાવની ફરિયાદ ઘણી ઓછી હોય છે. 

૧૪) શક્તિ માટે: જો તમે પોતાને ખૂબ જ થાકેલા અનુભવ કરતા હોય તો દરરોજ દહીંનું સેવન કરો. તેનાથી તમારા શરીરમાં શક્તિનું નિર્માણ થશે.

૧૫) ચહેરા માટે: જ્યાંર ચામડી સુકાયેલી અને કાળી લાગે, ચહેરા પર ખીલ ડાઘ કાઢવાની વધી જાય અને ચહેરો ભયાનક લાગે ત્યારે દહીંની માલિશ કરવી અને પાંચ મિનિટ બાદ ચહેરાને ધોઈ નાખવો. જેથી ચહેરા પર અને નિખાર દેખાશે. 

૧૬) ચહેરાને સાફ કરવા: દહીની અંદર બેસન મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. આમ કરવાથી ચહેરાનો રંગ સાફ થઈ જાય છે.

૧૭) બળતરા દુર કરે: દહીંના ખાટા પાણીથી માલિશ કરવાથી હાથ-પગમાં થતી બળતરા શાંત થઈ જાય છે. 

૧૮) ભાંગ નો નશો ઉતારવા: તાજુ દહીં ખાવાથી ભાંગ નો નશો થોડીજ વાર માં ઉતરી જાય છે.

અગત્યની લિંક ::
હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો

દહિંં ખાવાનાંં ફાયદા જાણો

1. જો ઉનાળામાં દહીંનું નિયમિત સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે. દહીંની અંદર જે ગુડ બેક્ટેરિયા હોય છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.

2. ઉનાળામાં નિયમિત દહીં ખાવાથી હાડકાં મજબૂત બને છે. દહીંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાંની સાથે દાંતને પણ સ્વસ્થ બનાવે છે.

3. વજન ઘટાડવામાં દહીં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. દહીંમાં ભરપુર પ્રમાણમાં હોય છે. સાથે જ તેની અંદર હેલ્ધી ફેટ્સ પણ હોય છે. જો તમે ઉનાળામાં નિયમિતપણે દહીંનું સેવન કરો છો, તો વજન ઘટાડવાની સાથે, હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

4. જો ઉનાળામાં દહીંનું નિયમિત સેવન કરવામાં આવે તો પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. દહીંમાં જે ગુડ બેક્ટેરિયા હોય છે તે પાચન સુધારે છે. આવી સ્થિતિમાં એક વાટકી દહીંનું સેવન પેટના રોગોને દૂર કરવામાં ઉપયોગી છે.

Related Posts

Subscribe Our Newsletter