અહિયાંથી પૂરું થાય છે ભારતીય રેલ લાઈન |
અહિયાંથી પૂરું થાય છે ભારતીય રેલ લાઈન
પોસ્ટનું નામ | Railway Knowledge |
પોસ્ટ કેટેગરી | જાણવા જેવું |
માહિતી સોંર્સ | વિવિધ સમાચાર |
ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે, કારણ કે દરરોજ કરોડો લોકો તેમના ગામો, ઘરો, શહેરો અને ઓફિસો સુધી પહોંચવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે . દેશમાં રેલ્વેનું વિશાળ નેટવર્ક છે અને લગભગ 8 હજાર રેલ્વે સ્ટેશન છે. દરેક રાજ્યમાં તેમની સંખ્યા હજારોમાં છે, પરંતુ ભારતમાં એક રાજ્ય એવું છે જ્યાં એક જ રેલવે સ્ટેશન છે. Railway Knowledge આ ખૂબ જ આશ્ચર્યજનક છે, Railway Knowledge પરંતુ યોગાનુયોગ સાચું છે. ચાલો જાણીએ કે,
આ કયું રાજ્ય છે જ્યાં 11 લાખની વસ્તી માટે એક જ રેલવે સ્ટેશન છે.
આખા રાજ્યમાં માત્ર 1 જ રેલવે સ્ટેશન
મિઝોરમ ભારતના ઉત્તરપૂર્વમાં એક એવું રાજ્ય છે કે, જ્યાં માત્ર 1 રેલવે સ્ટેશન છે. મિઝોરમના બઈરાબી રેલ્વે સ્ટેશન પર આવ્યા બાદ ભારતીય રેલ્વેની યાત્રાનો અંત આવે છે. આ સ્ટેશન પરથી પેસેન્જર ટ્રેનો ઉપરાંત માલસામાનની પણ હેરફેર થાય છે.
બઈરાબી રેલ સ્ટેશનની વિચિત્ર કહાણી
મિઝોરમ સ્થિત બઈરાબી રેલ્વે સ્ટેશન રાજ્યનું એકમાત્ર સ્ટેશન છે અને તેનાથી આગળ કોઈ અન્ય રેલ્વે સ્ટેશન નથી. 11 લાખની વસ્તી ધરાવતા રાજ્યમાં એક જ રેલવે સ્ટેશન હોય તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે. અન્ય રેલવે સ્ટેશન ન હોવાને કારણે રાજ્યના તમામ લોકો મુસાફરી કરવા માટે આ રેલવે સ્ટેશને પહોંચે છે.Railway Knowledge બૈરાબી રેલ્વે સ્ટેશન
બૈરાબી રેલ્વે સ્ટેશન મિઝોરમના કોલાસિબ જિલ્લામાં આવેલા બૈરાબી શહેરમાં સેવા આપે છે. તેનો કોડ BHRB છે. સ્ટેશનમાં 3 પ્લેટફોર્મ છે. બૈરાબી એ મિઝોરમના રેલમાર્ગોમાંથી એક છે અને બ્રોડગેજ લાઇન સાથે જોડાયેલ છે. કટાખાલ જંકશનથી બૈરાબી સુધીની 84.25 કિમીની બ્રોડગેજ રેલ્વે લાઇન 21 માર્ચ 2016ના રોજ પૂર્ણ થઈ હતી.ભારતના પૂર્વ છેડે આવેલું મિઝોરમ એક એવું રાજ્ય છે, જ્યાં માત્ર એક જ રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશનનું નામ બૈરાબી રેલવે સ્ટેશન છે. તેની બાજુમાં કોઈ રેલ્વે સ્ટેશન નથી. અહીંથી મુસાફરો ઉપરાંત સામાનની પણ હેરફેર થાય છે.