Talati Exam2023: તલાટીની 3437 જગ્યાઓ માટે 7 મે એ યોજાશે પરીક્ષા
Talati Exam 2023: તલાટી પરીક્ષા2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતી ની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા 2023 તા. 7-5-2023 ના રોજ
લેવામા આવશે. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તલાટી ભરતી માટે 3437 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ચાલી રહિ છે. ત્યારે તંત્ર દ્વાર આ અંગે તમામ તૈયારીઓ કરવામા આવી છે.
Talati Exam 2023
પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતીમાટેની પરીક્ષા (Talati cum Mantri Exam 2023) માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા. જે પૈકીના8,64,400 ઉમેદવારો એ આ પરીક્ષા આપવા માટે માંગવામા આવેલુ કન્ફર્મેશન આપ્યુ હતુ. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં આ પરીક્ષા માટેના સેંટર ફાળવવામાં આવેલા છે. જેમા કુલ 2694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં Talati Exam 2023 યોજાનાર છે.
તલાટી પરીક્ષા તૈયારીઓ રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 7 મી મે, 2023ના રોજ તલાટી ભરતી પરીક્ષા લેવામાં આવનાર છે.
આ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા પુરી તૈયારીઓ કરવામા આવી છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉપરાંત ઉમેદવાઓનેે નજીક ના જિલ્લામા પરીક્ષા આપવા જવામા કોઇ હાલાકી ન પડે તે માટે પુરતી તકેદારી રાખવામા આવી છે. જેમા પરીક્ષા માટે
વધુ એસ.ટી. બસના રૂટ મૂકવામા આવ્યા છે. ઉપરાંત જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામા આવ્યા છે.
Advisory for Candidates | Click here |
District Level Helpline No | Click here |
Special train for Talati exam | Click here |