બી.એ.ના અભ્યાસક્રમ સાથે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટર C(સી.આઇ.સી.) કોર્સ કરજો. ત્યાર પછી BCA કરી શકો અને MCA પણ થઇ શકો સરળતા રહેશે.
આર્ટસના વિષયો હોય તો કયાં ફોર્મ ભરવાના?
હોટલ મેનેજમેન્ટનો બેચલર ડિગી કોર્સ ગુજરાતમાં અને ગુજરાત બહાર છે. બધે એડમિશન મળશે.બી.એ.કરવું હોય તો અંગ્રેજી, ઇકોનોમિકસ જેવા વિષયમાં કરવું સારૂ.
પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી.નું ફોર્મ ભરવાનું.
ચિત્ર આવડતું હોય તો આર્ટ ટીચર ડિપ્લોમાંનું ફોર્મ ભરવું.
બેચલર ઓફ પરફોર્મિગ આર્ટસમાં ડાન્સ, ડ્રામા અને મ્યુઝિકના કોર્સ છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીના ફાઉન્ડેશન કોર્સ પણ કરી શકો. કોસ્ટ એકાઉન્ટન્ટનો કોર્સ પણ કરાય.
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના CIC કોર્સનું ફોર્મ ભરવું.
- BSW/BPE નું ફોર્મ ભરવું
- BABED ઇન્ટીગ્રેટેડનું ફોર્મ ભરવું.
- BALLB ઈન્ટીગ્રેટેડનું ફોર્મ ભરવું.
- Gujarat Board 12th result 2022 - ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ કરી શકાય છે? Courses after 12th Artsઆર્ટસના વિષયો હોય તો કયાં કોર્સ 12 Arts Students
- હોટલ મેનેજમેન્ટનો બેચલર ડિગી કોર્સ ગુજરાતમાં અને ગુજરાત બહાર છે. બધે એડમિશન મળશે.
- બી.એ.કરવું હોય તો અંગ્રેજી, ઇકોનોમિકસ જેવા વિષયમાં કરવું સારૂ.
- પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી.
- ચિત્ર આવડતું હોય તો આર્ટ ટીચર ડિપ્લોમાંનું
- બેચલર ઓફ પરફોર્મિગ આર્ટસમાં ડાન્સ, ડ્રામા અને મ્યુઝિકના કોર્સ છે.
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીના ફાઉન્ડેશન કોર્સ પણ કરી શકો. કોસ્ટ એકાઉન્ટન્ટનો કોર્સ
Career in commerce: 12 કોમર્સ બાદ વિદ્યાર્થીઓ માટેના બેસ્ટ કરિયર કોર્સ વિશે
આ કોર્સની હાલ ખુબ વધારે માંગ છે, કોમર્સ ફિલ્ડ સાથે જોડાયેલો આ કોર્સ ખુબ જૂનો અને જરૂરી છે, કોમર્સ વિભાગમાંથી ધોરણ 12 પાસ કર્યા બાદ આગળ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનના અલગ અલગ વિષયોમાં અભ્યાસ કરી પોતાની ઉજ્જવલ કારકિર્દી બનાવી શકો છો.Career after 12 commerce: કોમર્સ વિભાગમાંથી ધોરણ 12પાસ કર્યા બાદ આગળ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનના અલગ અલગ વિષયોમાં અભ્યાસ કરી પોતાની ઉજ્જવલ કારકિર્દી બનાવી શકો છો. (Commerce course) હાલ કોમર્સ વિભાગમાં ઘણા બધા સારા વિકલપો રહેલા છે. કોમર્સ ફિલ્ડમાં ઘણા બધા વિષયો છે, જેનો અભ્યાસ કર્યા બાદ વ્યક્તિ સારા પૈસા અને નામ કમાઈ શકે છે, આ કોર્સની વિદેશોમાં પણ ભારે માંગ રહેલી છે, જેથી વિદેશમાં સેટલ થવાની તક પણ મળી શકે છે. (Best commerce course after 12)
કંપની સેક્રેટરી, CS
કોમર્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ 12 પાસ કર્યા પછી કંપની સેક્રેટરીનો અભ્યાસ કરી શકે છે. જો વિદ્યાર્થીના 12 માં ધોરણમાં 50% થી વધારે માર્ક્સ આવ્યા હોય તો, CS કોર્સ કરી શકે છે, આ કોર્સ કર્યા બાદ ઉમેદવાર મોટી મલ્ટી નેશનલ ફર્મમાં જોડાઈ શકે છે, આ એક હાઈ પ્રોફાઈલ જોબ છે, જ્યાં ઉંચા હોદ્દા સાથે સારો પગાર મળી રહે છે, આ કોર્સ બાદ ફક્ત નોકરી જ નહી, બિઝનેસ પણ કરી શકાય છે.કોમર્સ વિદ્યાર્થી 12 પાસ બાદ એકાઉન્ટીંગનો અભ્યાસ કરી શકે છે, આ કોર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી શકાય છે. દેશના ઘણા ટોપ ઇન્સ્ટિટ્યૂટ્સમાં આ વિષયનો અભ્યાસ સામેલ કરવામાં આવ્યો છે, કોર્સનો સમય ગાળો 3 વર્ષનો છે, અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે વધુ 2 વર્ષ અભ્યાસ કરવો પડે છે, આ ફિલ્ડમાં પ્રોમશનની શક્યતા ખુબ જ વધારે રહેલી છે.
BBA LLB
જે વિદ્યાર્થીઓ 12 ધોરણમાં કોમર્સ વિષય છે તેઓ, બીબીએ એલએલબી(BBA LLB) એટલે, બૅચલર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બૅચલર્સ ઓફ લેજીસ્લેટીવ લૉ ઑનર્સમાં એડમિશન લઇ શકે છે, આ વિષયમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીના ધોરણ 12માં 50%થી વધુ માર્ક્સ હોવા જરૂરી છે, પ્રવેશ મેળવવા રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા CLATનું આયોજન કરવામાં આવે છે, આ પરીક્ષા ઉત્તિર્ણ કર્યા બાદ જ દેશની સારી સંસ્થામાં મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.BBA BMS
કોમર્સ સ્ટ્રીમમાં બૅચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ મૅનેજમેન્ટ સ્ટડીઝ બંને મહત્વના કોર્સ છે. જે વિદ્યાર્થીઓએ 12માં 50%થી વધુ ગુણ મેળવ્યા હોય, તેઓ આ સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે. તેમજ અન્ય કોર્સના વિદ્યાર્થીઓ પણ આ વિષયમાં સ્નાતક કરી શકે છે, પણ કોમર્સના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આવામાં આવશે. આ કોર્સ બાદ સારો પગાર ધરાવતી નોકરીઓ મળી શકે છે, આ કોર્સમાં ડિપ્લોમા કરીને પોતાના કરિયરને નવી દિશા આપી શકો છો.ડિપ્લોમા ઈન મૅનેજમેન્ટ કોર્સ
આ એક વર્ષિય ડિપ્લોમા કોર્સ છે, 12 પાસ વિદ્યાર્થીઓ આ કોર્સમાં એડમિશન લઇ શકે છે, આ કોર્સ કર્યા બાદ તમે કોઈ સારી બિઝનેશ ફર્મમાં જોડાઈ શકો છો. જેમાં પગાર દર સારો હશે અને અભ્યાસનો ખર્ચ ગ્રેજ્યુએશન કરતા ઓછો રહેશે.ડિપ્લોમા ઈન ટેલી RP
કોમર્સ ફિલ્ડ સાથે જોડાયેલો આ કોર્સ ખુબ જૂનો અને જરૂરી છે. એકાઉન્ટન્ટ અથવા ફાઇનાન્સ સાથે જોડાયેલા તમામ વિભાગમાં ટેલી શીખેલા વ્યક્તિઓની હમેશા માંગ રહેલી છે.ડિપ્લોમા ઈન ઇ- કોમર્સ
આ કોર્સ કોમર્સના વિદ્યાર્થીઓ માટે નવી ફિલ્ડ છે, આ કોર્સમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન-ઓફલાઈન સેલિંગની વિશેષતા વિશે શીખવાડવામાં આવે છે.ડિપ્લોમા ઈન બેન્કિંગ
બેન્કિંગ સેક્ટરનો ઘણો જૂનો કોર્સ છે, કોમર્સ સ્ટુડન્ટ્સ દેશની ઘણી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી આ કોર્સ કરી શકે છે, જેમાં વિદ્યાર્થીઓને બેન્કિંગના ફાઇનસ સંબંધિત વિષયો, ડેબિટ-ક્રેડિટ, વિદેશ મુદ્રા વગેરે વિશે ભણાવાય છેડિપ્લોમા ઈન રિટેલ મેનેજમેન્ટ
આ કોર્સની માંગ હાલ ખુબ વધારે છે, જેમાં વિદ્યાર્થીઓને ડિપાર્ટમેન્ટલ સ્ટોર, મોલ, એજેંસી ફ્રેન્ચાઇઝી વગેરે જણાવવામાં આવે છે. 12 બાદ કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે.ધોરણ 12 સાયન્સ પછી શું કરવું?આ છે ટોપ કોર્સ
સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સ પાસ કર્યા પછી યુવાનો B.Tech, MBBS, B.Sc જેવા કોર્સ કરે છે. પરંતુ આનાથી આગળ પણ એવા ઘણા કોર્સ છે જે યુવાનો માટે એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. તમે ધોરણ 12 સાયન્સ પાસ કર્યું છે અથવા બોર્ડની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છો તો નક્કી છે કે તમે B.Tech, MBBS, B.Sc વગેરે પરંપરાગત અને સ્થિર અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવાનું જ વિચાર્યું હશે. આજે અમે તમને 6 એવા કોર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમાં એડમિશન લઈને તમે તમારી કિસ્મત બદલી શકો છો.
આમાં કેટલાક નવા-કેટલાક જૂના પરંતુ ટ્રેન્ડિંગ કોર્સમાં નોકરીઓ તો મળે જ છે, સાથે જ સફળતાના નવા દરવાજા પણ ખુલે છે. આમાં કેટલાક ડિગ્રી અને કેટલાક ડિપ્લોમા કોર્સ પણ સામેલ છે. કોઈપણ વિદ્યાર્થી તેની જરૂરિયાત, પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્સ કરવાનો નિર્ણય લઈ શકે છે.
ધોરણ 12 પછી શું કરવું માર્ગદર્શન વિડીયો
આમાં કેટલાક નવા-કેટલાક જૂના પરંતુ ટ્રેન્ડિંગ કોર્સમાં નોકરીઓ તો મળે જ છે, સાથે જ સફળતાના નવા દરવાજા પણ ખુલે છે. આમાં કેટલાક ડિગ્રી અને કેટલાક ડિપ્લોમા કોર્સ પણ સામેલ છે. કોઈપણ વિદ્યાર્થી તેની જરૂરિયાત, પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્સ કરવાનો નિર્ણય લઈ શકે છે.
બીસીએ (BCA)
ત્રણ વર્ષનો કોર્સ તમારા ભવિષ્યના દરવાજા ખોલવામાં ખૂબ જ અસરકારક છે. તમારે આ કોર્સની શોધમાં ભટકવાની જરૂર નથી. તે મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. ભણવા-વાંચવાની સાથે સાથે જો આગળ વધવાની ઈચ્છા હોય તો કોર્સ પૂરો થતાં જ તમને નોકરી મળી જશે. આગળ એમસીએનો વિકલ્પ પણ છે. આજકાલ બીસીએ/એમસીએ ઇન્ટીગ્રેટેડ કોર્સ પણ ઉપલબ્ધ છે, જે ચાર વર્ષમાં પૂર્ણ થઈ જાય છે.ફિલ્મ મેકિંગ અને વીડિયો પ્રોડક્શન
આ કોર્સ માટે ડિગ્રી અને ડિપ્લોમા બંને ઉપલબ્ધ છે. ડિગ્રી ત્રણ વર્ષમાં અને ડિપ્લોમા બે વર્ષમાં પૂર્ણ થશે. પરંતુ એનિમેશનની જેમ અહીં પણ રોજગાર માટે ચારેય બાજુ નવા દરવાજા ખુલે છે. તમે તમારું કામ ફ્રીલાન્સ રીતે પણ કરી શકો છો. જો ક્રિએટિવિટી એક વખત બજારમાં હિટ થઈ ગઈ તો સફળતા તમારા પગ ચૂમશે. પૈસા, સન્માનની સાથે જ નેશનલ, ઇન્ટર નેશનલ એક્સપોઝર પણ મળી શકે છે. આ કોર્સ તમારી શીખવાની ક્ષમતા પર આધારિત છે.CA (CA Course)
સામાન્ય લોકોમાં એક ગેરસમજ છે કે CA બનવા માટે કોમર્સ ફરજિયાત છે, પરંતુ એવું બિલકુલ નથી. સાયન્સવાળા પણ જો રસ ધરાવતા હોય તો CA બની શકે છે. તમે મહેનત કરી લીધી તો લગભગ પાંચ વર્ષમાં તમે આ કોર્સ પૂરો કરી લેશો. જો તમે ઇચ્છો તો કોર્સ પૂરો થયા પહેલા જ પૈસા આવવા લાગે છે. કોર્સ પૂરો થયા પછી તમે નોકરી કરો છો કે તમારી પોતાની પ્રેક્ટિસ કરો છો તે તમારા પર નિર્ભર છે.બીફાર્મ (B. Pharmacy)
ચાર વર્ષનો કોર્સ પણ આજકાલ ટ્રેન્ડિંગમાં છે. પ્રાઈવેટ કોલેજો પણ એડમિશનના નામે અનેક વખત ડોનેશન લઈ રહી છે. રોગો વધી રહ્યા છે, દર્દીઓ વધી રહ્યા છે. દવાની દુકાનો વધી રહી છે. ફેક્ટરીઓ વધી રહી છે અને દરેક જગ્યાએ ફાર્માસી કરેલા યુવાનોની જરૂર પડી રહી છે. જો તમારે 4 વર્ષનો કોર્સ ન કરવો હોય તો ડિપ્લોમા પણ ઉપલબ્ધ છે. પોલિટેકનિકથી લઈને અનેક સંસ્થાઓમાં ડિપ્લોમાં ઇન ફાર્મસી ઉપલબ્ધ છે.ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી
આ કોર્સ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગની સમકક્ષ છે. કોર્સમાં થોડો તફાવત છે, પરંતુ જો અભ્યાસ કરવાની ઈચ્છા હોય તો કોઈપણ યુવક આ કોર્સ દ્વારા પોતાનું ભવિષ્ય સુધારી શકે છે. સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ સરળતાથી મળી જાય છે. આગળ ભણવાની પરિસ્થિતિ હોય તો પણ સંભાવનાઓ છે. એટલા માટે માત્ર બે વર્ષનો ઇન્ટરનો અભ્યાસ કર્યા પછી નોકરીની ગેરંટી કોઈ કોર્સમાં નથી મળતી.B.Sc નર્સિંગ
આ એક એવો કોર્સ છે જેમાં હજુ વધારે ભીડ નથી પરંતુ કોર્સ પૂરો થયા પહેલા જ નોકરી મળી જાય છે. કોર્સનું નામ સાંભળીને લોકોને લાગે છે કે તેમને નર્સની નોકરી મળી જશે, પરંતુ એવું નથી. ચાર વર્ષનો આ કોર્સ કર્યા પછી જો તમારે આગળ ભણવું ન હોય તો જ તમને નોકરી મળશે. અત્યારે જેટલા વિદ્યાર્થીઓ નીકળી રહ્યા છે, દેશને તેમના કરતાં વધુની જરૂર છે. ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોથી લઈને સરકારી હોસ્પિટલો સુધીમાં નર્સિંગ ઓફિસર તરીકે નોકરીઓ મળી રહી છે. પગાર પણ સારો છે. સામાન્ય B.Sc કરતાં અનેક ગણું સારું છે. આ કોર્સ મેડિકલ યુનિવર્સિટીઓમાં પણ ઉપલબ્ધ છે.ધોરણ 12 પછી શું કરવું માર્ગદર્શન વિડીયો