ઉલ્લેખનીય છે કે, બ્લડ પ્રેશર સ્ત્રી(Female) અને પુરૂષ(Male)માં અલગ અલગ પ્રમાણમાં હોય છે અને તે ઉંમર સાથે વધે છે. તેથી બ્લડ પ્રેશર તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે તે જાણવું અતિ મહત્વપૂર્ણ છે. બ્લડ પ્રેશર રીડિંગ્સ બે સંખ્યાઓથી બનેલું છે - ઉદાહરણ તરીકે, 120/80 mm Hg. જેમાં પહેલો નંબર (120) જ્યારે તમારું હ્યદય ધબકે છે, ત્યારે તમારી ધમનીઓ પર થતા દબાણને માપે છે, જ્યારે બીજો નંબર(80) હૃદયના દરેક ધબકારા વચ્ચે તમારી ધમનીઓમાં પડતા દબાણને માપે છે. બ્લડ પ્રેશર કફનો ઉપયોગ દબાણ માપવા માટે થાય છે. બ્લડ પ્રેશરમાં વધારો થાય ત્યારે તેને "હાયપરટેન્શન" કહેવામાં આવે છે.
તમને ઉપર જણાવ્યું તેમ સ્ત્રી-પુરૂષમાં ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશર અલગ હોય છે. અહીં અમે તમને સ્ત્રી-પુરૂષમાં ઉંમર પ્રમાણે નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઇએ(Normal Blood Pressure According to age) તેના વિશે જણાવવા જઇ રહ્યા છે. ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર (DBP) અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર (SBP) આ યાદીમાં શામેલ છે.
Blood pressure information |
ઉંમર પ્રમાણે મહિલાઓ અને પુરૂષોમાં નોર્મલ બ્લડ પ્રેશર :
ઉંમર- 21-25SBP- 120.5
DBP- 78.5
ઉંમર- 26-30
SBP- 119.5
DBP- 76.5
ઉંમર- 31-35
SBP- 114.5
DBP- 75.5
ઉંમર- 36-40
SBP- 120.5
DBP- 75.5
ઉંમર- 41-45
SBP- 115.5
DBP- 78.5
ઉંમર- 46-50
SBP- 119.5
DBP- 80.5
ઉંમર- 51-55
SBP- 125.5
DBP- 80.5
ઉંમર- 56-60
SBP- 129.5
DBP- 79.5
ઉંમર- 61-65
SBP- 143.5
DBP- 76.5
મહિલાઓ
ઉંમર- 21-25SBP- 115.5
DBP- 70.5
ઉંમર- 26-30
SBP- 113.5
DBP- 71.5
ઉંમર- 31-35
SBP- 110.5
DBP- 72.5
ઉંમર- 36-40
SBP- 112.5
DBP- 74.5
ઉંમર- 41-45
SBP- 116.5
DBP- 73.5
ઉંમર- 46-50
SBP- 124
DBP- 78.5
ઉંમર- 51-55
SBP- 122.55
DBP- 74.5
ઉંમર- 56-60
SBP- 132.5
DBP- 78.5
ઉંમર- 61-65
SBP- 130.5
DBP- 77.5
પુખ્ત વયના લોકોનું
- પુખ્ત વયના લોકોનું સિસ્ટોલિક પ્રેશર 120 mm Hg અને ડાયસ્ટોલિક પ્રેશર 80 mm Hg અથવા તેનાથી ઓછું હોવું જોઈએ. જો તમારું બ્લડ પ્રેશર 120/80 mm Hg છે, તો તેને સામાન્ય સ્તર ગણવામાં આવે છે. જ્યારે BP 130-80 mm Hg હોય, ત્યારે તેને સીમારેખા ગણવામાં આવે છે. જો તે 140-90 થી વધી જાય તો તેને હાઈ બ્લડ પ્રેશર માનવામાં આવે છે.
21 થી 30 વર્ષની વયના પુરુષો
- મહિલાઓ અને પુરુષોની ઉંમર અને લિંગ પ્રમાણે બીપીમાં થોડો તફાવત હોય છે. 21 થી 30 વર્ષની વયના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 119 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg હોવું જોઈએ. આ એક સામાન્ય શ્રેણી માનવામાં આવે છે.
31 થી 40 વર્ષની વયના પુરુષોનું સિ
- 31 થી 40 વર્ષની વયના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 120 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg હોવું જોઈએ. આ સિવાય 41 થી 50 વર્ષના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 124 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 77 mm Hg સુધી હોવું જોઈએ.
51 થી 60 વર્ષની વયના પુરુષો
- 51 થી 60 વર્ષની વયના પુરુષો માટે 125 mm Hg સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને 77 mm Hg ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર સામાન્ય માનવામાં આવે છે. 60 થી 65 વર્ષની વયના પુરુષોનું બ્લડ પ્રેશર 133/69 mm Hg સુધી સામાન્ય માનવામાં આવે છે. આનાથી વધુ કે ઓછું હોવું એ વિક્ષેપની નિશાની છે.
મહિલાઓની માટે બ્લડ પ્રેશર
લેટિન ભાષામાં સિસ્ટોલિકનો અર્થ થાય છે સંકોચન. તમારું સિસ્ટોલિક બ્લડ પ્રેશર એ સૌથી વધુ બ્લડ પ્રેશર છે. જ્યારે તમારું હૃદય ધબકે છે (એટલે કે સંકુચિત થાય છે) અને રક્તવાહિનીઓ પર દબાણ કરે છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે.
જ્યારે ડાયાસ્ટોલિક શબ્દનો અર્થ લેટિન ભાષામાં ડાઇલેટ થાય છે. તમારું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર એ તમારી રક્તવાહિનીઓ પરનું સૌથી ઓછું બ્લડ પ્રેશર છે, જ્યારે તમારું હૃદય ધબકારા વચ્ચે આરામ કરે છે ત્યારે આવું જોવા મળે છે. સામાન્ય રીતે બ્લડ પ્રેશર કફ વડે કરવામાં આવેલા માપ સાથે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર રેકોર્ડ કરવા સરળ હોય છે. બ્લડ પ્રેશર માપન mm Hgમાં સિસ્ટોલિક દબાણ/ડાયાસ્ટોલિક દબાણ તરીકે નોંધવામાં આવે છે.
- મહિલાઓની વાત કરીએ તો પુરુષોની સરખામણીએ તેમના બ્લડ પ્રેશરમાં થોડો તફાવત હોય છે. 21 થી 30 વર્ષની સ્ત્રીઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 110 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 68 mm Hg ની વચ્ચે હોવું જોઈએ. આ એક સામાન્ય સ્તર માનવામાં આવે છે.
- 31 થી 40 વર્ષની વયની સ્ત્રીઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 110 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg હોવું જોઈએ. આ સિવાય 41 થી 50 વર્ષની મહિલાઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 122 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 74 mm Hg સુધી હોવું જોઈએ.
- 51 થી 60 વર્ષની સ્ત્રીઓ માટે 122 mm Hg સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને 74 mm Hg ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર સામાન્ય માનવામાં આવે છે. 61 થી 65 વર્ષની સ્ત્રીઓનું બ્લડ પ્રેશર 133/69 mm Hg સુધી સામાન્ય માનવામાં આવે છે. આનાથી વધુ કે ઓછું હોવું અસામાન્ય છે.
પુરુષોનું બ્લડ પ્રેશર
- 31થી 40 વર્ષના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 114થી 120 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 75 mm Hg હોવું જોઈએ. 41થી 50 વર્ષ સુધીના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 115થી 119 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 78 થી 80 mm Hg હોવું જોઈએ.
- 51થી 60 વર્ષના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 125થી 129 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 79થી 80 mm Hg હોવું જોઈએ. 60થી 65 વર્ષ સુધીના પુરુષોનું બ્લડ પ્રેશર 143/76 mm Hg સુધી હોય તો તેને સામાન્ય માનવામાં આવે છે.
મહિલાઓનું બ્લડ પ્રેશર
- મહિલાઓની વાત કરવામાં આવે તો 21થી 30 વર્ષ સુધીની મહિલાઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 115 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg સુધી હોવું જોઈએ, જેને નોર્મલ રેન્જ માનવામાં આવે છે.
- 31થી 40 વર્ષ સુધીની મહિલાઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 110થી 112 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 72થી74 mm Hg સુધી હોવું જોઈએ, જેને નોર્મલ રેન્જ માનવામાં આવે છે. 41થી 50 વર્ષ સુધીની મહિલાઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 116થી 124 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 73થી78 mm Hg સુધી હોવું જોઈએ.
- 51થી 60 વર્ષ સુધીની મહિલાઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 122થી 132 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 74થી 78 mm Hg સુધી હોવું જોઈએ, જેને નોર્મલ રેન્જ માનવામાં આવે છે. 61થી 65 વર્ષ સુધીની મહિલાઓનું બ્લડ પ્રેશર 130/77 mm Hg હોવું જોઈએ. શું છે આ બ્લડ પ્રેશર નંબરનો અર્થ?
લેટિન ભાષામાં સિસ્ટોલિકનો અર્થ થાય છે સંકોચન. તમારું સિસ્ટોલિક બ્લડ પ્રેશર એ સૌથી વધુ બ્લડ પ્રેશર છે. જ્યારે તમારું હૃદય ધબકે છે (એટલે કે સંકુચિત થાય છે) અને રક્તવાહિનીઓ પર દબાણ કરે છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે.
જ્યારે ડાયાસ્ટોલિક શબ્દનો અર્થ લેટિન ભાષામાં ડાઇલેટ થાય છે. તમારું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર એ તમારી રક્તવાહિનીઓ પરનું સૌથી ઓછું બ્લડ પ્રેશર છે, જ્યારે તમારું હૃદય ધબકારા વચ્ચે આરામ કરે છે ત્યારે આવું જોવા મળે છે. સામાન્ય રીતે બ્લડ પ્રેશર કફ વડે કરવામાં આવેલા માપ સાથે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર રેકોર્ડ કરવા સરળ હોય છે. બ્લડ પ્રેશર માપન mm Hgમાં સિસ્ટોલિક દબાણ/ડાયાસ્ટોલિક દબાણ તરીકે નોંધવામાં આવે છે.
હાઇ બ્લડ પ્રેશરના કારણો અને લક્ષણો
- એલિવેટેડ બ્લડ પ્રેશર તમારી ઉંમર સાથે ક્રોનિક હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાથી આ જોખમ ઘટાડવામાં મદદ મળે છે. અમુખ ખાસ કારણોસર તમને બ્લડ પ્રેશરની તકલીફ થવાનું જોખમ પણ રહે છે. કેટલાક કારણો નીચે દર્શાવ્યા છે.
વારસાગત
- હાઇ સોડિયમ, લો-પોટેશિયમ યુક્ત ડાયટ
- કસરતનો અભાવ
- આલ્કોહોલ અને તમાકુનું સેવન
હાઇ બ્લડ પ્રેશરના લક્ષણો
- તમને હાઈ બ્લડ પ્રેશર છે કે કેમ તે જાણવા માટેનો એકમાત્ર રસ્તો છે નર્સ અથવા ડૉક્ટર પાસે તેનું માપન કરાવવું. આ ઉપરાંત ઘરે પણ બ્લડ પ્રેશર માપવાથી તમે સ્ટેટસ જાણી શકો છો. મોટાભાગે હાઈ બ્લડ પ્રેશર "સાઇલન્ટ" હોય છે, એટલે કે સીડીસીના જણાવ્યા મુજબ, તમને અગાઉ ચેતવણી આપવા માટે તેના અન્ય કોઈ લક્ષણો નથી.
લો બ્લડ પ્રેશર થવા માટેના કારણો અને લક્ષણો
- લો બ્લડ પ્રેશર (હાયપોટેન્શન) સામાન્ય રીતે 90/60 mm Hg (અથવા નીચે) માપવામાં આવે છે. કેટલાક લોકોને હંમેશા લો બ્લડ પ્રેશર હોય છે, તેથી તે દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. જો કે, બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થવો તે વધુ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. નીચેના કારણોસર લો બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે.
- દવાઓ
- રક્તસ્ત્રાવ
- ઉંમર
- ડિહાઇડ્રેશન
- ગર્ભાવસ્થા
- ડાયાબિટીસ
- હ્યદય સંબંધિત સમસ્યાઓ
લો બ્લડ પ્રેશરના લક્ષણો
- લો બ્લડ પ્રેશરના પણ ચોક્કસ લક્ષણો નથા. પરંતુ લોકોને અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે. જેમ કે, ચક્કર આવવા, બેભાન થઇ જવું, પડી જવું, થાક, નબળાઇ, માથાનો દુખાવો, ગરદન અને પીઠનો દુ:ખાવો અને ઉબકા આવવા જેવા લક્ષણો અનુભવાય તો તાત્કાલિક ડોક્ટર પાસે તપાસ કરાવવી હિતાવહ છે