-->

Join Group

Ad Unit (Iklan) BIG

જૂનાગઢમાં વાદળ ફાટ્યું, 3 કલાકમાં 16 ઈંચ વરસાદ: પાણીનો ફોર્સ એવો કે રમકડાંની જેમ ફંગોળાઈ ગાડીઓ, SPએ ઘરમાં જ રહેવા કરી અપીલ

જૂનાગઢમાં વાદળ ફાટ્યું, 3 કલાકમાં 16 ઈંચ વરસાદ: પાણીનો ફોર્સ એવો કે રમકડાંની જેમ ફંગોળાઈ ગાડીઓ, SPએ ઘરમાં જ રહેવા કરી અપીલ



જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. 3 કલાકમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જનજીવનને ભારે અસર થઈ છે

છે.


  • જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ
  • ગિરનાર અને દાતાર પર વાદળ ફાટ્યા જેવી સ્થિતી
  • ગિરનારમાં ભારે વરસાદથી કાળવા નદી બની ગાંડીતૂર
ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો છે. અવિરત વરસાદના પગલે જૂનાગઢના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જૂનાગઢમાં 3 કલાકમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.


3 કલાકમાં 16 ઈંચ વરસાદ

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. અહીં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જનજીવનને ભારે અસર થઈ છે તેમજ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 3 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસતા કાર અને અન્ય વાહનો તણાવા લાગ્યા હતા. શહેરના લગભગ દરેક વિસ્તાર પાણી-પાણી જ હોય તેવા દશ્યો પણ સામે આવી રહ્યાં છે.

જૂનાગઢના SPની લોકોને અપીલ

જૂનાગઢમાં ભારે વરસાદના પગલે જિલ્લા પોલીસ વડાએ લોકોને સાવચેત અને સલામત રહેવા માટે અપીલ કરી છે. ઘરની બહાર ન નીકળવા સૂચના આપી છે. તેમજ જૂનાગઢ શહેરના રસ્તાઓમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં હોય તો પોલીસનો સંપર્ક કરે તેવું જણાવ્યું છે.

.

કાળવા નદી ગાંડીતૂર બની

કાળવા નદી ગાંડીતૂર બની

જૂનાગઢમાં સાંબેલાધાર માત્ર 3 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ગિરનાર અને દાતાર પર વાદળ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ છે. ગિરનારમાં ભારે વરસાદથી કાળવા નદી ગાંડીતૂર બની છે. ભવનાથ અને કાળવા ચોક પાસે ભયનજક ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. શહેરના મોતીબાગ વિસ્તારમાં પણ ગંભીર સ્થિતી નિર્માણ પામી છે. કમરસમા પાણી ભરાતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે.

પશુ તણાયા

જૂનાગઢમાં અતિભારે વરસાદ કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા છે. ભેંસ અને તેના બચ્ચા તણાતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે તેમજ નદીના પાણી શહેરી વિસ્તારમાં ફરી વળ્યા છે.



Related Posts

Subscribe Our Newsletter