-->

Join Group

Ad Unit (Iklan) BIG

આંખ આવી હોય તો શું કરવું અને શું ના કરવું જુઓ અહીં ક્લિક કરીને

મિત્રો હમણાં ખુબ ઝડપ થી ફેલાતો રોગ કન્જક્ટિવાઈટિસને આપણે ગુજરાતી ભાષામાં આંખ આવવી કહીએ છીએ. આંખની આગળના ભાગમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવી જાય ત્યારે આંખો સૂજી જાય છે. તેને કારણે આંખ લાલ કે ગુલાબી રંગની થઈ જાય છે. આજે આપણે આંખ આવી હોઈ તો શું કરવું અને શું ના કરવું તથા એના લક્ષણો વિષે માહિતી મેળવીશું , આ લક્ષણો એક અઠવાડિયા કે દસ દિવસ કરતા વધુ સમય સુધી રહે છે.

આંખ આવી હોય લક્ષણો ( કન્જકટીવાઈટીસ )આંખો લાલ થવી.

  • આંખમાં ખંજવાળ આવવી.
  • આંખમાંથી સતત પાણી પડવું.
  • આંખમાં દુઃખાવો થવો.
  • આંખના પોપચાં ચોંટી જવા.
  • ઘણી વખત આંખમાંથી પરૂ પણ નીકળી શકે.

કંજક્ટિવાઈટિસ થવાના કારણો

  • વાયરલ અને બેક્ટેરીયલ કન્જકટીવાઇટીસ
  • છીંક/ખાંસી ખાતા ચેપ લાગે

સીધા સંપર્ક દ્વારા

  • એલર્જીથી થતાં કન્જકટીવાઇટીસપાલતુ પ્રાણીના ખોડાથી
  • ધૂળ-રજકણ કચરાથી
  • કુલ-ફળ પરાગરાજથી

આંખ આવી

આંખ આવી હોય તો શું કરવું ?સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા.

  • આંખમાંથી પાણી નીકળતું હોય તો એ વહીને ગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાફ કરવું.
  • ચેપી વ્યક્તિ નો રૂમાલ અલગ રાખવો.
  • સંક્રમિત વ્યક્તિએ વાંરવાર હાથ ધોવા.
  • ચેપી બાળકની કાળજી લેનાર વાલીએ વાંરવાર હાથ ધોવા.
  • તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી.
  • આંખ આવી હોય તો શું કરવું નહીંહાથ

 આંખને અડાડવો નહીં કે આંખ ચોળવી નહીં.

  • સંક્રમિત વ્યક્તિ સાથે હસ્તધનન ટાળવું તેમજ તેણે અડેલી વસ્તુને અડવું નહીં.
  • સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ ટાળવો.
  • જાતે એન્ટીબાયોટીક કે સ્ટિરોઇડના ટીંપા આંખમાં નાખવા નહીં
  • સંક્રમિત બાળકો સાથે બીજા બાળકોએ રમવાનું ટાળવું.


ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અમે અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવેલ છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે rajuniv.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પછી જ નિર્ણય લેવો, અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, અમે કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

Related Posts

Subscribe Our Newsletter