OMG 2 Trailer
ઘણા સમયથી ફિલ્મી રસિયાઓ OMG 2 ની રાહ જોઈ રહ્યા હતો તમેના માટે આચકા સમાના ન્યુઝ મળી રહ્યા છે, મીડિયા રીપોર્ટસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે સેન્સર બોર્ડ દ્વારા OMG 2 ફિલ્મને સર્ટીફીકેટ આપવામાં આવ્યું નથી અને ફરીથી ફિલ્મ મેકર્સને રીવ્યુ માટે મોકલી દેવામાં આવી છે..
.
સેંસર બોર્ડને ફિલ્મના ડાયલોગ્સ અને સિન્સ પર વાંધો હોવાથી તેને રિવ્યૂ માટે ફરી મોકલાઈ છે, એવું માનવામાં આવી રહ્યું છે.
ફિલ્મના ટીઝરની વાત કરીએ તો અક્ષયકુમાર અને પંકજ ત્રિપાઠીની દમદાર એક્ટિંગ જોવા મળી રહી છે, ફિલ્મના ટ્રેલરમાં પંકજ ત્રિપાઠીના અવાજથી શરૂવાત થાય છે, જેમાં આસ્તિક અને નાસ્તિકની વાત થઇ રહી છે.
પંકજ ત્રિપાઠી ફિલ્મના ટીઝરમાં કહે છે કે કોઈ પણ વ્યક્તિ આસ્તિક કે નાસ્તિક બનીને ભગવાન છે કે નહીં તે સાબિત કરી શકે છે. પણ ઈશ્વર પોતાના ભક્તો વચ્ચે કદી ભેદ ભાવ પાડતો નથી. પછી તે નાસ્તિક કાનજી લાલ મહેતા હોય કે પછી આસ્તિક કાંતિ શરણ મુદગલ, તકલીફમાં યાદ કરવામાં આવેલ હંમેશા પોતાના ભક્તો તરફ ખેંચી લાવે છે.
આ પછી ટીઝરમાં અક્ષય કુમારની જોરદાર એન્ટ્રી થઇ છે જે નદીમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે. ટીઝરમાં અક્ષય ભગવાન ભોલનનાથની જેમ જોવા મળી રહ્યો છે. આ પછી અક્ષયનો અવાજ સંભળાય છે, રાખ વિશ્વાસ તૂ હૈ શિવકા દાસ.
અરુણ ગોવિલ OMG 2માં ભગવાન રામના રોલમાં જોવા મળશે, જેમણે રામાનંદ સાગરની રામાયણમાં પણ ભગવાન રામની ભૂમિકા ભજવી હતી.
ફિલ્મની રિલીઝની વાત કરીએ તો 11 ઓગષ્ટના રોજ થવાની છે જેની ટક્કર સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 ફિલ્મ સાથે થશે.