-->

Join Group

Ad Unit (Iklan) BIG

કારકિર્દી માર્ગદર્શન: ધોરણ 10 પછી શું કરવુ? ધોરણ 12 પછી શું કરવુ ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ

કારકિર્દી માર્ગદર્શન: ધોરણ 10 પછી શું કરવુ? ધોરણ 12 પછી શું કરવુ ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ



કારકિર્દી માર્ગદર્શન: ધોરણ 10 પછી શું કરવુ? ધોરણ 12 પછી શું કરવુ ? શું તમે કારકિર્દી માર્ગદર્શન અંક શોધી રહ્યા છો ? Are You Looking for Karkirdi margadarshan ? ધોરણ 10 અને 12 પુરૂ કર્યા બાદ દરેક વાલીઓ પોતાના બાળકને આગળ કયો અભ્યાસક્ર્મ પસંદ કરવોત એની મથામણ મા હોય છે. આ પોસ્ટમા આપણે ધોરણ 10 પછી શુ ? અને ધોરણ 12 પછી શું ? તે કારકિર્દી માર્ગદર્શન મેળવીશુ.

ધોરણ 10 પછી શું કરવુ ?


કારકિર્દી માર્ગદર્શન મા સૌ પ્રથમ આપણે ધોરણ 10 પછી થતા કોર્સની વાત કરીશુ. ધોરણ 10 પછી મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 11 મા એડમીશન લેતા હોય છે. ધોરન 10 પછી કરી શકાય તેવા કોર્સ નીચે મુજબ છે.
એંજીનીયરીંગ ડીપ્લોમા
ડીગ્રી એંજીનીયરીંગ
ફાઇન આર્ટ ડીપ્લોમા
આર્ટ ટીચર ડીપ્લોમા
આઇ.ટી.આઇ.
રેલવે ટીકીટ કલેકટર કોર્સ
બેંક ક્લેરીકલ એકઝામ
ડીપ્લોમા ઇન ડાંસ/મ્યુઝીક
સર્ટીફાઇડ બીલ્ડીંગ સુપરવાઇઝર
ડીપ્લોમા ઇન ફાર્મ
ડીપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ
વીવીધ ડીપ્લોમા કોર્સ
ડેટા એન્ટ્રી ઓપરેટર


ધોરણ 12 સાયન્સ પછી શું?

ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થી પાસે ઘણા સારા કોર્સ કરવાનો ઓપ્શન રહે છે . જેમ કે MBBS, BDS, B.Sc, B.Tech, B.Arch, વગેરે.


ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ બે ભાગમાં વહેંચાયેલો છે.PCM: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત
PCB: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન
ધોરણ 12 PCM પછી શું કરવું?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 મા PCM બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કોર્ષ તરફ આગળ વધે છે . જે વિદ્યાર્થીઓ પ્રોફેસર બનવા માંગતા હોય અથવા સંશોધન ક્ષેત્રે જવા માંગતા હોય તેઓ B.Sc. ના કોર્ષ પસંદ કરે છે. આ સિવાય પીસીએમના વિદ્યાર્થીઓ કોમર્સ અને આર્ટ્સના લગભગ તમામ કોર્સ પણ કરી શકે છે.

ધોરણ 12 સાયન્સ PCM પછી ના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે:બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech)
બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch)
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
બેચલર ઓફ સાયન્સ (B.Sc)
એન.ડી.એ
મર્ચન્ટ નેવી (B.Sc. નોટિકલ સાયન્સ)
પાયલોટ (ભારતીય ફ્લાઈંગ સ્કૂલો 2-3 વર્ષનો CPL અભ્યાસક્રમ ચલાવે છે)
રેલવે એપ્રેન્ટિસ પરીક્ષા (પસંદગી પામ્યા બાદ 4 વર્ષની તાલીમ)


જો તમે પણ ધોરણ 12 મા (PCM ) પછી એન્જિનિયરિંગ કરવાનો ઇરાદો ધરાવો છો, તો તમારે અત્યારથી જ JEE મેઇનની તૈયારીઓ શરૂ કરી દો.



જો તમે IIT માં એડમિશન લેવા માંગતા હોવ તો તમારે JEE Main અને JEE એડવાન્સ્ડ ક્લિયર કરવું પડશે. ધોરણ 10 અને 12 પછી શું કરવું?કારકિર્દી માર્ગદર્શન ચાર્ટ
ધોરણ 12 મા PCB પછી શું કરવું?

કારકિર્દી માર્ગદર્શન મોટાભાગના સમાન વિદ્યાર્થીઓ 12 સાયન્સ સાથે PCB વિકલ્પથી કરે છે, જેઓ ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટ બનવા માંગે છે. ડોક્ટર બનવા માટે તમે MBBS, BDS વગેરે કરી શકો છો.

આ સિવાય તમે બેચલર ઓફ ફિઝિયોથેરાપી પણ કરી શકો છો. આ એક હાલ ટ્રેન્ડીંગ કરિયર છે અને તેમાં વધુ સ્પર્ધા નથી.



12મા PCB પછી ઘણા સારા કારકિર્દી વિકલ્પો ઉપલબ્ધ છે . આ પછી, તમે હોસ્પિટલ, સાયન્સ લેબ, રીસર્ચ સંસ્થાઓ વગેરેમાં નોકરી મેળવી શકો છો. અથવા તમે તમારું પોતાનુ ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ પણ કરી શકો છો.

12મા PCB પછીના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે:બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS)
બીએસસી ઇન એગ્રીકલ્ચર
બી. ફાર્મા
બાયોટેકનોલોજી
બાયોઇન્ફોર્મેટિક્સ
બેચલર ઓફ ફિઝિયોથેરાપી (BPT)
માઇક્રોબાયોલોજી
બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS)
હોમિયોપેથિક મેડિસિન અને સર્જરીનો સ્નાતક (BHMS)
બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (BAMS)
બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી (BUMS)
બેચલર ઓફ સાયન્સ (B.Sc)
જીનેટિક્સ
એન્વાયરમેંટલ સાયન્સ
ફોરેન્સિક સાયન્સ
નર્સિંગ
બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી (BVSc. & AH)

જો તમે ઉપરોક્ત અભ્યાસક્રમો માંથી MBBS, BDS, BHMS અથવા BUMS કરવા માંગતા હોય તો તમારે આ કોર્ષમા પ્રવેશ લેવા માટે NEET એકઝામ પાસ કરવી પડશે . ત્યારબાદ NEET સ્કોરના આધારે એડમીશન આપવામાં આવશે.

જો તમે ધોરણ 12 મા PCB પછી ઝડપથી જોબ મેળવવા માંગો છો, તો તમે પેરામેડિકલ કોર્સ પસંદ કરી શકો છો. આ જોબ ઓરિએન્ટેડ કોર્સ છે. તેની ફી અને સમયગાળો બંને ઓછા હોય છે.


કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 PCB પછીના મુખ્ય પેરામેડિકલ અભ્યાસક્રમો નીચે મુજબ છે:એક્સ-રે ટેકનોલોજીમાં બીએસસી
MLT (મેડિકલ લેબ ટેકનોલોજી) માં B.Sc
રેડિયોગ્રાફીમાં બીએસસી
મેડિકલ રેકોર્ડ ટેકનોલોજીમાં બીએસસી
ઓડિયોલોજી અને સ્પીચ-લેંગ્વેજ પેથોલોજી (BSALP) માં બેચલર ઓફ સાયન્સ
મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજીમાં બીએસસી
બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી
બી.એસસી. OTT (ઓપરેશન થિયેટર ટેકનોલોજી)
ડાયાલિસિસ ટેકનોલોજીમાં બીએસસી
ઓપ્થેલ્મિક ટેકનોલોજીમાં બીએસસી
બીએસસી ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપી
ઓપ્ટોમેટ્રીમાં બીએસસી
બીએસસી ઇન એનેસ્થેસિયા ટેકનોલોજી
12 કોમર્સ પછી શું કરવું?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 કોમર્સ પછી, તમે ફાયનાન્સ, મેનેજમેન્ટ, લો વગેરેને લગતા ઘણા અભ્યાસક્રમો કરી શકાય છો. મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સ પછી B.Com કરવાનુ પસંદ કરે છે . કેટલાક વિદ્યાર્થીઓ 12 મા કોમર્સ પછી B.Com કરે છે કારણ કે તેઓ અન્ય અભ્યાસક્રમો વિશે જાણતા નથી. B.Com એક સારો કોર્સ છે પરંતુ આ સિવાય ધોરણ 12 કોમર્સ પ્છી બીજા પણ ઘણા કોર્ષ છે. ચાલો જાણીએ આ અભ્યાસક્રમો વિશે.

12મા કોમર્સ પછીના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે.બેચલર ઓફ કોમર્સ
બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)
બી.કોમ (ઓનર્સ)
બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક (BBS)
બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS)
બેચલર ઑફ કોમર્સ અને બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (B.Com LLB)
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)
કંપની સેક્રેટરી (CS)
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર (CFP)
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)
12 આર્ટસ પછી શું કરવું?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 આર્ટસ પછી પણ ઘણા સારા અભ્યાસક્ર્મો ઉપલબ્ધ છે. જે નીચે મુજબ છે.બેચલર ઓફ આર્ટસ (BA)
બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW)
બેચલર ઓફ ફાઈન આર્ટસ (BFA)
બેચલર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લેજિસ્લેટિવ લો (BA LLB)
બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (BJMC)
બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ (BHM)
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
12 પછી ડિપ્લોમા કોર્સ

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 પછી, જો તમે ઝડપથી નોકરી મેળવવા માંગતા હોય, તો તમે ડિપ્લોમા કોર્સ પસંદ કરી શકો છો . આ જોબ ઓરિએન્ટેડ કોર્સ 1 થી 3 વર્ષના હોય છે.

12 સાયન્સ પછી ડિપ્લોમા કોર્સડિપ્લોમા ઇન નર્સિંગ
ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા
મેડિકલ લેબ ટેકનોલોજીમાં ડિપ્લોમા
રેડિયોલોજીકલ ટેકનોલોજીમાં ડિપ્લોમા
ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ
પોષણ અને આહારશાસ્ત્રમાં ડિપ્લોમા

12 કોમર્સ પછી ડિપ્લોમા કોર્સફાઇનાન્સ ડિપ્લોમા
ડિપ્લોમા ઇન એકાઉંટંસી
બેંકિંગ અને ફાઇનાન્સમાં ડિપ્લોમા

ધોરણ 12 પછીના કોમ્પ્યુટર કોર્સની યાદી

અત્યારે લગભગ દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગવધતો જાય છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ હજુ પણ વધશે. એટલા માટે 12મા પછી કમ્પ્યુટર ને લગતા કોર્સ કરવા એક સારો વિકલ્પ બની શકે છે.વેબ ડિઝાઇનિંગ / વેબ ડેવલપમેન્ટ
ગ્રાફિક ડિઝાઇનિંગ કોર્સ
ડિજિટલ માર્કેટિંગ
મોબાઇલ એપ્લિકેશન વિકાસ
ઈ-એકાઉન્ટિંગ (કરવેરા)
Tally ERP 9
સાયબર સીકયુરીટી કોર્સ
ડેટા એન્ટ્રી ઓપરેટર કોર્સ
કમ્પ્યુટર એપ્લિકેશનમાં એડવાન્સ્ડ ડિપ્લોમા
બેઝીક કમ્પ્યુટર કોર્સ
કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ્સ (CCC)
એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ
કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સર્ટિફિકેશન કોર્સ
કોમ્પ્યુટર આઈ.ટી.આઈ
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO) કોર્સ
ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ

ધોરણ 10 અને 12 પછી કરી શકાય તેવા અગત્યના કોર્સ ની માહિતી ઉપર આપેલી છે. જેમાથી તમારી અનુકુળ મુજબ અને વિદ્યાર્થીના રસ-રૂચી મુજબ કોર્સ પસંદ કરવો જોઇએ. આ ઉપરાંત ગુજરાત માહિતી ખાતા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે આગળ કયા કોર્સ કરી શકાય તેના માર્ગદર્શન માટે કારકિર્દી માર્ગદર્શન અંક બહાર પાડવામા આવે છે. જે કારકિર્દી માર્ગદર્શન અંક 2022 ની PDF નીચે મુકેલી છે જે જોઇ લેશો. કારકિર્દી માર્ગદર્શન અંક 2023 હજુ બહાર પડેલ નથી. જે બહાર પડયે આ જ પોસ્ટમા ઉપલબ્ધ કરાવીશુ.

ઘણા એવા નવા કોર્ષ હોય છે જેમા ભવિષ્યમા સરકારી અને પ્રાઇવેટ સેકટરમા નોકરીની સારી તકો હોય છે. આવા અભ્યાસક્રમોની પુરતી જાણકારી મેળવી કારકિર્દી વિકલ્પો પસંદ કરવા જોઇએ. હાલ બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ આવી રહ્યા હોઇ વાલીઓ તેમના બાળકોને આગળ કયા કોર્સ કરાવવા તેની મથામણ મા હોય છે. ત્યારે કારકિર્દી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવો જોઇએ.
નવા કોર્સ

છેલ્લા કેટલાક વર્ષો થી ઘણા નવા કોર્સ આવી રહ્યા છે જેમા ખૂબ જ સારી તકો રહેલી હોય છે. તમારા બાળકને જો આવા કોર્સમા રસ હોય તો આવા અભ્યાસક્રમો પણ પસંદ કરી શકાય છે. કોઇ પણ કોર્સ પસંદ કરતા પહેલા તમારુ બાળક તે કોર્સમા રસ ધરાવે છે કે કે તે ખાસ જોવુ જોઇએ.

Related Posts

Subscribe Our Newsletter