ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પાઠ : ૦૫ શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર PART
36. બુદ્ધે સમાજમાં વ્યાપેલા ................ ના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો.
ઉત્તર : ઊંચ-નીચ
36. બુદ્ધના મત મુજબ સ્ત્રીઓ ............ અને ............. થી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે.
ઉત્તર : સાધના, કર્તવ્ય
37. ટૂંકનોંધ લખો : બુદ્ધ એક મહાન સુધારક
ઉત્તર : બુદ્ધ એક મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા તેમણે આજીવન કાર્ય કર્યું હતું. તેમણે નીચે મુજબ સુધારકાર્યો કર્યા હતા.
(1) ઇશ્વર અને આત્માનો ઇન્કાર : બુદ્ધે ઇશ્વર અને આત્માનો ઈન્કાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું. તેમણે લોકોને વર્તમાનકાળમાં સદ્વિચારયુક્ત જીવન જીવવા જણાવ્યું હતું.
(2) કર્મકાંડનો વિરોધ : હિંદુધર્મમાં વ્યાપેલ કર્મકાંડોનો વિરોધ કરી પશુહિંસા અટકાવવા પશુબલિનો વિરોધ કર્યો. તેમણે જણાવ્યું હતું કે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું જોઈએ.
(3) ઊંચ-નીચના ભેદભાવોનો વિરોધ : તેમણે વર્ણવ્યવસ્થાનો વિરોધ કર્યો અને તે આધારિત ઊંચ-નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો,
(4) સ્ત્રીઓને મહત્ત્વ : બુદ્ધે પોતાના માનવધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપ્યું હતું. તેમણે કહ્યું કે સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે.
38. ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા?
ઉત્તર : ગૌતમ બુદ્ધનાં સમયમાં હિંદુ ધર્મમાં વિવિધ કર્મકાંડો ચાલતા હતા. યશોમાં પશુબલિ ચડાવાતી હતી. હિંદુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવી વર્ણવ્યવસ્થા ધરાવતો હતો, જેમાં ઊંચ-નીચના ભેદભાવ હતા. વળી સ્ત્રીઓને પુરુષો કરતા નિમ્ન ગણવામાં આવતી હતી.
39. ગૌતમ બુદ્ધે ............ અને .............. ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ-નીચના ભેદભાવનો વિરોધ કર્યો.
ઉત્તર : સત્ય, અહિંસાનો
40. ગૌતમ બુદ્ધનું અવસાન .................. વર્ષે થયું હતું.
ઉત્તર : 80
41. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
ઉત્તર : કુશીનારા
42. ............. જૈન ધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ સ્રોત છે.
ઉત્તર : આગમગ્રંથો
43. જૈન ધર્મના પ્રથમ તીર્થંકરનું નામ જણાવો.
ઉત્તર : જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભદેવ અથવા આદિનાથ હતા.
44. પાર્શ્વનાથ કાશીના રાજા .................. ના પુત્ર હતા.
ઉત્તર : અશ્વસેન
45. પાર્શ્વનાથે કઈ બાબતનો વિરોધ કર્યો હતો?
ઉત્તર : પાર્શ્વનાથે વૈદિક ધર્મ, કર્મકાંડ અને જાતિપ્રથાનો વિરોધ કર્યો હતો.
46. જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર એટલે ................. .
ઉત્તર : મહાવીર સ્વામી
47. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
ઉત્તર : કુંડગ્રામ
48. મહાવીર સ્વામીનું બાળપણનું નામ .............. હતું.
ઉત્તર : વર્ધમાન
49. મહાવીર સ્વામીનાં પિતાનું નામ જણાવો.
ઉત્તર : મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું.
50. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?
ઉત્તર : ત્રિશલાદેવી
51. વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું?
ઉત્તર : નંદિવર્ધન
52. વર્ધમાનના લગ્ન રાજકુમારી ........... સાથે થયા હતા.
ઉત્તર : યશોદા
53. વર્ધમાનની પુત્રીનું નામ શું હતું?
ઉત્તર : પ્રિયદર્શિની
54. પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીએ કેટલા વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો?
ઉત્તર : 30
55. વર્ધમાન મહાવીરે ભિક્ષુકજીવન ધારણ કર્યા બાદ કેટલા વર્ષ કઠોર તપશ્ચર્યા કરી?
ઉત્તર : બાર
56. મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું?
ઉત્તર : ઋજુપાલિક
57. કારણ આપો : મહાવીર સ્વામી ‘જિન’ કહેવાયા, કારણ કે...
ઉત્તર : મહાવીર સ્વામીએ ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ ‘જિન’ કહેવાયા.
58. મહાન વર્ધમાન ............ તરીકે જાણીતા થયા.
ઉત્તર : મહાવીર
59. મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યાં હતા?
ઉત્તર : પાંચ
60. મહાવીર સ્વામીએ કયા પાંચ વ્રતો આપ્યા હતા?
ઉત્તર : મહાવીર સ્વામીએ આપેલ પાંચ વ્રતો : (1) અહિંસા (2) સત્ય (3) અસ્તેય (4) અપરિગ્રહ (5) બ્રહ્મચર્ય
71. મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શો હતો?
ઉત્તર : મહાવીર સ્વામીનાં મુખ્ય ઉપદેશને ત્રિરત્નનાં સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે : સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. તેમણે નીચે પ્રમાણેના પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો :
(1) કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણીમાત્રની રક્ષા કરવી.
(2) સત્યનું નિત્ય પાલન કરવું અને ક્રોધનો ત્યાગ કરવો.
(3) ચોરી કદી ન કરવી. અન્યની વસ્તુ અનુમતિ વગર ગ્રહણ કરવી નહીં.
(4) જરૂર કરતાં વધુ વસ્તુઓ, ધન-ધાન્ય, વસ્ત્રો, આભૂષણો વગેરેનો સંગ્રહ કરવો નહીં.
(5) જૈન સાધુ-સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું.
72. મહાવીર સ્વામીના મતે અહિંસાનો સિદ્ધાંત સમજાવો.
ઉત્તર : મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવસમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઇએ નહિ, નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઇએ નહિં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે.
73. મહાવીર સ્વામીએ જૈન સાધુ-સાધ્વીઓને કઈ બાબતનું પાલન કરવા ખાસ જણાવ્યુ હતું?
ઉત્તર : મહાવીર સ્વામીએ જૈન સાધુ-સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું.
74. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
ઉત્તર : પ્રાકૃત અને અર્ધમાગ્ધી
75. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી?
ઉત્તર : ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બન્નેએ કર્મકાંડો અને યજ્ઞોનો વિરોધ કર્યો હતો. તેમણે ઈશ્વર કરતા કર્મને મહત્ત્વ આપ્યું. પશુહિંસાનો વિરોધ કર્યો. સ્ત્રીઓ માટે સમાન અધિકારની વાત કરી. તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગ્નીમાં ઉપદેશ આપી લોકોનું જીવન બદલી નાખ્યું. બંન્નેએ લોકોને શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો. આમ, બુદ્ધ અને મહાવીર બંને સમાજમાં સદ્વિચારના પ્રવર્તક બની રહ્યાં.
76. મહાવીર સ્વામી 72 વર્ષની વયે ............ નિર્વાણ પામ્યા.
ઉત્તર : પાવાપુરીમાં
77. જોડકા જોડો :
(1)
(2)
(1)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ | (A) કુશીનારા |
(2) ગૌતમ બુદ્ધની જ્ઞાનપ્રાપ્તિનું સ્થળ | (B) રાજગૃહ |
(૩) ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ | (C) કપિલવસ્તુ |
(4) ગૌતમ બુદ્ધના ગૃહત્યાગ બાદનું સ્થળ | (D) સારનાથ |
(5) ગૌતમ બુદ્ધનું નિર્વાણ સ્થળ | (E) બોધિગયા |
જવાબ |
(1) - C |
(2) – E |
(3) – D |
(4) – B |
(5) – A |
(2)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) મહાવીર સ્વામીનું જન્મસ્થળ | (A) બ્રહ્મચર્ય |
(2) મહાવીર સ્વામીનો ઉપદેશ | (B) આગ્મગ્ર્ન્થો |
(3) મહાવીર સ્વામીનું નિર્વાણ | (C) કુંડગ્રામ |
(4) જૈન સાધુ-સાધ્વીઓનું વ્રત | (D) ત્રિરત્ન સિધ્ધાંત |
(5) જૈન ધર્મના ગ્રંથો | (E) પાવાપુરી |
જવાબ |
(1) – C |
(2) – D |
(3) – E |
(4) – A |
(5) - B |