ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પાઠ : ૦૫ શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર PART 1
1. ભારતમાં ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં કયા બે મહાન સુધારકોએ સામાજિક-ધાર્મિક સુધારણાના કાર્યો કર્યા હતાં?ઉત્તર : બુદ્ધ અને મહાવીરે
2. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા .................. અને ................... વાંચવા જોઈએ.
ઉત્તર : જાતક કથાઓ, બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક
3. ત્રિપિટકનાં નામ જણાવો.
ઉત્તર : ત્રિપિટકના નામ આ પ્રમાણે છે : (1) સૂત્ત પિટ્ટક (2) વિનય પિટ્ટક (3) અભિધમ્મ પિટ્ટક
4. ગૌતમ બુદ્ધના પૂર્વ જન્મો સાથે કેટલી જાતકકથાઓ સંકળાયેલી છે?
ઉત્તર : 550
5. કપિલવસ્તુ નામનું રાજ્ય કયા ક્ષેત્રમાં આવેલું હતું?
ઉત્તર : હિમાલય
6. કપિલવસ્તુનાં ક્ષત્રિયો શું કહેવાતા?
ઉત્તર : શાક્ય
7. કપિલવસ્તુ ગણરાજ્યનાં વડા કોણ હતા?
ઉત્તર : શુદ્ધોધન
8. ગૌતમ બુદ્ધનાં માતાપિતાનાં નામ જણાવો.
ઉત્તર : ગૌતમ બુદ્રના માતાનું નામ મહાદેવી અને પિતાનું નામ શુદ્ધોધન હતું.
9. ગૌતમ બુદ્ધનું નું બાળપણનું નામ .............. હતું.
ઉત્તર : સિદ્ધાર્થ
10. ગૌતમ બુદ્ધના પાલક માતાનું નામ જણાવો.
ઉત્તર : ગૌતમ બુદ્ધના પાલક માતાનું નામ ગૌતમી મહાપ્રજાપતિ હતું.
11. નાનપણથી જ સિદ્ધાર્થ ............. અને ............. સાથે સંકળાયેલા હતા.
ઉત્તર : શિક્ષણ, જ્ઞાન
12. બાળક સિદ્ધાર્થના ગુરુ કોણ હતા?
ઉત્તર : આલારકલામ
13. સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા, કારણ કે...
ઉત્તર : સિદ્ધાર્થ યુવાવસ્થામાં જ તેમના ગુરુ આલારકલામનાં આશ્રમમાં જતા અને જ્ઞાન અને સમાધીની ચર્ચા કરતા. આથી તેમના પિતાને ચિંતા થઇ કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને? આ ચિંતાને કારણે સિદ્ધાર્થનાં યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા.
14. સિદ્ધાર્થની પત્નીનું નામ ................ હતું.
ઉત્તર : યશોધરા
15. સિદ્ધાર્થે લગભગ કેટલા વર્ષની ઉમરે સંસારત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું?
ઉત્તર : 30
16. સિદ્ધાર્થે ................ અને .............. ની શોધ માટે સંસારનો ત્યાગ કર્યો.
ઉત્તર : જ્ઞાનપ્રાપ્તિ, સત્ય
17. સિદ્ધાર્થના સારથીનું નામ ................... અને ઘોડાનું નામ ....................... હતું.
ઉત્તર : છન્ન, કંથક
18. સિદ્ધાર્થ ગૃહત્યાગ બાદ સૌપ્રથમ ક્યા બે સ્થળે ગયા હતા?
ઉત્તર : સિદ્ધાર્થ ગૃહત્યાગ બાદ સૌપ્રથમ રાજગૃહ અને પછી પુરુવેલાં નામના સ્થળે ગયા હતા.
19. ગૃહત્યાગ પછી ગૌતમ બુદ્ધે કયા સ્થળે સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના કરી હતી?
ઉત્તર : બોધિગયા
20. સિદ્ધાર્થે ................. ના વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના શરૂ કરી.
ઉત્તર : પીપળા
21. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી?
ઉત્તર : ગૌતમ બુદ્ધને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી.
22. ‘બુદ્ધ’ નો અર્થ શું થાય છે ?
ઉત્તર : બુદ્ધ’નો અર્થ ‘જાગ્રત’ કે ‘જ્ઞાની’ થાય છે.
23. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કહેવાયા, કારણ કે...
ઉત્તર : સિદ્ધાર્થે એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાનાં વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના શરૂ કરી, ઘણા દિવસો પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતા તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. આમ, સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કહેવાયા.
24. ગૌતમ બુદ્ધના ગૃહત્યાગ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : ગૌતમ બુદ્ધે 30 વર્ષની વયે જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે સારથી છન્ન અને પ્રિય અશ્વ કંથકને લઇ ચૂપચાપ ઘર છોડી રાજ્ય બહાર નદીકિનારે ગયા. ત્યાં પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી આભૂષણો સારથી છન્નને આપી કંથકની સાથે રાજમહેલ જવા આજ્ઞા કરી પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલી નીકળ્યાં.
25. સિદ્ધાર્થ રાજકુમારમાંથી ગૌતમ બુદ્ધ કેવી બન્યા?
ઉત્તર : રાજકુમાર સિદ્ધાર્થ પોતાના ગુરુ આલારકલામના આશ્રમમાં જતાં. તેઓ ત્યાં ધ્યાન ધરતા અને જ્ઞાન તથા સમાધિની ચર્ચા કરતા હતા. યુવાવસ્થામાં જ તેમનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. તેમણે માત્ર 30 વર્ષની વયે જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવા રાજ્ય અને પરિવારનો ત્યાગ કરી ભગવાં કપડાં ધારણ કરી ગૃહત્યાગ કર્યો. સિદ્ધાર્થ ગૃહત્યાગ બાદ રાજગૃહ અને પછી પુરુવેલા ગયા. ત્યાં પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા કરી. તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાનપ્રાપ્તિ થશે નહીં. તેથી તેમણે બ્રાહ્મણોનો સાથ છોડી એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાનાં વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. આમ, જ્ઞાનપ્રાપ્તિ થતાં તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ (જ્ઞાની) થયા અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા.
26. જ્ઞાનપ્રાપ્તિ થયા પછી બુદ્ધ સૌપ્રથમ કયા સ્થળે ગયા હતા?
ઉત્તર : જ્ઞાનપ્રાપ્તિ થયા પછી બુદ્ધ સૌપ્રથમ સારનાથ ગયા હતા.
27. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?
ઉત્તર : સારનાથ
28. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે?
ઉત્તર : બુદ્ધના પ્રથમ ઉપદેશને ‘ધર્મચક્રપ્રવર્તન' કહેવામાં આવે છે.
29. ગૌતમ બુદ્ધના મતે કેટલા આર્ય સત્ય છે?
ઉત્તર : ચાર
30. ગૌતમ બુદ્ધના મતે કયા ચાર આર્ય સત્ય છે?
ઉત્તર : ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય છે :
(1) સંસાર દુઃખમય છે.
(2) દુઃખનું કારણ તૃષ્ણા છે.
(3) દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે.
(4) અષ્ટાંત્રિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે.
31. ગૌતમ બુદ્ધે સમજાવેલ ચાર આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે?
ઉત્તર : બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો
32. સમ્યક્ દર્શન કોને કહે છે?
ઉત્તર : ગૌતમ બુદ્ધના મુખ્ય ઉપદેશ ચાર આર્ય સત્ય છે. જે બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે અને તેને સમ્યક્ દર્શન કહે છે.
33. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી કયા વાદને મહત્ત્વ આપ્યું?
ઉત્તર : કર્મવાદ
34. ગૌતમ બુદ્ધના સમયમાં હિંદુ ધર્મ કેટલા વર્ણોમાં વહેંચાયેલો હતો? કયા કયા?
ઉત્તર : ગૌતમ બુદ્ધના સમયમાં હિંદુ ધર્મ ચાર વર્ણોમાં વહેંચાયેલો હતો. (1) બ્રાહ્મણ (2) ક્ષત્રિય (3) વૈશ્ય (4) શુદ્ર
35. મનુષ્ય કેવી રીતે મહાન બની શકે છે?
ઉત્તર : મનુષ્ય પોતાના કર્મોથી, સદ્વિચારથી, સત્ય અને અહિંસાના પાલન મહાન બની શકે છે.