-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૬ પાઠ ૩ પ્રાચીન નગરો અને ગ્રંથો PART 2

ધોરણ ૬ પાઠ ૩ પ્રાચીન નગરો અને ગ્રંથો PART 2


પાઠ ૩ પ્રાચીન નગરો અને ગ્રંથો

૨૭.ધોળાવીરા કયા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે?
જવાબ - ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે.

૨૮.ધોળાવીરા કયા તાલુકામાં આવેલું છે ?
જવાબ - ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે.

૨૯.ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં કયા બેટ વિસ્તારમાં આવેલું છે ?
જવાબ - ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલ છે.

૩૦.સામાન્ય રીતે હડપ્પીય નગરો કેટલા ભાગમાં વહેંચાયેલ છે ?
જવાબ - સામાન્ય રીતે હડપ્પીય કરો બે ભાગમાં વહેંચાયેલ છે.

૩૧.ધોળાવીરા ની નગર રચના ત્રણ ભાગો ના નામ લખો.
જવાબ - ધોળાવીરા ની નગર રચના ત્રણ ભાગો નીચે પ્રમાણે છે

સીટાડલ કિલ્લો ઉપલું

નગર અને

નીચલું નગર

૨.ધોળાવીરામાં વરસાદના પાણીની શું વ્યવસ્થા હતી?
જવાબ - ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી.

૩૩ ધોળાવીરા નગર ની મુખ્ય વિશેષતા કઈ હતી ?
જવાબ - ધોળાવીરા નગર મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતી.

૩૪.કાલીબંગન હાલ કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ - કાલીબંગન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે.

૩૫.હડપ્પીય સંસ્કૃતિનું કૃષિ ક્રાંતિ નું મથક કયું નગર હતું?
જવાબ - હડપ્પીય સંસ્કૃતિનું કૃષિ ક્રાંતિ નું મથક કાલીબંગન હતું.

૩૬.રાજસ્થાનના કાલીબંગન નગરમાંથી મળી આવેલ તાંબાના અવશેષો કઈ બાબત પુરવાર કરે છે ?
જવાબ - રાજસ્થાનના કાલીબંગન માંથી મળી આવેલા તાંબાના અવશેષો એ બાબત પુરવાર કરે છે છે કે અહીં તાંબાના ઓજારોનુ નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે.

૩૭.સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન કઇ કઇ બાબતોનું અદભુત પ્રતિબિંબ પાડે છે ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન તે સમયના શાસક વર્ગ ની શાસન શક્તિ ઇજનેરોની બુદ્ધિમતા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભૂત પ્રતિબિંબ પાડે છે.

૩૮.સિંધુ ખીણની સભ્યતા ના લોકો કેવા વ્યવસાય કરતા -
જવાબ - સિંધુ ખીણની સભ્યતાના લોકો ખેતી પશુપાલન વેપાર હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાય કરતા.

૩૯.સિંધુ ખીણની સભ્યતા ના લોકો કયા પાક ની ખેતી કરતા હતા ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકો ઘઉં તલ જવ વટાણા સરસવ વગેરે પાકો ની ખેતી કરતા હતા.

૪૦.હડપ્પીય સભ્યતાના લોકો ખેતીમાં જમીન ખેડવા શેનો ઉપયોગ કરતા હતા ?
જવાબ - હડપ્પીય સભ્યતાના લોકો ખેતી માં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા.

૪૧.સિંધુ ખીણની સભ્યતા ના લોકો કયા પશુઓ પાળતા હતા ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકો ગાય ભેંસ બકરી અને ખૂંધવાળો બળદ પાળતા હતાં.

૪૨.સિંધુ ખીણની સભ્યતાનું સુતરાઉ કાપડ કયા દેશ સુધી પહોંચ્યું હતું ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતાનું સુતરાઉ કાપડ પણ મેસોપોટેમીયા અને ઇજિપ્ત સુધી પહોંચ્યું હતું.

૪૩.સિંધુ ખીણની સભ્યતા માં કઈ કલાઓનો વિકાસ થયો હશે ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા માં માટીકામ ધાતુકામ મણકા બનાવવાની કલા અને શિલ્પકલા વગેરેનો વિકાસ થયો હશે.

૪૪.સિંધુ ખીણની સભ્યતા ના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો.

૪૫.સિંધુ ખીણની સભ્યતા લોકો શું ખાતા હશે?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકો ઘઉં બાજરી વટાણા તલ ખજૂર દૂધ દૂધની બનાવટો અને માછલી ખાતા હશે.

૪૬.સિંધુ ખીણની સભ્યતા ના લોકો માછલી ખાતા હશે એમ શા પરથી કહી શકાય ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા અવશેષોમાં માછલી પકડવાના ગલ મળી આવ્યા છે તે પરથી કહી શકાય કે તેઓ માછલી નો ખોરાક ઉપયોગ કરતા હશે.

૪૭.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કપડાં પહેરતા હશે તેવું શેના આધારે કહી શકાય ?
જવાબ - સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો માં ધાતુઓને હાથીદાંતની બનેલી સોના અવશેષો મળી આવ્યા છે તેના આધારે કહી શકાય કે તેઓ કપડા સીવીને પહેરતા હશે.

૪૮.સિંધુ ખીણની સભ્યતા ના લોકો કયા આભૂષણો પહેરતા હતા ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા અને લોકો કંટાળી હાર વીટી બંગડીઓ કુંડળ કંદોરો ઝાંઝર વગેરે આભૂષણો પહેરતા હતા.

૪૯.સિંધુ ખીણની સભ્યતા ના આભુષણો શેમાંથી બનાવવામાં આવતા ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના આભુષણો સોના-ચાંદી અને કિંમતી પથ્થરો માંથી બનાવવામાં આવતા.

૫૦.હડપ્પીય પ્રજા કયા કયા વાસણોનો ઉપયોગ કરતી હતી ?
જવાબ - હડપીય પ્રજા પ્યાલા વાટકી કુલડી ગાગર રકાબી કાથરોટ વગેરે જેવા વાસણોનો ઉપયોગ કરતી હતી.

૫૧.સિંધુ ખીણની સભ્યતા અને લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવ્યું હતું ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે રમકડા બનાવ્યા હતા.

૫૨.હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી રમકડા માં વ્યક્ત થાય છે વિધાન સમજાવો.
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા જેમાં પંખી આકારની સિસોટી જેવો ઘૂઘરા ગાડા લખોટી પશુ-પંખી અને સ્ત્રી-પુરુષ આકાર ના રમકડા નો સમાવેશ થાય છે વળી માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચઢતા વાંદરાની કરામત દર્શાવતા રમકડાં પણ જોવા મળે છે આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી રમકડા માં વ્યક્ત થાય.

૫૩.હડપ્પીય સભ્યતાના કયા જીવન વિશે મૂર્તિ અને મુદ્રાઓ માંથી માહિતી મળે છે ?
જવાબ - હડપ્પન સભ્યતા ના ધાર્મિક જીવન વિશે મૂર્તિ અને મુદ્રાઓ માંથી માહિતી મળે છે.

૫૪.માતૃકા દેવીની મૂર્તિઓ ને ઇતિહાસકારો શાનું પ્રતીક ગણાય છે ?
જવાબ - માતૃકા દેવીની મૂર્તિઓ અને ઇતિહાસકારો ધરતીમાતાનું પ્રતીક ગણે છે.

૫૫. હડપ્પીય સભ્યતાના લોકો શાની પૂજા કરતા હતા ?
જવાબ - હડપ્પીય સભ્યતાના લોકો ધરતી વૃક્ષો પશુઓ નાગ સ્વસ્તિક અને અગ્નિની પૂજા કરતા હતા

Related Posts

Subscribe Our Newsletter