-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૬ પાઠ ૩ પ્રાચીન નગરો અને ગ્રંથો PART 1

ધોરણ ૬ પાઠ ૩ પ્રાચીન નગરો અને ગ્રંથો PART 1



પાઠ ૩ પ્રાચીન નગરો અને ગ્રંથો

૧.વિશ્વમાં કયા દેશોમાં માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન થાય છે ?
જવાબ - વિશ્વમાં ઇજિપ્ત ભારત ચીન અને રોમમાં માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન થાય છે.

૨.હડપ્પીય સભ્યતા કઈ સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે ?
- હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની માનવામાં આવે છે.

૩.હડપ્પીય સભ્યતા બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ -હડપ્પીય સભ્યતા સિંધુ ખીણની સભ્યતા ના નામથી પણ ઓળખવામાં આવે છે.

૪.કેટલામી સદીમાં હડપ્પા માંથી સૌપ્રથમ સિંધુ ખીણની સભ્યતા ના અવશેષો મળી આવ્યા હતા?
જવાબ - 1921 ની સદીમાં હડપ્પા માંથી સૌપ્રથમ સિંધુ ખીણની સભ્યતા ના અવશેષો મળી આવ્યા હતા.

૫.સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા ?
જવાબ -સિંધુ ખીણની સભ્યતા ના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા.

૬.હાલમાં ભારતમાં હોય તેવા સિંધુ ખીણની સભ્યતા ના અવશેષ ધરાવતાં કોઈ પણ પાંચ સ્થળ ના નામ લખો.
જવાબ -હાલમાં ભારતમાં સિંધુ ખીણની સભ્યતા ના ધરાવતા પાંચ સ્થળ નીચે મુજબ છે-

લોથલ

ધોળાવીરા

કાલિબંગાન

રંગપુર

રાખીગઢી

૭.હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી ?
જવાબ - હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજન બદ્ધ નગર રચના હતી.

૮.હડપ્પીય સભ્યતાની નગર રચના માં તમામ સ્થળોએ કઈ દિશા તરફ કિલ્લો અને તમામ સ્થળોએ કઈ દિશા તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી?
જવાબ - હડપ્પીય સભ્યતાની નગર રચના માં તમામ સ્થળે પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી.

૯.હડપીય નગર રચનામાં મોટેભાગે શું વપરાયું છે ?
જવાબ - નગર રચનામાં મોટેભાગે ઈંટો વપરાયેલી છે.

૧૦.સિંધુ ખીણની સભ્યતા ના મકાનો ઉંચા ઓટલા પર કેમ બનાવવામાં આવતા હતા ?
જવાબ - પૂર અને ભેજથી બચવા સિંધુ ખીણની સભ્યતા ના મકાનો ઉંચા ઓટલા પર બનાવવામાં આવતા હતા.

૧૧.હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ નો પરિચય આપો.
જવાબ - હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ વ્યવસ્થિત અને સુવિધાજનક હતા.
શહેરના મુખ્ય બે રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વ થી પશ્ચિમ જતો મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા.
રસ્તાઓ અને શેરીઓ નું આયોજન એ રીતે કરવામાં આવતું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઇ જતું જાહેર રસ્તાઓ પર રાત્રે પ્રકાશની વ્યવસ્થા ના પુરવઠાઓ પણ જોવા મળ્યા છે.

૧૨.હડપ્પીય સભ્યતાની નગર રચના માં વપરાશના પાણીના નિકાલ માટે શાની વ્યવસ્થા હતી?
જવાબ - હડપ્પીય સભ્યતાની નગર રચના માં વપરાશના પાણીના નિકાલ માટે ગટર યોજના હતી.

૧૩.સિંધુ ખીણની સંસ્કૃતિ ની ગટર યોજનાની માહિતી આપો.
જવાબ - સિંધુ ખીણની સંસ્કૃતિ માં વપરાતા પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસર ની વ્યવસ્થા હતી દરેક મકાન નું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું મોટી ગટર માંથી પાણી નગરની બહાર જતું.

૧૪.હડપ્પીય સભ્યતા મળી આવેલ સ્નાનગૃહ કયા નગરમાં આવેલ છે ?
જવાબ - હડપ્પીય સભ્યતા મળી આવેલ સ્નાનગૃહ મોહેં-જો-દડો નગર માં આવેલ છે.

૧૫.મોહેંજો દડો નગર ના સ્નાનાગાર વિશે ટૂંકમાં જણાવો.
જવાબ - હડપ્પીય સભ્યતાના મોહેંજો દડો'માં સ્નાનાગાર મળી આવ્યું છે તેની વચ્ચે એક સ્નાનકુંડ છે આ સ્નાનકુંડ માં ઉતારવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે નાના કુંડ ની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ હતી ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ જાહેર સ્નાનાગાર નો ઉપયોગ થતો હશે.

૧૬.મોહેંજો દડો માંથી મળી આવેલ સ્તંભ મકાનને શાની ઓળખ આપવામાં આવી હતી ?
જવાબ - મોહેં-જો-દડોમાંથી મળી આવેલ સ્તંભોવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી હતી.

૧૭.હડપ્પા હાલ કયા દેશમાં છે ?
જવાબ - હડપ્પા હાલ પાકિસ્તાન દેશમાં છે.

૮.હડપ્પા પંજાબના કયા જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે?
જવાબ - હડપ્પા પંજાબના મોંગગોમરી જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે.

૧૯.હડપ્પા ની મુખ્ય વિશેષતા તેના શું છે ?
જવાબ - હડપ્પાની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે.

૨૦.હડપ્પા માં કઈ નદીના કિનારે ૧૨ જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે ?
જવાબ - હડપ્પામાં રવિ નદીના કિનારે ૧૨ જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે.

૨૧ લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ - લોથલ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું છે.

૨૨.લોથલ ક્યાં આવેલું છે ?
જવાબ - લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે.

૨૩.લોથલમાં ઈંટ ના બનેલા માળખાને શું કહેવામાં આવે છે ?
જવાબ - લોથલમાં ઈટોના બનેલ માળખાને ધક્કો કહેવામાં આવે છે.

૨૪.હડપ્પીય સંસ્કૃતિ માં આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો?
જવાબ - હડપ્પીય સંસ્કૃતિ માં આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદર મારફતે થતો.

૨૫.લોથલમાંથી શું બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે?
જવાબ - લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે.

૨૬.લોથલ વિશે ટૂંકનોંધ લખો ?
જવાબ - લોથલ સિંધુ ખીણની સભ્યતાનું એક અગત્યનું નગર છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે તેને ધક્કો માનવામાં આવે છે જે ત્યાં આવતા વાહનોને લાંગરી ને માલ સામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં લેવાનું હોવાનું માની શકાય વળી ત્યાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે આમ લોથલ પ્રાચીન ભારતનો સમૃદ્ધ બંદર હતું અને હડપ્પીય સભ્યતા નો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે એમ કહી શકાય.

Related Posts

Subscribe Our Newsletter