એકમ ૨ આદિમાનવથી સ્થાયી જીવનની સફર
પ્રશ્ન-4 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
1. આદિમાનવોનો ખોરાક શું હતો?
જવાબ. આદિમાનવોનો ખોરાક હરણ જેવા જંગલી પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓનો શિકાર કરીને પોતાને જીવંત રાખતા તેમજ કંદમૂળ અને ફળોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા.
2. આદિમાનવો પથ્થરોનો ઉપયોગ ક્યાં કાર્યો માટે કરતા હતા?
જવાબ. આદિમાનવો પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરવા તેમજ તેમની ચામડી કાઢવા તેમનો ઉપયોગ કરતા હતા.
૩. આદિમાનવ પોતાનું શરીર શાના વડે ઢાંકતા હતા?
જવાબ. આદિમાનવો પોતાનું શરીર વૃક્ષોની છાલ અને વનસ્પતિઓના ચામડામાંથી ઢાંકતા હતા.
4. ગુજરાતમાં પાષાણકાલીન માનવ વસાહત કયાં જોવા મળે છે?
જવાબ. ગુજરાતમાં પાષાણયુગના માનવ વસાહત લાંઘણજમાં મળી આવ્યું છે.
5. પાષાણ યુગના આદિમાનવો કેવા સ્થળે રહેવાનું પસંદ કરતા?
જવાબ. પાષાણ યુગના આદિમાનવો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે ત્યાં વસાહત કરતા હતા.
6. ભીમબેટકાની ગુફાઓમાંથી કયા કયા ચિત્રો મળી આવ્યા છે?
જવાબ. ભીમબેટકાની ગુફાઓમાંથી આદિમાનવો દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાંના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલાં ચિત્રો મળી આવ્યા છે.
7. અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું?
જવાબ. અગ્નિના મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા, અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતાં તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા.
8. આદિમાનવ શામાંથી ચક્ર(પૈડું) બનાવતા શીખ્યો?
જવાબ. આદિમાનવો ઝાડના થડ અને ઝાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા.
9. કારણ આપો. પર્યાવરણ બદલાતા હરણ-બકરા જેવા તૃણાહારીઓની સંખ્યા વધી ગઈ.
જવાબ. કારણ કે દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેને પરિણામે ઘાસ ખાનારા પ્રાણીઓ હરણ, ઘેટાં, બકરાં, જેવા તૃણાહારી. પ્રાણીઓની સંખ્યા વધી ગઈ.
10. આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા?
જવાબ. આદિમાનવો ઘઉં, જવ જેવા પાકો ઉગાડતા હતા.
11. આદિમાનવો કેવા પશુઓ પાડતા હતા?
જવાબ. આદિમાનવો ઘેટા બકરા પાડતા હતા.
12. આદિમાનવે ખેતી માટે કયા ઓજારોનો ઉપયોગ કર્યો હતો?
જવાબ. આદિમાનવો ખેતી માટે ખુરશી, ઝીણી, દાતરડાંનો સમાવેશ ખેતીના ઓજારો તરીકે તેનો ઉપયોગ કર્યો હતો.
13. કૃષિ અને પશુપાલન અપનાવ્યા બાદ આદિમાનવનો ખોરાક શો હતો?
જવાબ. કૃષિ અને પશુપાલન આપનાવ્યા બાદ આદિમાનવોનો ખોરાક ઘઉં, જવ અને પશુઓનો માંસ. ઉપરાંત, માછલી તેમજ તેમની વસાહતની આસપાસના ફળો ખાતા હતા.
14. મેહરગઢ - પાકિસ્તાનમાંથી કયા કયા અવશેષો મળી આવ્યા છે?
જવાબ. પાકિસ્તાન મહેરગઢમાંથી ઘઉં, જવ, ઘેટાં-બકરા, પથ્થરના ઓજારો મળી આવ્યા છે.
15. બિહારમાં કયા સ્થળે આદિમાનવના અવશેષ મળી આવ્યા છે?
જવાબ. બિહારમાં ચિરાંદ સ્થળે આદિમાનવના અવશેષ મળી આવ્યા છે.
16. પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા કયા સ્થળોમાંથી માનવ-વસાહત અને પશુપાલનની માહિતી મળી આવે છે?
જવાબ. પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ, ગુફક્રાલ, હુરંગી, મેહરગઢ, લાંઘણજ, ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે.
17. આદિમાનવ વસવાટના કયા સ્થળેથી કૃષિ અને તીક્ષ્ણ ઓજારના અવશેષો મળી આવ્યા છે?
જવાબ. મેહરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે, જે તેમના કૃષિકાર્યમાં વપરાતા હશે.