-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૬ પાઠ ૩ પ્રાચીન નગરો અને ગ્રંથો PART 3


ધોરણ ૬ પાઠ ૩ પ્રાચીન નગરો અને ગ્રંથો PART 3

પાઠ ૩ પ્રાચીન નગરો અને ગ્રંથો

૫૬.લોથલ અને કાલીબંગન માંથી કઈ પૂજા ના અવશેષો મળી આવેલ છે ?
જવાબ - લોથલ અને ત્યાંથી અગ્નિની પૂજા ના અવશેષો પ્રાપ્ત થયા છે.

૫૭.હડપ્પીય સભ્યતાની અંતિમ વિધિ વિશે જણાવો.
જવાબ - સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હતા ઘણી જગ્યાએ અગ્નિસંસ્કાર ના પુરાવા પણ મળ્યા છે તેવો મૃતકને દાંતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા જે તેમને મૃત્યુ પછીના જીવનની માન્યતા દર્શાવે છે

૫૮.સિંધુ ખીણની સભ્યતા ના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ અને બીજું શું મળી આવેલ છે ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ અને બીજું તામ્રપત્ર મળી આવેલ છે.

૫૯.સિંધુ ખીણની લીપી અને ભાષા વિશે ટૂંકમાં જણાવો.
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકા ઓ અને તામ્રપત્ર મળી આવેલ છે તેમના ઉપર કોઈ પણ ઉકેલી રહસ્યમય ભાષામાં લખાણ જોવા મળે છે આ લખાણો ટૂંકા છે અને તેમાં માત્રા વાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે.આ લિપી ઉકેલવાની ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી.

૬૦.હડપ્પીય સભ્યતા નું સ્થળ રંગપુર કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ - હડપ્પીય સભ્યતા નું સ્થળ રંગપુર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.

૧.રાજકોટ જિલ્લામાં રોઝડી કયા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે?
જવાબ - રાજકોટ જિલ્લામાં આવેલું રોઝડી શ્રીનાથગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે.

૬૨.કચ્છ જિલ્લામાં આવેલા સિંધુ ખીણની સભ્યતા ના સ્થળો ના નામ લખો.
જવાબ - કચ્છ જિલ્લામાં દેશલપર ધોળાવીરા અને સુરકોટડા એ સિંધુ ખીણની સભ્યતા ના સ્થળો છે.


૬૩.લાખાબાવળ અને આમરા કયા જિલ્લામાં આવેલ પ્રદેશો છે ?
જવાબ - લાખાબાવળ અને આમરા જામનગર જિલ્લામાં આવેલ પ્રદેશો છે.

૬૪.ભરૂચ જિલ્લામાં આવેલું ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલું છે ?
જવાબ - ભરૂચ નદી માં આવેલું ભાગા તળાવ કીમ નદીના કિનારે આવેલું છે.

૬૫.હડપ્પીય સભ્યતા નો શામ કારણે અંત થયો?
જવાબ - હડપ્પીય સભ્યતા નો અર્થ ધરતીકંપ પૂર રોગચાળો કે બાહ્ય આક્રમણને કારણે થયો હશે.

૬.ચાર વેદના નામ જણાવો.
જવાબ -ચાર વેદના નામ આ પ્રમાણે છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ.

૬૭.આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે ?
જવાબ - આપણો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે.

૬૮.ઋગ્વેદ માં કુલ કેટલા મંડળો આવેલા છે ?
જવાબ - ઋગ્વેદ માં કુલ ૧૦ મંડળો આવેલા છે.

૬૯.ઋગ્વેદના 10 મંડળોમાં કુલ કેટલી પ્રાર્થનાઓ છે ?
જવાબ -ઋગ્વેદના 10 મંડળોમાં કુલ 1080 પ્રાર્થનાઓ છે.

૭૦.ઋગ્વેદ ની પ્રાર્થનાઓ ને શું કહેવામાં આવે છે ?
જવાબ - ઋગ્વેદ ની પ્રાર્થનાઓ ને સુક્ત કહેવામાં આવે છે.

૭૧.ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે ?
જવાબ - ઋગ્વેદ પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે.

૭૩.ઋગ્વેદ ઇતિહાસકારોને ઉપયોગી છે. -વિધાન સમજાવો.
જવાબ - ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવન નો પરિચય મળે છે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે વળી કોણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી પણ મળે છે.આમ ઋગ્વેદમાં આર્યોના સમયની વિવિધ માહિતી હોવાથી ઇતિહાસકારો તેમજ પુરાતત્વવિદોને ઉપયોગી છે.

૭૪.સભા વિશે માહિતી આપો.
જવાબ - સભા વિશેની માહિતી આપણને ઋગ્વેદ માંથી મળે છે સભાએ નાની સંસ્થા હતી સભામાં જે તે રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્ય ના અગત્યના પ્રશ્નો ની ચર્ચા થતી તથા ન્યાય પણ આપવામાં આવતો.

૭૫.રાજકીય સંસ્થા તરીકે સમિતિ વિશે જણાવો.
જવાબ - રાજકીય સંસ્થા તરીકે સમિતિએ સભા કરવા વિસ્તૃત સંસ્થા હતી સમિતિના સભ્યો દ્વારા રાજા ની ચૂંટણી થતી સમિતિમાં રાજાના મદદગાર તરીકે સેનાધ્યક્ષ અને પુરોહિતની પણ નિમણૂક થતી.

૭૬.ગવેષ્ણા એટલે શું થાય ?
જવાબ - ગવેષ્ણા એટલે ગાયોનું પાલન થાય.

૭૭.ઋગ્વેદમાં કઈ નદીના કિનારે આવેલ દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે ?
જવાબ - ઋગ્વેદમાં રાવી નદીના કિનારે આવેલ દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે.

૭૮.ટૂંકનોંધ લખો - ઋગ્વેદ સમયનું સમાજજીવન.

જવાબ -ઋગ્વેદ સમયના સમાજનું એકમ કુટુંબ હતું

તે સમુદાયના લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા અને પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થા હતી સમાજ વર્ણને જ્ઞાતિઓમાં વહેંચાયેલું ન હતો એટલે સમાજમાં સૌ સમાન હતા કોઈ ઊંચનીચના ભેદભાવ ન હતા તેઓ સ્ત્રી સ્વતંત્ર માં માનતા હતા સમાજમાં સ્ત્રીઓને ઊંચુ સ્થાન અપાતું સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી તે અભ્યાસ કરતી કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેના લગ્ન થતાં.

૭૯.કઈ વિદૂષી સ્ત્રીઓ ઋગ્વેદની ઋચાઓ રચેલી છે ?
જવાબ - અપાલા લોપમુદ્રા કોષા વગેરે વિદૂષી સ્ત્રીઓ એ ઋગ્વેદની ઋચાઓ રચેલી છે.

૦.ઋગ્વેદમાં કઈ પૂજાના ઉલ્લેખો જોવા મળે છે?
જવાબ - ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજા ના ઉલ્લેખો જોવા મળે છે.

૮૧.ઋગ્વેદમાં કોની કોની પૂજા ના ઉલ્લેખો જોવા મળે છે ?
જવાબ - ઋગ્વેદમાં ઇન્દ્ર વરુણ અગ્નિ સૂર્ય વગેરેની પૂજા ના ઉલ્લેખો જોવા મળે છે.

૮૨.ઋગ્વેદમાં સવાર ની દેવી અને સાંજની દેવી તરીકે કોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ?
જવાબ - ઋગ્વેદમાં સવાર ની દેવી ઉષા અને સાંજની દેવી અદિતીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

૮૩.ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા પ્રાણીનો થયેલ છે ?
જવાબ - ઋગ્વેદમાં ગાય બળદ અને ઘોડા ની ચર્ચા ઘણી જગ્યાએ છે પણ ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ થયેલો જોવા મળે છે.

૮૪.ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થામાં સંપત્તિનો મુખ્ય આધાર કોને ગણવામાં આવતું ?
જવાબ - ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થામાં સંપત્તિનો મુખ્ય આધાર પશુઓની સંખ્યા ને ગણવામાં આવતો.

૮૫.ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણોમાં શું ગૌણ હતું?
જવાબ - ઋગ્વેદ કાલિદાસ વ્યવસ્થામાં પ્રારંભિક ચરણોમાં કૃષિ ગૌણ હતું.

Related Posts

Subscribe Our Newsletter