-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ૧૪ વિવિધતામાં એકતા PART 2

ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ૧૪ વિવિધતામાં એકતા PART 2




પાઠ ૧૪ વિવિધતામાં એકતા

૨૧.ડોક્ટર રાધાકૃષ્ણ ને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે? ઉત્તર : જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતા ની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.

૨૨.આપણું રાષ્ટ્ર ગીત કોણે લખ્યું છે?
ઉત્તર : આપણું રાષ્ટ્રગીત રવીન્દ્રનાથ ટાગોર જી એ લખેલું છે.

૨૩.વસુધૈવ કુટુમ્બકમ્ એટલે શું થાય ?
ઉત્તર : વસુધૈવ કુટુમ્બકમ્ એટલે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવો અર્થ થાય છે.

૨૪.ટૂંકનોંધ લખો- ભારતના લોકોમાં જોવા મળતી વિવિધતા માં એકતા.
ઉત્તર : રાષ્ટ્રીય એકતા થી રાષ્ટ્રનો આર્થિક-સામાજિક ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે વિવિધતાઓ ની વચ્ચે પણ લોકો શાંતિ સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તેથી જ ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતા ની આવશ્યકતા સ્વીકારવી જ પડશે આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા વિવિધતામાં એકતા આપણા દેશની આગવી વિશેષતા છે.

૨૫. સ્વતંત્રતાની ની લડાઈમાં દેશવાસીઓએ કઈ રીતે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા ?
ઉત્તર : સ્વતંત્રતાની લડાઈમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા.

૨૬.ભારત ભાતીગળ સંસ્કૃતિ નું સર્જન સાથે કરી શક્યું છે ?
ઉત્તર : ભારત વિવિધતા ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે.

૨૭. ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે ?
ઉત્તર : ભારતે વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.

૨૮.આપણા દેશમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે ?
ઉત્તર : આપણા દેશમાં આપણા દેશમાં ધર્મ સંપ્રદાયો જ્ઞાતિઓ ભાષાઓ અને ઉત્સવોનું ભેદભાવ જોવા મળે છે.

૨૯.પ્રારંભિક સમાજરચનામાં શાના આધારિત વર્ણ વ્યવસ્થા હતી?
ઉત્તર : પ્રારંભિક સમાજરચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી.

૩૦.આપણા દેશમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ શાથી ઉદ્ભવ્યા હતા ?
ઉત્તર : પ્રારંભિક સમાજરચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજીક રીતે પછાત રહી જવા પામ્યા હતા આથી આપણા દેશમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદભવ્યા હતા.

૩૧. ભારતમાંથી અસ્પૃશ્યતા કઈ રીતે નાબૂદ થઈ છે ?
ઉત્તર : દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકાર અધિકારને સ્થાન મળતા ભારત દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે.

૩૨. ટૂંકનોંધ લખો : વિવિધતા માં જોવા મળતા ભેદભાવ.
ઉત્તર : વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે દેશમાં અમીર- ગરીબ છોકરા- છોકરી સાક્ષર- નિરક્ષર શહેરી-ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે.

પ્રારંભિક સમાજરચનામાં વ્યવસાય આધારિત વર્ણવ્યવસ્થા હતી કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજીક રીતે પછાત રહી જવા પામ્યા હતા.આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદભવ્યા હતા ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે જેથી ભણેલા લોકોનું જીવનધોરણ ઊંચું જોવા મળે છે સમાજમાં તેઓ મોભાનું સ્થાન મેળવે છે સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થયા છે.

૩૩.સ્વતંત્ર ભારતના બંધારણ દ્વારા કયા હક વડે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?
ઉત્તર : સ્વતંત્ર ભારતના બંધારણના સમાનતાના હક વડે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.

૩૪.મફત અને ફરજિયાત શિક્ષણ ના કાયદા થી કયા શિક્ષણની તકો મળવા લાગી છે ?
ઉત્તર : મફત અને ફરજિયાત શિક્ષણ અને કાયદાથી માધ્યમિક શિક્ષણની તકો મળવા લાગી છે.

૩૫.કયા કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઇ રહ્યા છે ?
ઉત્તર : લોકો પોતાના ધર્મનું પાલન કરે,પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઊજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઇ રહ્યા છે.

૩૬.છાત્રાલય અને શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ કોના માટે છે ?
ઉત્તર : છાત્રાલય અને શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ વિદ્યાર્થીઓ માટે છે.

૩૭.ટૂંકનોંધ લખો : વિવિધતા અને સમાનતાના પ્રયાસો.
ઉત્તર : લોકો પોતાના ધર્મનું પાલન કરે પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઊજવી શકે તે પ્રકારની સ્વતંત્રતા મેળવવા ના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઇ રહ્યા છે ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી છે જેથી સામાજિક આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઇ રહી છે.

૩૮.રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માં કોની ભૂમિકા મહત્વની છે?
ઉત્તર : રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માં સ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે.

૩૯.દેશ માં છોકરીઓમાં શાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ કુરિવાજો નો ભોગ બને છે ?
ઉત્તર : દેશમાં છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ કુરિવાજો નો ભોગ બને છે.

૪૦.સ્ત્રીઓ કેવા કુરિવાજો નો ભોગ બને છે ?
ઉત્તર : સ્ત્રીઓમાં સાક્ષરતા નું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળલગ્ન પડદા પ્રથા દહેજપ્રથા તથા અન્ય કુરિવાજો નો ભોગ બને છે.

૪૧.ભારતીય સમાજમાં શાને પ્રાધાન્ય આપવામાં આવે છે ?
ઉત્તર : ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે.

૪૨.ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ કઈ હત્યાનો ભોગ બને છે ?
ઉત્તર : ભારતીય સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ સ્ત્રીભ્રુણ હત્યાનો ભોગ બને છે.

૪૩.છોકરાઓ છોકરીઓ ના ભેદભાવ વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર : ભારત જ નહીં પણ વિશ્વના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે સ્ત્રી-પુરુષની જૈવિક વિવિધતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટીકોણ થી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે આજે પણ મોટા ભાગનાં કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે રસોડામાં રસોઈ બનાવે અને બાળઉછેર નું કામ કરે છે આમ છોકરા છોકરીઓના ભેદભાવ જોવા મળે છે.

૪૪.ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગ ની સ્થાપના ક્યારે થઈ હતી ?
ઉત્તર : ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગ ની સ્થાપના 1992 માં થઈ હતી.

૪૫.કઈ મિલકત ની અંદર સ્ત્રીઓને સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે ?
ઉત્તર : કુટુંબની માલમિલકત સ્ત્રીઓને સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે.

૪૬.કયા કુરિવાજ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે ?
ઉત્તર : બાળલગ્નો દહેજપ્રથા સ્ત્રીભૃણ હત્યા વગેરે કુરિવાજ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે.

Related Posts

Subscribe Our Newsletter