ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ૧૪ વિવિધતામાં એકતા PART 1
પાઠ ૧૪ વિવિધતામાં એકતા
૧.ભારત વિવિધતાઓ ના કારણે એક શું બની ગયો ?
ઉત્તર : ભારત વિવિધતાઓ ના કારણે એક ઉપખંડ બની ગયો છે.
૨.આપણા દેશમાં લોકો કયા કયા ધર્મ પાળે છે ?
ઉત્તર : આપણા દેશમાં લોકો હિન્દુ ઈસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ પારસી વગેરે ધર્મ પાળે છે.
૩.પંજાબ માં કયો ધર્મ પાળનારા લોકો વધારે છે ?
ઉત્તર : પંજાબમાં શીખ ધર્મ પાળનારા લોકો વધારે છે.
૪.ભારત બિનસાંપ્રદાયિક દેશ છે : વિધાન સમજાવો.
ઉત્તર : વિવિધ જાતિઓ ધર્મો રીતરિવાજો સંસ્કૃતિ ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિ નું સર્જન કરી શક્યો છે.
ભારતે વસુધૈવ કુટુંબકમ્ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે તેથી ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.
5. આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે ?
ઉત્તર : આપણા દેશમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે જેવી ભાષાઓ બોલાય છે.
૬.મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે ?
ઉત્તર : મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે મરાઠી ભાષા બોલે છે.
૭.ભારતમાં કયા રાજ્ય ના રાસ ગરબા જાણીતા છે ?
ઉત્તર : ભારતમાં ગુજરાત રાજ્ય ના રાસ ગરબા જાણીતા છે.
૮.પંજાબના લોકો કયા નૃત્ય માટે જાણીતા છે ?
ઉત્તર : પંજાબના લોકો ભાંગડા નૃત્ય માટે જાણીતા છે.
૯.અસમ નું જાણીતું નૃત્ય કયું છે?
ઉત્તર : અસમ નું જાણીતું નૃત્ય બિહુ છે.
૧૦.રાજસ્થાન નું પ્રસિદ્ધ નૃત્ય કયું છે ?
ઉત્તર : રાજસ્થાન નું પ્રસિદ્ધ નૃત્ય ઘુમ્મર છે.
૧૧.આપણા દેશમાં કયા કયા નૃત્ય જાણીતા છે ?
ઉત્તર : આપણા દેશમાં રાસ ગરબા (ગુજરાત),ભાંગડા (પંજાબ), કથક (ઉત્તરપ્રદેશ), કુચીપુડી (આંધ્રપ્રદેશ) ,કથકલી (કેરલ) , ભરતનાટ્યમ (તમિલનાડુ), બિહુ (અસમ) , ઓડિસી (ઓડીશા) અને ઘુમ્મર (રાજસ્થાન) વગેરે અનેક પ્રકારના નૃત્યો રસપૂર્વક કરે છે.
૧૨. ટૂંકનોંધ લખો - ભારતમાં વિવિધતા
ઉત્તર : ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે, આપણા દેશની પ્રજા પોશાક , ખોરાક ,રહેઠાણ , ધર્મ , ભાષા રીતરિવાજ , તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે.છતાં દેશવાસીઓમાં ભાવનાત્મક એકતા જોવા મળે છે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મ, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્ય ની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે અને આ પ્રમાણેની ભારતની અંદર વિવિધતામાં એકતા જોવા મળે છે.
૧૩. આપણો દેશ કયા કારણે વિવિધતા વાળો દેશ બન્યો છે ?
ઉત્તર : આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે.
૧૪.આપણા દેશમાં લોકો કયા કયા તહેવારો ઉજવે છે ?
ઉત્તર : આપણા દેશના લોકો દિવાળી , મકરસંક્રાંતિ, હોળી, દશેરા ,શિવરાત્રી ,ગણેશ ચતુર્થી ,ઈદ, નાતાલ ,અષાઢી બીજ, મહોરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતી ,પતેતી ,વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો એકસાથે મળીને ઉજવે છે.
૧૫. કયા રાજ્યના લોકો વૈશાખીનો તહેવાર ઉજવે છે?
ઉત્તર : પંજાબ રાજ્યના લોકો વૈશાખીનો તહેવાર ઉજવે છે.
૧૬.મહાવીર જયંતી નો ઉત્સવ કયા ધર્મના લોકો ઊજવે છે ?
ઉત્તર : મહાવીર જયંતી નો ઉત્સવ જૈન ધર્મના લોકો ઊજવે છે.
૧૭.ભારતની સંસ્કૃતિ ની આગવી વિશેષતા કઈ છે ?
ઉત્તર : ભારતની સંસ્કૃતિ ની આગવી વિશેષતા વિવિધતામાં એકતા છે.
૧૮.રાષ્ટ્રીય એકતા કોને કહેવાય?
ઉત્તર : જુદા જુદા ધર્મ ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્ય ની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય છે.
૧૯.રાષ્ટ્રીય એકતા થી કયા ક્ષેત્રોમાં વિકાસ થાય છે ?
ઉત્તર : રાષ્ટ્રીય એકતા થી રાષ્ટ્રનો આર્થિક-સામાજિક ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે.
૨૦.ડોક્ટર રાધાકૃષ્ણને કઈ આવશ્યકતા સ્વીકારવા પર ભાર મૂક્યો હતો ?
ઉત્તર : ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા ની આવશ્યકતા સ્વીકારવા પર ભાર મૂક્યો હતો.