પાઠ 14 લોકશાહીમાં સમાનતા
1. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?
ઉત્તર : ભારત
2. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
ઉત્તર : ભારત
3. સૌ નાગરિકોને સમાન તક પણ આપી છે?
ઉત્તર : ભારત ના બંધારણે
4. લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે?
ઉત્તર : મતાધિકારનો
5. દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે?
ઉત્તર : ભારતના બંધારણે
6. આપણા દેશમાં કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે?
ઉત્તર : 18
7. આપણા દેશના મતદાનની વ્યવસ્થા કોણે કરી?
ઉત્તર : ચૂંટણી પંચ
8. કેટલા વર્ષની ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો બાળ મજૂર કહેવાય?
ઉત્તર : 14 વર્ષ
9. કેટલા વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો કરવાનો અધિકાર છે?
ઉત્તર : 6 થી 14 વર્ષ
10. કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળ મજુરી કહેવાય?
ઉત્તર : 14 વર્ષ
11. લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે?
ઉત્તર : સમાનતાની
12. સમાજમાં સમાનતા કોના પર માઠી અસર થાય છે?
ઉત્તર : સમરસતા પર
13. ભારત .......... દેશ છે.
ઉત્તર : લોકશાહી
14. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ........... છે.
ઉત્તર : ભારત
15. દેશનું સંચાલન કરવા માટે ની માર્ગદર્શિકા............ કહેવાય.
ઉત્તર : બંધારણ
16. ભારતનું બંધારણ વિશ્વનું............. બંધારણ છે.
ઉત્તર : સૌથી મોટું લેખિત
17. લોકોનું લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન એટલે..............
ઉત્તર : લોકશાહી
18. .............. એ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે?
ઉત્તર : ગ્રામ પંચાયત
19. ............. એ દેશ ની સૌથી મોટી પંચાયત ગણાય છે?
ઉત્તર : સંસદ
20. ભારતના બંધારણે ................. વર્ષની મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપ્યો છે.
ઉત્તર : 18
21. ................ એ સમાનતા માં મુખ્ય ગણાય છે?
ઉત્તર : બાળ મજુરી
22. ભારતમાં..........વર્ષની ઓછી ઉંમરના બાળકને મજુરી એ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે?
ઉત્તર : 14
23. ............ વર્ષથી ઓછી વયના બાળકને મજુરી રાખવા માં આવે તો તે બાળમજૂર કહેવાય.
ઉત્તર : 14
24. જો આપણે સ્વચ્છતા રાખીએ તો જ કોઈને.......... માટે કહી શકીએ.
ઉત્તર : સ્વચ્છતા
25. બંધારણની રચના શા માટે કરવામાં આવી છે?
ઉત્તર : ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે. તેથી દેશના સુચારુ સંચાલન માટે બંધારણ ની રચના કરવામાં આવી છે.
26. સમાનતા એટલે શું?
ઉત્તર : સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન તેમજ સમાન તક.
27. લોકશાહી ની વ્યાખ્યા આપો?
ઉત્તર : લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન.
28. મતાધિકાર કોને મળે છે?
ઉત્તર : 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારત ના દરેક નાગરિક ને મતાધિકાર મળે છે.
29. ચૂંટણી પંચ શી કામગીરી કરે છે?
ઉત્તર : કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા લોકો મતદારો મતદાન કરી શકે છે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે.
30. બાળમજૂરી શાનો ભંગ ગણાય છે?
ઉત્તર : બાળમજૂરી બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાના તેના અધિકારનો ભંગ ગણાય છે.
31. ભારતના બધા બાળકોને કયો અધિકાર મળેલો છે?
ઉત્તર : ભારતના બધા નાગરિકોને 6 થી 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો વિકાર મળેલો છે.
32. બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ?
ઉત્તર : બાળમજૂરી એ અસમાનતા છે. બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારો નો ભાગ ગણાય છે. વળી 14 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકને મજૂરી રાખવું તે કાયદાનો ભંગ છે. તેથી બાળ મજુરી અટકાવવી જોઈએ.
33. પુરુષ અને મહિલા ને કઈ બાબતમાં ભેદભાવ રાખવામાં આવે છે?
ઉત્તર : એક સરખા કામમાં માં પુરુષ અને મહિલા ને મહેતાનું ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે.
34. લોકશાહી કોને કહેવાય?
ઉત્તર : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન ના મત અનુસાર 'લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતા શાસન તંત્ર' એટલે- લોકશાહી કહેવામાં આવે છે.મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા. આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે.
35. આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળ્યો છે?
ઉત્તર : સમાન રક્ષણ આપવામાં આવ્યું છે દેશમાં બધા નાગરિકોને નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે?(1)જુદા-જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા.(2) વ્યક્તિગત વિકાસ માં સમાનતા. (3) ભાષા કે બોલી ને આધારે સમાનતા. (4) લિંગ આધારિત સમાનતા. (5) શિક્ષણ મેળવવા ની સમાનતા.(6) વિચારોની અભિવ્યક્તિ માં સમાનતા. (7) સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધાઓ, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા.
36. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે?
ઉત્તર : વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ, કે જન્મસ્થળ ના કોઈ પણ ભેદભાવ વિના સમાનતા અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જોઈએ એ જરૂરી છે.
37. ટૂંક નોંધ લખો : લોકશાહીમાં સમાનતા
ઉત્તર : ભારત એક લોકશાહી દેશ છે. સમન્તા એ લોકશાહીનો પાયો સિદ્ધાંત છે. ભારતના બંધારણને દેશના સૌ નાગરિકોને કાયદાની સમાનતા નો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ હક મારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ઘર્મ, વંશ, જાતિ,લિંગ, જ્ઞાતિ, રંગ કે જન્મસ્થળના કોઇપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. સૌને સરખા ગણી સૌને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે, લોકશાહીમાં સમાનતાનો અધિકાર દ્વારા સૌ સર્વાંગી વિકાસ સાધી શકે છે. આપણા સ્વમાન જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે. સમાનતાનો અધિકાર આપણ ને બંધારણની રક્ષણ પૂરું પાડે છે.
38. ટૂંકનોંધ લખો : મતાધિકાર માં સમાનતા
ઉત્તર : ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે આપણા દેશના બંધારણે 18 કે 18 વર્ષ મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે. ધર્મ, ભાષા,લિંગ , બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતા ના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે. મતાધિકાર દ્વારા કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે. દરેક નાગરિક નિર્ભય બનીને મતાધિકાર નો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો મતાધિકાર નો ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ પ્રયત્ન કરે છે. મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણીપંચ ખાસ વ્યવસ્થા કરે છે.
39. ટૂંક નોંધ લખો : બાળમજૂરી અને બાળ અધિકાર
ઉત્તર : વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. આપણા દેશમાં દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. તેથી 14 થી ઓછી ઉમરના બાળકને મજૂરી રાખી શકાય નહીં. બાળમજૂરી બાળકના શિક્ષણ મેળવવાના અધિકાર નો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરવામાં આવે તો તે કાયદાનો ભંગ થયો કહેવાય છે. આ કાયદાના ભંગ બદલ નોકરીદાતા ને કાનૂની સજા થઈ શકે છે.
40. બંધબેસતાં જોડકાં જોડો :
વિભાગ અ | વિભાગ બ |
1. ભારત | 1. સૌને સમાન તક |
2. બંધારણ | 2. 6થી 14 વર્ષની ઉંમર |
3. મતાધિકાર | 3. ભિન્નતા ધરાવતો દેશ |
4. બાળકનો શિક્ષણનો મૂળભુત અધિકાર | 4. 14 વર્ષની ઉંમર |
| 5. 18 વર્ષથી મોટી ઉંમર |
જવાબ
ઉત્તર |
1. – 3 |
2. – 1 |
3. – 5 |
4. – 2 |