-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ૧ રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો ભાગ ૫

ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ૧ રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો ભાગ ૫



પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો.

1. રાણીની વાવ કોણે બંધાવી હતી?
જ. રાણીની વાવ રાણી ઉદયમતિએ પાટણમાં બનાવી હતી.

2. ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા?
જ. ચૌહાણવંશના શાસકો આરંભમાં અજયમેરુ નામના રાજ્યમાં શાસન કરતા હતા, જે આજે અજમેર તરીકે ઓળખાય છે.

૩. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી?
જ. સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.

4. વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો?
જ. વાઘેલાવંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતા.

પ્રશ્ન-2(અ) ટૂંક નોંધ લખો.
2. રાજપૂતયુગનું વેપાર – વાણિજ્ય
જ. રાજપૂતયુગમાં વાણિજ્યવ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર જકાત વસુલ કરવાની, વસ્તુઓની મુલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવી વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો છઠો ભાગ હતો. રાજપૂતયુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાક ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ (ખંભાત ) અને ભૃગુકચ્છ (ભરૂચ) બંદરો જણીતા હતા.

(બ) નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

1. ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો.
જ. ઉત્તર ભારતના બુંદેલખંડ(જેજાકભુક્તિ)ના ચંદેલો, મળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય (સોલંકી) રાજ્ય.

2. દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો.
જ. દક્ષિણ ભારતના રાષ્ટ્રફૂટો, પલ્લવ, ચોલ, પંડ્ય, ચેર જેવાં રાજ્યવંશો હતા.

૩. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો?
જ. ગુજરાતનો પ્રથમ સુલતાન વનરાજ ચાવડા હતો.

4. રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણનાં ક્યાં ક્યાં કાર્યો કર્યા હતા?
જ. રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણના માટે સોમનાથનો યાત્રાળુવેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધવામાં તેમનો નિર્યણ હતો.

પ્રશ્ન-૩(અ) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો.
1. ઉત્તર ભારતમાં ક્યાં રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા?
(A)પુલકેશી બીજાના             (B)હર્ષવર્ધનના
(C)મિહિરભોજના                  (D)અશોકના
જવાબ : [B]

2. બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાતું હતું?
(A)જેજાકભુક્તિ              (B)ઉજ્જ્યનિ
(C)પ્રતિહારો                   (D)ચૌલુક્ય
જવાબ : [A]

૩. માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
(A)કુમારપાળ       (B)ભોજ
(C)સીયક             (D)મુંજ
જવાબ : [A]

4. આઠમી સદીમાં બંગાળમાં ક્યાં વંશનું શાસન હતું?
(A)ચંદેલવંશનું       (B)પરમારવંશ
(C)પાલવંશનું        (D)પ્રતિહારોનું
જવાબ : [C]

5. રાણીની વાવ ક્યાં વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ નથી
(A)ચાવડાવંશના    (B)સોલંકીવંશના
(C)વાઘેલાવંશ        (D)મૈત્રકવંશના
જવાબ : [A]



(બ) યોગ્ય જોડકા જોડો.

(અ) રાજ્ય               (બ) શાસકો
1. સેનવંશ                (A) નરસિંહ વર્મા બીજો
2. સોલંકીવંશ                       (B) ગોવિંદ ત્રીજો
૩. પાલવંશ (C) વિજયસેન પ્રથમ
4. રાષ્ટ્રકૂટ વંશ (D) ગોપાલ
5. પલ્લવ વંશ (E) કુમારપાળ
(F) ભોજ

જવાબ
1.–C
2.–E
૩.–D
4.–B
5.-A

Related Posts

There is no other posts in this category.
Subscribe Our Newsletter