-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૩ પાણી જ પાણી ! PART 01

ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૩ પાણી જ પાણી ! PART 01




૧. કવિતાના આધારે પ્રશ્નોના જવાબ આપો :
(1)____તમે ના બગાડો,આ_____અણમોલ છે.
(A) પાણી ; પાણી
(B) તેલ ; દૂધ
(C) દૂધ; પેટ્રોલ
(D) પેટ્રોલ ; તેલ
ઉત્તર : A

(૨) પાણીને ઉકાળતાં તે વરાળ થઈ ઊડે છે. ( ✓કે X)
ઉત્તર : ✓

(૩) ખેતીવાડી અને ઝાડવાંઓને કોણ જીવાડે છે ?
ઉત્તર : ખેતીવાડી અને ઝાડવાંઓને પાણી જ જીવાડે છે.

(૪) પશુ-પંખીઓનું પ્રેમથી પોષણ.............કરે છે.
ઉત્તર : પાણી

(૫) પાણીની અછત ઊભી થાય તો____ના દુઃખભર્યાં દહાડા જોવા પડે છે.
(A) ભૂકંપ
(B) પૂર
(C) દુકાળ
(D) જ્વાળામુખી
ઉત્તર : (C)

૨. પૃથ્વી પર પાણી આપણને ક્યાં-ક્યાંથી મળે છે ?
ઉત્તર : પૃથ્વી પર પાણી આપણને નદી, તળાવ, દરિયો, સરોવર, કૂવા, વરસાદ, ઝરણું વગેરે જગ્યા એથી મળે છે.

૩. પીવાનું પાણી આપણને ક્યાંથી મળે છે ?
(A) ઝરણામાંથી
(B) નદીમાંથી
(C) કૂવામાંથી
(D) આપેલ ત્રણેય
ઉત્તર : D

૪. પીવાનું સ્વચ્છ પાણી આપણને સૌથી વધારે કોણ આપે છે ?
(A) કૂવો
(B) દરિયો
(C) વરસાદ
(D) ટાંકી
ઉત્તર : C

૫. નીચેનામાંથી કોણ આપણને પાણી આપતું નથી ?
(A) નદી
(B) મેદાન
(C) તળાવ
(D) કૂવો
ઉત્તર : B


૬. કૂવામાં પાણી ક્યાંથી આવે છે ?
ઉત્તર : જમીન ઉપરનું પાણી અંદર શોષાય છે અને તે જમીનમાં અંદર ઊતરે છે. આ પાણી કૂવામાં આપણને ભૂગર્ભજળ સ્વરૂપે મળે છે.


૭. ગરમ પાણીનું ઝરણું કોને કહેવાય?
ઉત્તર : અમુક જગ્યાએ પાણીના ઝરણાની નીચે પેટાળમાં જ્વાળામુખીના ગરમ પથ્થરો હોય છે. તેના લીધે ઉપરના ઝરણાનું પાણી ગરમ થઈ જાય છે, તેને ગરમ પાણીનું ઝરણું કહે છે.

૮. તમારા શહેરમાંથી કે ગામમાંથી પસાર થતી નદીનું નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૯. તમે જાણતા હોય તેવી પાંચ નદીઓનાં નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)


૧૦. ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો ?
ઉત્તર : ઘ૨માં પીવાનું પાણી પાણીની પાઇપ દ્વારા નળમાંથી મેળવીએ છીએ.

૧૧. પાણીની અછત ક્યાં જોવા મળે છે ?
ઉત્તર : ખૂબ ઓછો વરસાદ પડતો હોય તેવાં ગામડાંઓ, રણપ્રદેશમાં પાણીની અછત જોવા મળે છે.

૧૨. જ્યાં પાણીની અછત હોય ત્યાં રહેતા લોકો પાણી કેવી રીતે મેળવતા હશે ?
ઉત્તર : જ્યાં પાણીની અછત હોય ત્યાં રહેતા લોકો પાણીની ટૅન્કર દ્વારા, દૂર કૂવામાં ભરવા જતા હશે, સરકાર દ્વારા થોડા થોડા સમયના અંતરે પાણી પહોંચાડાતું હશે, દૂર નદીએ ભરવા જતા હશે, બીજા ગામમાંથી લાવતા હશે.

૧૩. શું તમારી અને તમારા પડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે ? કેમ ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૪. ગામડામાં લોકો પીવાનું પાણી ક્યાંથી મેળવતા હશે?
ઉત્તર : ગામડામાં લોકો નદી, તળાવ, કૂવા, હૅન્ડપંપ, ટ્યૂબવેલ વગેરેમાંથી પીવાનું પાણી મેળવતા હશે.

૧૫. ખેતરમાં પાકને ચોમાસા સિવાયની ઋતુમાં પાણી કેવી રીતે મળતું હશે ?
ઉત્તર : ચોમાસા સિવાયની ઋતુમાં નદી કે કૂવામાંથી નહેરો દ્વારા, ટ્યૂબવેલ દ્વારા ખેતરમાં પાક ને પાણી મળતું હશે.

૧૬. આપણા બધાંના ઘરે હૅન્ડપંપ હોય છે. (✓કે X)
ઉત્તર : X

૧૭. તમને તરસ લાગે ત્યારે તમે શું કરો છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૮. પાણી વગર તમે શું ન જ કરી શકો ? કોઈ પણ ચાર કાર્ય લખો.
ઉત્તર : પાણી વગર હું આપેલાં કાર્યો ન જ કરી શકું:
(૧) કપડાં ધોવાં (૨) રસોઈ બનાવવી (૩) નાહવું (૪) બ્રશ કરવું.

૧૯. નીચેનામાંથી જે કાર્ય માં પાણી જરૂરી હોય, તેની સામે (✓) નિ નિશાની કરો:
ક્રિકેટ રમવામાં
ગીત ગાવામાં
હોડી ચલાવવામાં ✓
માટી ગૂંદવામાં ✓
ચા બનાવવામાં ✓
ચિત્ર બનાવવામાં
સાયકલ ચલાવવામાં ✓
વાસણ સાફ કરવામાં ✓
વૃક્ષો ઉગાડવામાં ✓
કપડાં ધોવામાં ✓

પરીક્ષા આપવામાં
ગાડી ધોવામાં ✓

૨૦. નીચેનામાંથી કયા કાર્યમાં પાણીની સૌથી વધારે જરૂર પડે છે ?
(A) સ્નાન કરવા
(B) ખેતરમાં પાણી આપવા
(C) માટી ગૂંદવા
(D) ઘર સાફ કરવા
ઉત્તર : B

Related Posts

Subscribe Our Newsletter