-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૩ પાણી જ પાણી ! PART 02

ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૩ પાણી જ પાણી ! PART 02




૨૧. નીચેનામાંથી કયા કાર્યમાં પાણીની સૌથી ઓછી જરૂર પડે છે ?
(A) વૃક્ષો ઉગાડવાં
(B) ઘર બનાવવાં
(C) રાંધવા માટે
(D) કપડાં ધોવા
ઉત્તર : (C)

૨૨. હોડી ચલાવવા માટે આપણને પાણીની જરૂર પડે છે.( ✓કે X)
ઉત્તર : ✓

૨૩. બસ પાણી પર ચાલી શકે છે. (✓કે X)
ઉત્તર : X

૨૪. પાણી આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે ? (પાંચ ઉપયોગ લખો.)
ઉત્તર : (૧) પાણી પીવા માટે ઉપયોગી છે.
(૨) રસોઈ બનાવવા, કપડાં ધોવા, નાહવા જેવાં રોજિંદા કાર્યોમાં ઉપયોગી છે.
(૩) વૃક્ષો ઉગાડવા જરૂરી છે.
(૪) જળમાર્ગે વાહનવ્યવહાર માટે ઉપયોગી છે.
(૫) આગ ઓલવવા ઉપયોગી છે.
(૬) વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે.
(૭) નાનાં મોટાં કારખાનાંમાં ઉપયોગી છે.

૨૫. પાણી વગર પણ આપણે જીવી શકીએ છીએ. ( ✓કે X)
ઉત્તર : X

૨૬. પાણીની જરૂરિયાત કોને કોને હોય છે ?
ઉત્તર : પાણીની જરૂરિયાત મનુષ્યને, પ્રાણીઓને, પક્ષીઓને, વૃક્ષોને, છોડને... .આમ, સૌ સજીવોને હોય છે.

૨૭. નીચેનામાંથી કોને પાણીની જરૂરિયાત હોતી નથી ?
(A) ઝાડ પર રહેતાં પક્ષીઓને
(B)પાલતુ પ્રાણીઓને
(C) ખેતરમાં વાવેલાં બીજને
(D)બાળકોની રમકડાંની ઢીંગલીને
ઉત્તર : (D)

૨૮. નીચે આપેલાં ચિત્રોનાં નામ લખો અને પ્રશ્નોના જવાબ આપો.




(૧) પાણીનો સૌથી ઓછો સંગ્રહ શામાં કરી શકાય ?
ઉત્તર : ગ્લાસમાં

(૨) પાણીનો સૌથી વધુ સંગ્રહ શામાં કરી શકાય ?
ઉત્તર : ટાંકીમાં

(૩) કયા કયા પાત્રમાં લગભગ સરખું પાણી ભરી શકાશે ?
ઉત્તર : ડોલ અને માટલામાં

(૪) તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાં કરવામાં આવે છે ?
ઉત્તર : ટાંકીમાં, ડોલમાં કે માટલામાં

૨૯. શાળામાં પાણીનો સંગ્રહ___માં થાય છે.
(A) ટાંકીમાં
(B) લોટામાં
(C) ગ્લાસમાં
(D) કેરબામાં
ઉત્તર : (A)

૩૦. આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ છે ?
ઉત્તર : જરૂરિયાતના સમયમાં તથા મુશ્કેલીના સમયમાં આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ તે માટે પાણીનો સંગ્રહ કરવો જોઈએ.

૩૧. ચિત્રો જોઈ જવાબ લખો.



(૧) ચિત્ર-૧ નું વર્ણન કરો.
ઉત્તર : ચિત્ર-૧ માં એક છોકરો ઊભો છે. તેની બાજુમાં નળમાંથી પાણી વહી જાય છે પરંતુ તે બંધ કરતો નથી. પાણી નો બગાડ થઇ રહ્યોછે.
(૨) ચિત્ર-૨નું વર્ણન કરો.
ઉત્તર : ચિત્ર-૨ માં પાણીના નળને બંધ કરતાં દર્શાવાયું છે. જેથી પાણીનો બચાવ થાય છે.
(૩) તમે તમારા ઘરમાં પાણીનો બગાડ કરો છો કે પાણી બચાવો છો ?
ઉત્તર : હું મારા ઘરમાં પાણીને બચાવું છું.

૩૨. આપણે પાણીનો બચાવ કરવાની જરૂર નથી. (✓ કે X)
ઉત્તર : X

૩૩. આપણે પાણીનો જરૂર પૂરતો ઉપયોગ શા માટે કરવો જોઈએ ?
ઉત્તર : પાણીનો જરૂર પૂરતો ઉપયોગ ન કરવાથી પાણીનો બગાડ થાય છે. પીવાનું ચોખ્ખું પાણી પૃથ્વી ઉપર ખૂબ ઓછું છે. પાણીનો બગાડ કરવાથી પાણી ઓછું થઈ જશે. પાણી સાચવીને વાપરવાથી ભવિષ્યમાં પાણીની અછત થશે નહિ. આપણે પાણી સાચવીને વાપરીએ તો બચેલું પાણી જરૂરિયાતવાળા લોકોને મળી શકે છે. પાણીનો જરૂર પૂરતો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી આપણને પાણી મળી રહેશે.

૩૪. રીટા રોજ સવારે પાણીનો નળ ચાલુ કરીને બ્રશ કરે છે
- શું રીટાએ આવું કરવું જોઈએ ? શા માટે ?
ઉત્તર : ના, રીટાએ નળ ચાલુ કરીને બ્રશ કરવું જોઈએ નહીં. કારણ કે આપણે બ્રશ કરતા હોઈએ ત્યારે નળમાંથી ઘણું પાણી વહી જાય છે અને પાણીનો બગાડ થાય છે.
– રીટાની જગ્યાએ તમે હોઉં તો તમે શું કરો ?
ઉત્તર : રીટાની જગ્યાએ હું ઘઉં તો પાણીની જરૂર ન હોય ત્યારે નળ બંધ કરીને બ્રશ કરું જેથી પાણીનો બગાડ થાય નહિ.

૩૫. પાણીનો ચોક્કસ આકાર હોય છે. (✓કે X)
ઉત્તર : X

૩૬ . પાણી જે વાસણમાં રેડો તે વાસણનો આકાર પારણ કરે છે . ( ✓કે X)
ઉત્તર : ✓

૩૭._______પાણી ભરવાનું પાત્ર નથી.
(A) મોટો જગ
(B) ડોલ
(C) ચાળણી
(D) ટબ
ઉત્તર : C





૩૯. ‘જળ એ જ જીવન છે' આવું શા માટે કહેવાય છે ?ટૂંકમાં જણાવો.
ઉત્તર : આપણે તરસ છિપાવવા પાણીની જરૂર પડે છે. પાણી રસોઈ બનાવવા, નાહવા, વાસણ ધોવા, કપડાં ધોવા જેવા રોજિંદા કામમાં ઉપયોગી છે. પાણીથી જ ખેતરમાં પાક ઉગે છે. મનુષ્યો, પક્ષીઓ અને પ્રાણીઓને જીવવા માટે પાણીની જરૂર પડે છે. માટે કહેવાય છે કે 'જળ એ જ જીવન છે”.

૪૦. પાણી ન હોય તો શું થાય?
ઉત્તર : પાણી ન હોય તો આપણને રોજિંદાં કર્યો કરવામાં અગવડ પડે. પાણી વગર મનુષ્યો,વૃક્ષો, પ્રાણીઓ, પશુઓનું જીવન સંકટમાં પડી જાય. પાણી ન હોય તો ખોરાક મળવો અશક્ય બની જાય. નાના મોટા કારખાનામાં કોઈ પણ વસ્તુઓ બનાવવા માટે પાણીની જરૂર હોય છે. પાણી ન હોય તો તે શક્ય બને નહિ.

Related Posts

Subscribe Our Newsletter