-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૧ પૂનમે શું જોયું ? PART 02

ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૧ પૂનમે શું જોયું ? PART 02




૧. તમે જોયેલા પ્રાણીઓ ના નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨. તમે જોયેલાં પંખીઓનાં નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

3. તળાવમાં કર્યાં કર્યાં પ્રાણીઓ રહે છે ?
ઉત્તર : તળાવમાં ભેંસ, હિપોપોટેમસ, ગેંડો, કાચબો, દેડકો, મગર વગેરે પ્રાણીઓ રહે છે.

૪. ગાય અને ભેંસમાંથી કોણ વધુ સમય પાણીમાં રહી શકે ?
ઉત્તર : ગાય અને ભેંસમાંથી ભેંસ વધુ સમય પાણીમાં રહી શકે છે.

૫. તળાવની આસપાસ જોવા મળતાં કોઈ પણ બે એવાં પ્રાણીઓનાં નામ લખો કે જે તળાવમાં ન હોય.
ઉત્તર : બકરી, હરણ, કાળિયાર, ભેંસ અને બગલો જેવાં પ્રાણીઓ તળાવની આસપાસ જોવા મળે છે, પરંતુ તેઓ તળાવમાં રહેતાં નથી.

૬. કાચબો તળાવમાં પણ રહી શકે છે. (√ કે X)
ઉત્તર : √

૭. દેડકો માત્ર તળાવમાં જ જોવા મળે છે. (√ કે X)
ઉત્તર : X

૮.નીચેનામાંથી કર્યુ પ્રાણી પાણીમાં અને જમીન પર એમ બંને જગ્યાએ રહી શકે ?
(A) બકરી
(B) મગર
(C) કબૂતર

(D) આપેલા તમામ
ઉત્તર : B

૯.નીચેનાં પ્રાણીઓ કેવો અવાજ કાઢે છે તે લખો :
(૧) ચકલી - .....................
ઉત્તર : ચીં... ચીં...

(૨) મોર - .....................
ઉત્તર : ટેહુક... ટેહુક..

(૩) કૂતરો - .....................
ઉત્તર : ભાઉં... ભાઉં...

(૪) દેડકો – .....................
ઉત્તર : ડા્ઉ...ડા્ઉ....

(૫) બકરી -.....................
ઉત્તર : બેં..બેં..

(૬) ગધેડો - .....................
ઉત્તર : હોંચી..હોંચી..

૧૦. દરેક પ્રાણીઓના અવાજ એકસરખા હોય છે. (√કે X)
ઉત્તર : X

૧૧. પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે____કરે છે.
(A) શ્વસન
(B) પાચન
(C) હલનચલન
(D) સાપ
ઉત્તર : C

૧૨. પ્રાણીઓ કેવી રીતે હલનચલન કરે છે ?
ઉત્તર : પ્રાણીઓ ચાલીને, પેટે સરકીને, ઊડીને, તરીને તથા કૂદકા મારીને હલનચલન કરે છે.


૧૩. નીચેનામાંથી કોણ કૂદકા મારીને ચાલે છે ?
(A) ચકલી
(B) ગાય
(C) માણસ
(D) સાપ
ઉત્તર : A

૧૪.___પેટે સરકીને ચાલે છે.
(A) ચકલી
(B) ગાય
(C) માખી
(D) સાપ
ઉત્તર : D

૧૫.__એક સ્થાનેથી બીજા સ્થાને જવા ઊડે છે.
(A) જળસાપ
(B) માછલી
(C) કોયલ
(D) આપેલા તમામ
ઉત્તર : C

૧૬.____ ચાલીને હલનચલન કરે છે.
(A) દેડકો
(B) માણસ
(C) અળસિયું
(D) (A) અને (B) બંને
ઉત્તર : B

૧૭. માત્ર તરીને હલનચલન કરતું પ્રાણી જણાવો.
ઉત્તર : માછલી માત્ર તરીને જ હલનચલન કરે છે.

૧૮. હલનચલન કરવાની રીતો પ્રાણીઓનાં ઉદાહરણ સાથે જણાવો.
ઉત્તર :

(૧) ચાલીને – ગાય
(૨) પેટે સરકીને – સાપ
(૩) તરીને – માછલી
(૪) ઊડીને – પોપટ
(૫) કૂદકા મારીને – દેડકો

૧૯. પ્રાણીઓનાં રહેઠાણમાં વિવિધતા જોવા મળે છે. ( √કે X)
ઉત્તર : √

૨૦. દરમાં રહેતાં પ્રાણીઓનાં નામ લખો.

ઉત્તર : ઉંદર, સાપ, કીડી, મંકોડા વગેરે પ્રાણીઓ દરમાં રહે છે.

૧. માળામાં રહેતાં કોઈ પણ ચાર પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર : ચકલી, દરજીડો, કબૂતર, કાગડો માળામાં રહે છે.

૨૨. આપણા ઘરમાં રહેતાં પ્રાણીઓનાં નામ જણાવો.
ઉત્તર : ગરોળી, પાળેલું કૂતરું, કરોળિયા, ઉંદર જેવાં પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે.

૨૩. પાણીમાં રહેતાં પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર : હિપોપોટેમસ, મગર, માછલી, દેડકો, કાચબો વગેરે પ્રાણીઓ પાણીમાં રહે છે.

૨૪. પ્રાણીઓના રહેઠાણમાં જોવા મળતી વિવિધતાજણાવો.
ઉત્તર : પ્રાણીઓના રહેઠાણમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. કેટલાંક પ્રાણીઓ વૃક્ષ ઉપર, કેટલાંક પાણીમાં, કેટલાંક જમીન પર, કેટલાંક દરમાં તો કેટલાંક પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે.

૨૫. નીચેનામાંથી કોણ આપણા ઘરમાં પણ રહે છે ?
(A) વંદો
(B) ગરોળી
(C) મચ્છ૨
(D) આપેલા તમામ
ઉત્તર : D

Related Posts

Subscribe Our Newsletter