ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૧ પૂનમે શું જોયું ? PART 02
૨૬. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે ?
(A) ચકલી – માળો
(B) સાપ – કર
(C) માછલી – પાણી
(D)માખી - દર
ઉત્તર : D
૨૭. પૂંછડી હોય તેવાં ચાર પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર : ગાય, ભેંસ, હાથી, બકરી, ખિસકોલી જેવાં પ્રાણીઓને પૂંછડી હોય છે.
૨૮. પૂંછડી વગરનું પ્રાણી__છે.
(A) વરુ
(B) ચકલી
(C) માણસ
(D) ગરોળી
ઉત્તર : C
૨૯. માથે શિંગડાં હોય તેવાં પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર : કાળિયાર, સાબર, ગાય, ભેંસ, બકરી, બળદ વગેરે પ્રાણીઓના માથે શિંગડા હોય છે.
૩૦. માથે શિંગડાં ન હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ?
(A) ગાય
(B) શિયાળ
(C) સાબર
(D) ભેંસ
ઉત્તર : B
૩૧. દીવાલ ઉપર ચાલી શકે તેવાં ચાર પ્રાણીઓનાં નામ જણાવો.
ઉત્તર : ગરોળી, કરોળિયો, કીડી અને મંકોડો દીવાલ પર ચાલી શકે છે.
૩૨. વૃક્ષ ઉપર રહેતાં અને ઊડી શકે તેવાં પ્રાણીઓનાં ઉદાહરણ આપો.
ઉત્તર : કાબર, કોયલ, કાગડો, ચકલી, પોપટ, કાકાકૌઆ અને લક્કડખોદ જેવાં પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે અને ઊડી પણ શકે છે.
૩૩. વૃક્ષ ઉપર રહે પરંતુ ઊડી ન શકે તેવાં પ્રાણીઓનાં ઉદાહરણ આપો.
ઉત્તર : કરોળિયો, દેડકો, કીડી, કાચિંડો, ખિસકોલી અને વાંદરો વૃક્ષ ઉપર રહે છે પરંતુ ઊંડી શક્તા નથી.
૩૪. માગ્યા મુજબ ઉદાહરણ આપો :
(૧) જમીન પર રહે અને ચાલીને હલનચલન કરે.
ઉત્તર : ગાય, ભેંસ, કૂતરો, બિલાડી
(૨) ઘરમાં રહે અને દીવાલ ઉપર ચાલી શકે.
ઉત્તર : ગરોળી, કરોળિયો
(૩) દરમાં રહે અને દીવાલ ઉપર ચાલી શકે
ઉત્તર : કીડી, મંકોડો
(૪) વૃક્ષ પર રહે અને કૂદકા મારીને ચાલે.
ઉત્તર : વાંદરો
(૫) દરમાં રહે અને પગ ધરાવે.
ઉત્તર : ઉંદર
(૬) માટીમાં રહે અને પગ ધરાવે.
ઉત્તર : દેડકો
(૭) પાણીમાં તરી શકે અને ઊડી પણ શકે.
ઉત્તર : હંસ, ફ્લેમિંગો
૩૫. જીભથી પાણી પીતાં પ્રાણીઓનાં નામ જણાવો.
ઉત્તર : કૂતરો, બિલાડી, વાઘ અને સિંહ જીભથી પાણી પીવે છે.
૩૬. હોઠથી પાણી પીતાં પ્રાણીઓનાં નામ જણાવો.
ઉત્તર : ગાય, ભેંસ, બળદ, વાંદરો, હરણ, હાથી, ગધેડું અને ઘોડો પાણી પીવે છે.
3૭.__હોઠથી પાણી પીવે છે.
(A) વાંદરો
(B) કૂતરો
(C) સિંહ
(D) (A) અને (B) બંને
ઉત્તર : A
૩૮. ગાય અને ભેંસ હોઠથી પાણી પીતાં પ્રાણીઓ છે. (√ કે X)
ઉત્તર : √
૩૯. વાઘ અને સિંહ હોઠથી પાણી પીતાં પ્રાણીઓ છે. (√ કે X)
ઉત્તર : X
૪૦. ઊડી શકતા અને ચાંચ ધરાવતાં પ્રાણીઓને...........કહે છે.
ઉત્તર : પક્ષી
૪૧. દરમાં રહેતા અને કદમાં ખૂબ નાનાં પ્રાણીઓને..........કહેછે.
ઉત્તર : જીવજંતુ
૪૨. મને ઓળખો :
(૧) મને કેળું ખાવું ખૂબ ગમે છે. હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું.
ઉત્તર - વાંદરો
(૨) હું દીવાલ પર જાળું બનાવું છું, જેમાં જીવજંતુ ચોટે તે મારો ખોરાક છે.
ઉત્તર – કરોળિયો
(૩) હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું.
ઉત્તર - ઘુવડ
(૪) “ડ્રાઉં, ડ્રાઉં, ડ્રાઉં” મારો અવાજ છે. હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું.
ઉત્તર - દેડકો
(૫) હું વરસાદ પછી જોવા મળું છું. મારે પગ નથી. હું પેટે સરકીને ચાલું છું.
ઉત્તર - અળસિયું
(૬) મારી ગતિ ધીમી છે. હું પાણી અને જમીનમાં રહું છું.
ઉત્તર - કાચબો
(૭) હું ઊડી શકું છું અને મધપૂડામાં રહું છું.
ઉત્તર - મધમાખી
(૮) હું ઘરમાં રહું છું અને નાનાં નાનાં જીવજંતુ ઓછા કરું છું.
ઉત્તર -ગરોળી
(૯) મને પાણીની બહાર કાઢો તો હું મરી જાઉં.
ઉત્તર - માછલી
(૧૦) હું રંગબેરંગી છું. હું ફૂલોનો રસ ચૂસું અને બાળકોને પ્રિય છે.
ઉત્તર - પતંગિયું
૪૩.આ ચિત્રમાં કર્યાં-કયાં પ્રાણીઓનાં અંગ દેખાય છે તે લખો.
ઉત્તર : આ ચિત્રમાં હાથી, બતક અને ઊંટનાં અંગ દેખાય છે.
૪૪.___પાંદડા પર વધુ જોવા મળે,
(A) દેડકો
(B) પોપટ
(C)ઇયળ
(D) કાગડો
ઉત્તર : C
૪૫.___વૃક્ષની ડાળી ઉપર બેસેલો જોવા મળે છે.
(A) વાંદરો
(B) માણસ
(C) વાઘ
(D) આપેલ તમામ
ઉત્તર : A
૪૬. થડ ,જમીન અને ડાળીઓ ઉપર જોવા મળતો એક જીવ.....
(A) કીડી
(B) પોપટ
(C) કાચિંડો
(D) તીડ
ઉત્તર : A
૪૭. નીચે આપેલાં પ્રાણીઓને તેમના કદના ચડતા ક્રમ (નાનાથી મોટા)માં ગોઠવો :
(૧) હાથી, કૂતરો, કીડી, ખિસકોલી
ઉત્તર : કીડી, ખિસકોલી, કૂતરો,હાથી
(૨) ગધેડો, મકોડો, ગરોળી, કાચિંડો
ઉત્તર : મકોડો, ગરોળી, કાચિંડો, ગધેડો
૪૮. પ્રાણીઓમાં જોવા મળતી વિવિધતાઓને તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : પ્રાણીઓમાં તેમનાં રહેઠાણ, ખોરાક, અવાજ, હલનચલન કરવાની રીત, આકાર વગેરેમાં વિવિધતા જોવા મળે છે. પ્રાણીઓમાં જોવા મળતી આ વિવિધતા તેમના જીવનને ટકાવી રાખવામાં, ખોરાક મેળવવામાં અને વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં તેમને મદદરૂપ થાય છે
૫૦. નીચેનાં પ્રાણીઓનું પશુ, પક્ષી, જીવજંતુ અને સરિસૃપમાં વર્ગીકરણ કરો :(સાપ, કીડી, મંકોડો, કોયલ, ગાય, ભેંસ, અળસિયું, મોર, માખી)
જવાબ:-
પશુ :- ગાય, ભેંસ
પક્ષી : - કોયલ, મોર
જીવજંતુ :- કીડી, મંકોડો, માખી
સરિસૃપ :- સાપ, અળસિયું
(A) દેડકો
(B) પોપટ
(C)ઇયળ
(D) કાગડો
ઉત્તર : C
૪૫.___વૃક્ષની ડાળી ઉપર બેસેલો જોવા મળે છે.
(A) વાંદરો
(B) માણસ
(C) વાઘ
(D) આપેલ તમામ
ઉત્તર : A
૪૬. થડ ,જમીન અને ડાળીઓ ઉપર જોવા મળતો એક જીવ.....
(A) કીડી
(B) પોપટ
(C) કાચિંડો
(D) તીડ
ઉત્તર : A
૪૭. નીચે આપેલાં પ્રાણીઓને તેમના કદના ચડતા ક્રમ (નાનાથી મોટા)માં ગોઠવો :
(૧) હાથી, કૂતરો, કીડી, ખિસકોલી
ઉત્તર : કીડી, ખિસકોલી, કૂતરો,હાથી
(૨) ગધેડો, મકોડો, ગરોળી, કાચિંડો
ઉત્તર : મકોડો, ગરોળી, કાચિંડો, ગધેડો
૪૮. પ્રાણીઓમાં જોવા મળતી વિવિધતાઓને તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : પ્રાણીઓમાં તેમનાં રહેઠાણ, ખોરાક, અવાજ, હલનચલન કરવાની રીત, આકાર વગેરેમાં વિવિધતા જોવા મળે છે. પ્રાણીઓમાં જોવા મળતી આ વિવિધતા તેમના જીવનને ટકાવી રાખવામાં, ખોરાક મેળવવામાં અને વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં તેમને મદદરૂપ થાય છે
૪૯. જોડકાં જોડો :
વિભાગ – અ | વિભાગ – બ | જવાબ |
1. કાગડો | 1. પાણી અને જમીન બંને પર રહે. | 1. – 3 |
2. સસલું | 2. પાંખ છે પણ પક્ષી નથી. | 2. – 4 |
3. મગર | 3. ઊડે | 3. – 1 |
4. માખી | 4. બખોલમાં રહે. | 4. – 2 |
૫૦. નીચેનાં પ્રાણીઓનું પશુ, પક્ષી, જીવજંતુ અને સરિસૃપમાં વર્ગીકરણ કરો :(સાપ, કીડી, મંકોડો, કોયલ, ગાય, ભેંસ, અળસિયું, મોર, માખી)
જવાબ:-
પશુ :- ગાય, ભેંસ
પક્ષી : - કોયલ, મોર
જીવજંતુ :- કીડી, મંકોડો, માખી
સરિસૃપ :- સાપ, અળસિયું