-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૮ વિજ્ઞાન અને ટેકનોલોજી સત્ર ૨ પ્રકરણ ૧૦ તરૂણાવસ્થા તરફ PART 2

ધોરણ ૮ વિજ્ઞાન અને ટેકનોલોજી સત્ર ૨ પ્રકરણ ૧૦ તરૂણાવસ્થા તરફ PART 2

પ્રકરણ ૧૦ તરૂણાવસ્થા તરફ

36.તફાવત લખો: પુરુષના ગૌણ જાતીય લક્ષણો અને સ્ત્રી ના ગૌણ જાતીય લક્ષણો.
ઉત્તર :

ઉત્તર : 

પુરુષના ગૌણ જાતીય લક્ષણો

 સ્ત્રી ના ગૌણ જાતીય લક્ષણો.

ચહેરા પર દાઢી મુછ નો વિકાસ જોવા મળે છે.

 દાઢી મુછ નો વિકાસ થતો નથી.

ખભા નો વિકાસ વધારે પહોળો હોય છે.

ખભા નો વિકાસ સાંકડો હોય છે.

સ્તન ગ્રંથિ અવિકસિત રહે છે.

સ્તન ગ્રંથિઓમાં વિકાસ જોવા મળે છે.

નિતંબ પ્રદેશ ઓછો વિકસિત હોય છે.

નિતંબ પ્રદેશ તમામ પ્રદેશ વધારે વિકસિત હોય છે.



37.અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું?
ઉત્તર : જે ગ્રંથિઓ નલિકાવિહીન હોય અને અંત:સ્રાવો ઉત્પન્ન કરે છે તેને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહે છે. દા.ત. પિટ્યુટરી ગ્રંથિ, અંડપિંડ,શુક્રપિંડ,થાઇરોઇડ વગેરે.

38. શુક્રપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ_____અને અંડપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ_____છે.
ઉત્તર : ટેસ્ટેસ્ટેરોન, ઇસ્ટ્રોજન

39.જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંત : સ્રાવના નિયંત્રણમાં હોય છે?
ઉત્તર : પિટ્યુટરી

40. ટેસ્ટેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવોનાં ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંત : સ્રાવ દ્વારા થાય છે?
ઉત્તર :પિટ્યુટરી ગ્રંથિ

41. તફાવત આપો : નર જાતિય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ
ઉત્તર :

નર જાતિય અંતઃસ્ત્રાવ

માદા જાતીય અંતઃસ્ત્રાવ

ટેસ્ટોસ્ટેરોન  નર જાતીય અંતઃસ્ત્રાવ છે.

ઇસ્ટ્રોજન  માદા જાતીય અંતઃસ્ત્રાવ છે.

તે શુક્ર પિંડ માં ઉત્પન્ન થાય છે.

તે અંડપિંડ માં ઉત્પન્ન થાય છે.

તે છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણો ઉત્પન્ન કરે છેદા. દાઢી મુછ ઉગવા.

તે છોકરીઓમાં ગોણ જાતીય લક્ષણો ઉત્પન્ન કરે છેદા. સ્તનનો વિકાસ થવો.


42.સ્ત્રીઓમાં સ્તનના વિકાસ અને દૂધસ્રાવી ગ્રંથિઓની પરિપક્વતા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે?
ઉત્તર : સ્ત્રીઓમાં સ્તનના વિકાસ અને દૂધસ્ત્રાવી ગ્રંથિઓની પરિપક્વતા માટે ‘ઇસ્ટ્રોજન' નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે.

43.અંતઃસ્ત્રાવો કઈ રીતે કાર્ય કરે છે?
ઉત્તર : વિવિધ અંતઃસ્ત્રાવો જુદી - જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય છે.આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને સીધા રુધિરમાં જ ઠાલવે છે.જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. લક્ષ્યાંક - સ્થળ અંત : સ્રાવ સાથે પ્રતિક્રિયા કરી પોતાનું કાર્ય કરે છે.દા.ત. પિટ્યુટરી ગ્રંથિમાંથી અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે.તે પૈકી પ્રજનન અંગો પર અસર કરતો અંત : સ્રાવ રુધિર દ્વારા પુરુષમાં શુક્રપિંડ સુધી જયારે સીમાં અંડપિંડ સુધી પહોંચે છે અને ત્યાં ઉત્પન્ન થતા જાતીય અંતઃસ્રાવોનું નિયમન કરે છે.શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતો ટેસ્ટેસ્ટેરોન અંત : સ્રાવ અને અંડપિડમાં ઉત્પન્ન થતો ઇસ્ટ્રોજન અંતસ્રાવ રુધિર વડે પોતાના લક્ષ્યાંક સ્થાન સુધી પહોંચીને જે-તે જાતીય લક્ષણોને પ્રેરે છે.

44.___ અને_____ પ્રજનનતંત્ર સાથે સંકળાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે.
ઉત્તર: શુક્રપિંડ,અંડપિંડ

45.જાતીય અંતઃસ્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે? તેનાં કાર્યો જણાવો.
ઉત્તર : જે અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ અને નિયમન કરતાં હોય તેમને જાતીય અંતઃસ્રાવ કહે છે. દા.ત. ટેસ્ટેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. આ અંતસ્રાવો જાતીય અંગોમાંથી ઉત્પન્ન થાય છે અને છોકરા અને છોકરીમાં ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરતા હોવાથી તેમને જાતીય અંતઃસ્ત્રાવો કહે છે.છોકરાઓમાં દાઢી - મૂછ ઉગવા,છાતી પર વાળ ઉગવા,છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ થવો,દૂધસ્ત્રાવી ગ્રંથિઓ વિકસિત થવી જેવા કાર્યો આ અંતઃસ્ત્રાવો કરે છે.વળી, છોકરા-છોકરી બન્નેને બગલ તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગે છે.

46.જન્યુઓની પરિપક્વતા અને ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. (✔ કે X)
ઉત્તર : ✔

47. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો આરંભ કેટલામાં વર્ષથી થાય છે અને ક્યાં સુધી ચાલુ રહે છે?
ઉત્તર : સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ 10 થી 12 વર્ષની ઉંમરથી આરંભ થાય છે અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલુ રહે છે.

48.સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જયારે .....
(A) ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે.
(B) સ્તનનો વિકાસ શરૂ થાય છે.
(C) શરીરનું વજન વધે છે.
(D) શરીરની ઊંચાઈ વધે છે.
ઉત્તર : (A) ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે.

49.અંડપિંડ દ્વારા અંડકોષ_____ દિવસના અંતરાલ પર મુક્ત થાય છે.

ઉત્તર : 28 થી 30

50.રજોસાવ (ઋતુસ્ત્રાવ) એટલે શું?
ઉત્તર : સ્ત્રીમાં લગભગ 28–30 દિવસના અંતરાલે ગર્ભાશયનું અંદરનું સ્તર અને તેની રુધિરવાહિનીઓ તૂટતા તેમાંથી સ્રાવ પામતું રૂધિર અને અંડકોષ યોનિમાર્ગ મારફતે શરીરની બહાર આવે છે,જેને જો સ્ત્રાવ (ઋતુસ્ત્રાવ) કહે છે.

51.ટૂંક નોંધ લખો ઋતુસ્ત્રાવ ચક
ઉત્તર : સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી શરૂ થઈ 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે.આ દરમ્યાન અંડપિંડમાં અંડકોષ પરિપક્વ થાય છે.લગભગ 28 થી 30 દિવસના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે.આ સમયે ગર્ભાશયની દિવાલ જાડી બને છે,જેથી તે ગર્ભધારણ કરી શકે. જો મુક્ત થયેલા અંડકોષનું ફલન ન થાય તો ગર્ભસ્થાપન માટેની તૈયારી નિષ્ફળ જાય છે.તે સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે.જે અફલિત અંડકોષ સાથે યોનિમાર્ગ દ્વારા રક્તસ્રાવ સ્વરૂપે શરીરની બહાર નીકળે છે જેને ઋતુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કહે છે.આ ઘટના દર 28 થી 30 દિવસના અંતરાલે ફરીથી જોવા મળે છે.રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધી આ ચક્ર ચાલ્યા કરે છે.

52.ઋતુસ્ત્રાવ દર 25 દિવસે થાય છે. (✔ કે X)
ઉત્તર : X

53.રજોદર્શન કોને કહે છે?
ઉત્તર : તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતા પ્રથમ ઋતુસ્ત્રાવને રજોદર્શન કહે છે.

54.લગભગ______ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે.
ઉત્તર : 45 થી 50

55.રજોનિવૃત્તિ એટલે શું?
ઉત્તર : સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજોનિવૃત્તિ કહે છે.


56.સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીની હોય છે. (✔ કે X)
ઉત્તર : ✔


57.ઋતુસ્ત્રાવના ચક્રનું નિયંત્રણ_____દ્વારા થાય છે.
ઉત્તર : અંતઃસ્ત્રાવો


58. મનુષ્યમાં લિંગ નિશ્ચયન આકૃતિ સાથે સમજાવો.
ઉત્તર : મનુષ્યના પ્રત્યેક કોર્ષ માં રંગસૂત્રો હાજર હોય છે દરેક કોષ કેન્દ્ર માં 23 જોડ રંગસુત્રો આવેલા હોય છે.તેમાંથી 1જોડ એટલે કે 2 રંગસૂત્રો લિંગી રંગસૂત્રો હોય છે,જેમાં બાળકના લિંગનિશ્ચયન માટેનો સંદેશ હોય છે.પુરુષમાં XY અને સ્ત્રીમાં XX લિગી રંગસૂત્રો હોય છે.અફલિત અંડકોષમાં હંમેશાં એક X- રંગસૂત્ર આવેલું હોય છે.જયારે એક પ્રકારના શુક્રકોષમાં X રંગસૂત્ર જયારે બીજા પ્રકારના શુક્રકોષમાં Y– રંગસૂત્ર હોય છે.જો અંડકોષનું ફલન X- રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે થાય તો યુગ્મનજ XX રંગસૂત્ર ધરાવે જે છોકરી તરીકે વિકાસ પામે.જો અંડકોષનું ફલન Y- રંગસૂત્ર ધરાવતાં શુક્રકોષ સાથે થાય તો યુગ્મનજ XY રંગસૂત્ર ધરાવે છે જે છોકરા તરીકે વિકાસ પામે.આમ બાળકનું લિંગ પિતા દ્વારા નક્કી થાય છે.

Related Posts

Subscribe Our Newsletter