સામાજિક વિજ્ઞાન પ્રશ્નબેન્ક ધોરણ-7 તારીખ-7/1/2023 જવાબસહિત
પ્રશ્ન 1 નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી જવાબ આપો
1. પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસવાટ કરતી હતી?
A. ગદ્દી ગરડીયો
2. 16મી સદીના અંત સુધી કઈ જનજાતિઓના લોકો ખેડૂતને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા?
A. ભીલ
3. જનજાતિઓનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું?
A. ખેતી
4. ગઢકટાંગા ના ગોડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થાય છે?
A.70000
5. પ્રત્યેક જનજાતિના એકબીજા સાથે કઈ પ્રથા થી જોડાયેલા હતા?
A. કબીલા પ્રથા
6. આદિવાસી એ આદિ અને વાસી એમ બે શબ્દોનો બનેલો છે જો વાસી એટલે વસવાટ કરનાર હોય તો આદિ એટલે શું?
A. જુના સમયથી
7. અહમ રાજ્યના સમાજના કુળ ને શું કહેવામાં આવે છે?
A. ખેલ
8. 13મી 14 મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી?
A. ગખર
9. અહમ લોકોએ કયા પાકની નવીન પદ્ધતિઓ શોધી હતી?
A. ચોખા
10. ઉત્તરગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શું હતો?
A. ધોતિયું અને ખમિસ
11. નીચેનામાંથી કયું વાક્ય ગોંડ જાતિના સમૂહ સાથે સુસંગત નથી?
A. તેમનો દરેક ગઢ 82 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો
12. નીચેનામાંથી કઈ જાતિ પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલી હતી?
A. ભીલ
13. ગોર ગધેડા નો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
A. દાહોદ
14. અહોમ જાતિના લોકો મ્યાનમાર થી આવી કઈ નદીના કિનારે ખીણ વિસ્તારમાં વસ્યા હતા?
A. બ્રહ્મપુત્ર
15. કયા બે પાડોશી રાજ્યો એવા છે કે તેના પહાડી વિસ્તારમાં કોળી અને બેરાદ જનજાતિઓ જોવા મળે છે?
A. કર્ણાટક અને મહારાષ્ટ્ર
16. ગોંડ જાતિના લોકો કઈ ખેતી કરતા હતા?
A. સ્થળાંતરિત ખેતી
17. ઓમ સમાજમાં કવિ અને વિદ્વાનોને દાનમાં શું આપવામાં આવતું હતું?
A. જમીન
18. ભીલ જનજાતિના લોકો કઈ પ્રવૃત્તિ સાથે વિશેષ જોડાયેલ રહ્યા હતા?
A. શિકાર અને અન્ન સંગ્રહ
19. હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારમાં 12મી સદી સુધી કઈ જાતિના સરદારોનું આધિ પત્ય હતું?
A. ચેર
20. બુરંજી નામની ઐતિહાસિક કૃતિ પહેલા કઈ ભાષામાં લખવામાં આવી હતી?
A. અહોમ
પ્રશ્ન 2 ( અ )ખાલી જગ્યા પૂરો
1. એકધારા વરસાદ કે અતિવૃષ્ટિથી ભૂમિ વિસ્તાર જળ મગ્ન થાય તેવી પરિસ્થિતિને પુર કહે છે
2. પ્રચંડ વાતાવરણીય તોફાનો વાવાઝોડાના નામે ઓળખાય છે
3. સાગરના તળિયે થતાં ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ને સુનામી કહે છે
4. ઓછા વરસાદ કે અનાવૃષ્ટિથી દુષ્કાળ ની સ્થિતિ ઊભી થાય છે
5. પૃથ્વીની સપાટી પરના કંપનની ભૂકંપ કહે છે.
6. ઔદ્યોગિક અકસ્માત એ માનવસર્જિત પ્રકારની આપત્તિ છે.
7. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ એકમમાં મપાય છે.
8. કચ્છમાં 26 જાન્યુઆરી 2001 માં આવેલી કુદરતી આપત્તિ ભૂકંપ એ તારાથી સર્જી હતી.
9. આંખની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવાની જરૂર પડે છે.
પ્રશ્ન 2 (બ) ટૂંકમાં ઉત્તર આપો.
1. વાવાઝોડા પહેલા રાખવાની સાવચેતી
A. વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈ પૂર્વક જાણી લેવી રેડિયો પોતાની પાસે રાખવો ચોક્કસ માહિતી માટે રેડીયા પરથી થતુ પ્રસારણ સાંભળતા રહેવું જો તમે દરિયાની નજીક રહેતા હોય તો દરિયાની નજીકનું નિશાન વાળો વિસ્તાર છોડીને ઊંચાણવાળી જગ્યાએ આશરે લેવો ખોરાકી ચીજો સુકો નાસ્તો ટોર્ચ પીવાનું સ્વચ્છ પાણી કપડા રેડિયો જરૂરી દવાઓ વગેરે તૈયાર કરવા ઘરમાં ગેસ અને વીજળીના બંધ કરી
2. વાવાઝોડા દરમિયાન રાખવાની સાવચેતી
A. વાવાઝોડાની ચેતવણી મળતા ઘરના બધા બારી બારણા બંધ કરવા જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નીકળવું નહીં જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા ઝાડ દરિયા કિનારો વગેરેથી વાહનને દૂર ઊભું રાખવું અને તમારી વાહનમાં જ બેસી રહેવું જો તમે સરકાર કે સ્વૈચ્છિક સંસાના આશરે શાનમાં રહેતા હોય તો તેઓના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું ખીલેથી છોડી મૂકવા જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી લેશે વીજળીના થોબલા મોટા વૃક્ષો મકાનો જાહેરાતના બોર્ડ વગેરેથી દૂર ઊભા રહેવું.
3. સુનામી દરમિયાન રાખવાની સાવચેતી
A.સુનામી દરમિયાન ઊંચાણવાળી જગ્યામાં આશરે લીધો હોય તો એ જગ્યાને છોડવી નહીં સુનામીના મોજા જોવાનો પ્રયત્ન ન કરવો સરકારી તંત્ર દ્વારા મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો દરિયાકિનારે આવેલા ઊંચા મકાનોમાં પણ આશરે ન લેવો કારણ કે સુનામીના વિનાશક મોજાથી તે પણ ધરાસાઈ થઈ શકે છે.
4. સુનામી બાદ રાખવાની સાવચેતી
A. સુનામી પછી રેડિયો ટેલિવિઝન કે સોશિયલ મીડિયા પર આવતી સૂચનાઓ મુજબ વધવું સુનામીના મુજરા ઉછેર્યા પછી સરકારી તંત્ર દ્વારા સૂચનાઓ મળ્યા પછી ખાલી કરેલા વિસ્તારમાં જવું ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મુજબ પાછળથી આવવાની શક્યતાઓ રહેલી હોય છે પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો તેમાં પ્રવેશ કરવો નહીં ઘરમાં પાણી ગેસ અને વીજળીના જોડાણમાં આવેલા ભંગારની જાણ જવાબદાર તંત્રને કરવી.
5. પૂર દરમિયાન રાખવાની સાવચેતી
A. દરમિયાન ઘરના ગેસ અને વીજળીના જોડાણો નો તરત જ બંધ કરી દેવા તમારું વાહન પુરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું સાત આઠ વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો ખીલેથી છોડી મૂકવા જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી લે છે બાળકોને ભૂખ્યા ન રાખવા રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા.
પ્રશ્ન 3. (અ) એક જ વાક્યમાં જવાબ આપો.
1. મહિલા સશક્તિકરણ માટે સરકારી આપેલી એક યોજના જણાવો.
A. સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા
2. કયા રાજ્યની મહિલાઓએ દારૂબંધી કરાવવા સરકાર સામે આંદોલન કર્યું હતું?
A. બિહાર
3. આધુનિક સમયમાં કયા બે ક્ષેત્રોમાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે?
A. રમતગમત ક્ષેત્રે ફિલ્મ ક્ષેત્રે રાજકારણ ક્ષેત્રે અને અવકાશ ક્ષેત્રે
4. મહિલા સશક્તિકરણ માટે અવરોધક બે પરિબળો જણાવો
A. રૂઢિગત માન્યતાઓ અને વાલીઓની ઉદાસીનતા
5. ઘરકામ કરવાની બાબતમાં છોકરા અને છોકરીઓ અંગેહાલના સમાજમાં આવેલું પરિવર્તન જણાવો.
A. હાલના સમયમાં છોકરા અને છોકરીઓને સરખું કામ વેચવામાં આવે છે બંનેમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી બંનેનો ઉછેર પણ સરખી રીતે જ કરવામાં આવે છે
6. સંકલ્પના સમજાવો બાળ લગ્ન
A. છોકરીઓની નાની હોય એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરે લગ્ન કરવામાં આવે છે તેનીબાળ લગ્ન કહેવામાં આવે છે. સરકારે કન્યાઓ માટે લગ્ન માટે 18 વર્ષ ની ઉંમર નક્કી કરેલ છે.
7. આધુનિક સમાજમાં મહિલાઓ કઈ કઈ જવાબદારીઓનું વહન કરે છે?
A. તબીબી ,ઇજનેર ,વિમાન ચાલક, વકીલ વગેરે જેવી જવાબદારીનું વહન કરે છે.
8. કયા કયા ક્ષેત્રમાં મહિલાઓ આજે અગ્રેસર ભૂમિકા ભજવે છે?
A. મહિલાઓ આજે ઘરની સંભાળ અને બાળકોના ઉછેર સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ વિવિધ જવાબદારીઓ નિભાવે છે.
9. ભારતમાં કયા પ્રકારના શિક્ષણમાં કન્યાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે?
A. ઉચ્ચ શિક્ષણમાં
પ્રશ્ન 3. (બ) ટૂંકમાં પરિચય આપો.
1. પ્રતિભા પાટીલ
A. શ્રીમતી પ્રતિભાસી પાટીલ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતા તેમની સરળતા અને સાદી જીવન શૈલી માટે તેમને યાદ કરવામાં આવે છે.
2. ઇન્દિરા ગાંધી
A. શ્રીમતી ઇન્દિરા ગાંધી આપના દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા ઈસવીસન 1971માં તેમને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. તેઓ નીડર અને સાહસિક મહિલા હતા.
3. સુષ્મા સ્વરાજ
A. શ્રીમતી સુષ્મા સ્વરાજ આપના દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા તેમણે નાની ઉંમરે હરિયાના રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
4. લતા મંગેશકર
A. લતા મંગેશકર વિશ્વમાં સ્વર સામ્રાગિની તરીકે ઓળખાય છે. તેમણે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીતો ગાયા છે.
પ્રશ્ન 4 બંધબેસતા જોડકા જોડો.
1. સુનામી - વિનાશક સામુદ્રિક મોજા
2. વાવાઝોડું - ચક્રવાત
3. દુષ્કાળ - અનાવૃષ્ટિ
4. ભૂકંપ - પૃથ્વીની સપાટી પરનું કંપન
5. દાવાનળ - જંગલમાં ફાટી નીકળતી ભયાનક
2.
1. જૈવિક આપત્તિ - તીડ પ્રકોપ
2. સામુદ્રિક કુદરતી આપત્તિ - સુનામી
3. હવાના દબાણની અસમતુલા ની પરિસ્થિતિ - વાવાઝોડું
4. એકધારા વધુ વરસાદની આપત્તિ - પુર
5. વરસાદના અભાવ કે નહિવત વરસાદની સ્થિતિ - અનાવૃષ્ટિ
3.
1. નેશનલ ફાયર સર્વિસ ડે - 14 મી એપ્રિલ
2. રિક્ટર સ્કેલ - ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ
3. માનવ સર્જિત આપત્તિ - હુલ્લડ
4. કુદરતી આપત્તિ - જ્વાળામુખી ફાટવો
5. જૈવિક આપત્તિ - તીડ પ્રકોપ
પ્રશ્ન 5 ટૂંકનોંધ લખો
1. કુત્રિમ ઉપગ્રહ
A. સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે. આ કૃત્રિમ ઉપ ગ્રહ માનવસર્જિત છે. તેને અવકાશમાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો ઉપગ્રહ દ્વારાજાણી શકાય છે. પૃથ્વી પરના કોઈપણ સ્થળના સમાચાર ટેલિવિઝન, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના પેટાળમાં પાણી ખનીજ ભંડાર છુપાયેલા છે. તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે. આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો પણ જાણી શકાય છે. કૃતિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે.
2. જાહેરાતના વિવિધ માધ્યમો
A. વેપારીઓ, પેઢીઓ સંસ્થાઓ શાળાઓ પોતાના દ્વારા કરવામાં આવેલ કાર્યોને બજારમાં કે વ્યવસાયના ક્ષેત્ર સુધી પહોંચાડવામાં જાહેરાતનો બહોરા પ્રમાણનો ઉપયોગ કરે છે. તમે ટીવી જોતા હશો ત્યારે ચેનલમાં આવતા પ્રોગ્રામની વચ્ચે જાહેરાત આવે છે. ભીંત ચિત્રો, ay રેડિયો સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઇલ ફોન, ટેલીફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બોકડા, મેગેઝીન અખબારો, બસ કે ટ્રેનની સાઈટ ઉપર સંગીતના સાધનો લાઈટ બિલ વીરાબીલ વગેરે જાહેરાતના માધ્યમો છે. 91
3. સંચાર પત્રોની ઉપયોગીતા
A. સંચરતંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રનો વિકાસ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સંચાર તંત્રને કારણે જ સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની છે. સંચાર તંત્ર એ જ સમગ્ર વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી દીધું છે. વર્તમાન સમયમાં દુનિયાનો આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. આધુનિક સંચાર તંત્રને લીધે જ આપને પૃથ્વી પર કે અવકાશમાં બનતી અનેક ઘટનાઓ જીવન સ્વરૂપે જોવા માટે સક્ષમ બન્યા છીએ. આધુનિક સંચાર તંત્રએ દેશનો આર્થિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ કર્યો તદુપરાંત તેની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વિકસિત સંચાર તંત્રને કારણે જ ભારત જેવા વિચાર દેશમાં ભૂકંપ, વાવાઝોડું સુનામી અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓમાં તેમજ આગ, બોમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત અને હુલ્લરજેવી માનવસર્જિત આપત્તિઓ સમયે ઝડપી આપત્તિ વ્યવસ્થાપન કરી શકાય છે.
4. જાહેરાત અને લોકશાહી
A. લોકશાહી દેશોમાં સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે. લોકશાહીની સંગીન કરવા અને તેના અસ્તિત્વને ટકાવી રાખવા સંચાર માધ્યમો દ્વારા થતી જાહેરાતો મહત્વની ભૂમિકા ભજવે છે. લોકશાહીમાં લોક કલ્યાણ સર્વોપરી હોય છે તેથી સરકાર જાહેરાતો દ્વારા લોક કલ્યાણ યોજનાઓની માહિતી લોકોને પહોંચાડે છે. સરકાર જાહેર તો ના માધ્યમો દ્વારા લોકો ઉપયોગી સામાજિક આર્થિક સાંસ્કૃતિક તેમજ અન્ય બાબતોની માહિતી લોકોને આપે છે. લોકશાહીને પરિપક્વ બનાવવા સરકાર જાહેરાતોના માધ્યમો દ્વારા શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરે છે. તેમજ કુરિવાજો અંધશ્રદ્ધા બાળ લગ્ન ખોટી માન્યતાઓ વગેરે બાબતોનું ખંડન કરે છે. લોકશાહીમાં સરકાર જાહેરાતો દ્વારા સાંસદો ધારાસભ્યો અને મંત્રીઓ દ્વારા અપાતી સેવાઓનો ફેલાવો કરે છે. સરકાર જાહેરાતો દ્વારા પોતાની આરોગ્ય વિશે સેવાઓનો તેમજ જળ બચાવો, બેટી બચાવો બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન વગેરે યોજનાઓનો પ્રસાર કરે છે. લોકશાહીના પાયાની મજબૂત બનાવનાર સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને એકતાના સિદ્ધાંતોનો ફેલાવો સરકાર જાહેરાતો દ્વારા કરે છે લોકશાહીમાં સરકાર લોકોને જાહેરાતો દ્વારા ચૂંટણીઓમાં થતા મતદાનની સમજ આપે છે. લોકશાહીમાં સરકાર પોતાના કાર્યકાર દરમિયાન કરેલા કાર્યોને જાહેરાતો દ્વારા લોકો સુધી પહોંચાડવા પહોંચાડીને લોકશાહીના પ્રાપ્ત કરવાના પ્રયાસો કરે છે. એ રીતે પોતાના પક્ષની તરફેણમાં લોકમત ઉભો કરીને ફરીવાર સત્તા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરે છે.
5. જાહેરાતના લાભાલાભ
A. વિક્રેતા માલનું વેચાણ વેચાણ વધારવું હોય તો જાહેરાત કરવી પડતી હોય છે. કરવાથી ફાયદાઓ પણ થાય છે. કેવા પ્રકારના ફાયદાઓ થાય છે તે આપણે જોઇશું. વસ્તુ પર છાપવામાં આવેલ કિંમતની જાણી શકાય છે. વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે વસ્તુ કેવી છે તે પણ આપણે જાહેરાતના માધ્યમ દ્વારા જાણી શકીએ છીએ. થાય તો હોય વાર જાહેરાત
6. મોબાઇલ ના લાભાલાભ
A. આધુનિક સમયમાં મોબાઇલ ફોન સંચાર માધ્યમનો ખૂબ જ મહત્વનું સાધન છે. મોબાઈલ ફોન દ્વારા નંબરો જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ પણ શરીરથી વાતચીત કરી શકે છે. તેમજ તેની સંદેશો પણ મોકલી શકે છે મોબાઇલ ફોનમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરે સુવિધાઓ પણ હોય છે. તેનાથી રેલવે બસ અને સિનેમા ની ટિકિટો બુક કરાવી શકાય છે. મોબાઇલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી મેળવી શકાય છે. વર્તમાન સમયમાં અનેક પ્રકારની સગવડો મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થાય છે. મોબાઇલ ફોન દ્વારા youtube ના માધ્યમથી શૈક્ષણિક ચેનલોનો કામ નવા ઉપયોગ કરી શિક્ષણ મેળવી શકાય છે. માઈક્રોસોફ્ટ ટીમ્સ અને ઝૂમ જેવી એપ્લિકેશન ની મદદથી આપણે ઓનલાઈન એકબીજાને વ્યક્તિઓ સાથે કનેક્ટ થઈ શિક્ષણની આપ લે કરી શકીએ છીએ..