પતંગરસિયાઓને મોજ પડી જશે ઉતરાયણ પર : જાણો કેવો રહેશે પવન અને હવામાન
પતંગરસિયાઓને મોજ પડી જશે ઉતરાયણ પર : ગુજરાતમા ઉતરાયણ પર પતંગ ચગાવવાની લોકો આતુરતાથી રાહ જોત્ત હોય છે. સમગ્ર ગુજરાતના તમામ પતંગરસિયાઓને આનંદમાં લાવી દે એવા એક સમાચાર મળી રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતીઓએ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની નહીં કરી હોય એટલી મજા આ વખતે ઉતરાયણ મા આવશે.મકરસંક્રાંતિ પવન |
હવામાન વિભાગની આગાહિ મુજબ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે 14મી અને 15મી જાન્યુઆરીએ પવન 10થી 14 કિ.મી. પ્રતિ કલાકની ગતિ જેટલો રહેવાની સંભાવના છે. એટલું જ નહીં, બંને દિવસ તાપમાન 28થી 30 ડીગ્રી સેલ્સિયસની આજુબાજુ રહેવાની આગાહિ છે. છેલ્લાં ચારેક વર્ષથી ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન સાવ પડી જતો હોય છે જેને લીધે પતંગબાજો પતંગ ચગાવવાનો પુરો આનંદ ઉઠાવી શકતા નથી. આ સમસ્યા આ વખતે ઉતરાયણ પર દૂર થઈ જશે એ નક્કી છે
Table of Contents
- ઠંડી ઓછી પડવાની શકયતાઓ
- મકરસંક્રાંતિએ હવામાન ની આગાહી
- વાસી ઉતરાયણ હવામાન ની આગાહી
ઠંડી ઓછી પડવાની શકયતાઓ
અત્યારે ઉત્તર ભારતમા વાતા ઠંડા પવનોને કારણે આખું ગુજરાત ઠંડીમા ઠૂંઠવાઈ ગયું છે. દિવસે પણ તાપમાનનો પારો 20-25 ડીગ્રીથી ઉપર જતો નથી. આવામાં ઠંડા સાથે તેજ પવન, જે 25-30 કિ.મી.ની ગતિએ ફૂંકાય છે, એને કારણે ઠંડી ખૂબ જ વધી ગઈ છે. દિવસે પણ લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે. જો આવુ જ વાતાવરણ ઉત્તરાયણ ના દિવસે રહેશે તો પતંગ કેમના ચગાવાશે એવી પતંગરસિયાઓમાં ચિંતા વ્યાપેલી છે. જોકે હવામાન વિભાગ અનુસાર, આગામી 10 જાન્યુઆરીથી ઠંડી દૂર થવાની સાથે પવનની ગતિમાં પણ ઘટાડો જોવા મળશે.મકરસંક્રાંતિએ હવામાન ની આગાહી
ઉતરાયણ પવન આગાહિ |