-->

Join Group

Ad Unit (Iklan) BIG

શું તમારા ખાતામાં ₹2000 નથી આવતા? કોનો સંપર્ક કરવો? જાણો માહિતી

શું તમારા ખાતામાં ₹2000 નથી આવતા? કોનો સંપર્ક કરવો? જાણો માહિતી

રાજ્યમાં કેટલાક ખેડૂતોના ખાતામાં PM કિસાન યોજના ₹2000 નો હપ્તો નથી આવતો. આ યોજનામાંથી કેન્દ્ર સરકાર દ્વારા અંદાજિત ૫૦ લાખ કરતા વધુ ખેડૂતના નામ રદ કરવામાં આવ્યા છે. જે અયોગ્ય ખેડૂત હતા તેવા 

ખેડૂતોના નામ આ યોજનાની યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. અને યોગ્ય કિસાનના નામ યાદીમાં સામેલ પણ કરવામાં આવ્યા છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમારા ખાતામાં ₹2000 નથી આવતા તો કોનો સંપર્ક કરવો અને શું કરવું તે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

તમારા ખાતામાં ₹2000 ના આવતા હોય તો શું કરવું ?

  • PM કિસાન નિધિના ₹2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમાં ના થતો હોય તો નીચે આપેલ બાબતો ધ્યાનમાં લેવી.PM કિસાન યોજના ₹2000 મેળવવા માટે તમારે સૌથી પહેલા ekyc કરવી પડશે. (ekyc કરવા અહીં ક્લિક કરો)
  • ekyc કર્યા બાદ પણ તમારા ખાતામાં ₹2000 રૂપિયા નથી આવતા, તો સરકાર દ્વારા જાહેર કરેલ સંપર્ક નંબર 18001155266 પર ફરિયાદ કરી શકો છો.
  • અથવા તમે તમારા ગ્રામ પંચાયત કે જિલ્લા ખેતીવિષયક અધિકારી સાથે સંપર્ક કરી શકો છો.
  • પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2023ની નવી યાદીમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો. (યાદીમાં તમારું નામ ચેક કરવા માટે અહી ક્લીક કરો)
  • તેમજ તમે પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 011-24300606, ટોલ ફ્રી નંબર : 18001155266 અને લેન્ડલાઇન નંબર : 01123381092, 23382401 પર કોલ કરી શકો છો.
  • તમે pmkisan-ict@gov.in ઈમેલ પણ કરી શકો છો.

પીએમ કિસાન યોજનામાં તમારા ખાતાની સ્થિતિ કેવી રીતે ચેક કરવી ?

  • પીએમ કિસાન યોજનામાં તમારા ખાતાની ચુકવણી સ્થિતિ, આધાર પ્રમાણીકરણ સ્થિતિ અને ઓનલાઈન નોંધણીની સ્થિતિ ચેક કરવા માટે નીચેના પગલાં અનુસરો.સૌ પ્રથમ, તમે આ લિંક https://pmkisan.gov.in/VillageDashboard_Portal.aspx પર ક્લિક કરો
  • ત્યાર બાદ, તમે “State” પર ક્લિક કરી ને રાજ્ય પસંદ કરો
  • પછી એજ રીતે “District, Sub-District અને Village” સિલેક્ટ કરો
  • બસ આટલું કર્યા પછી “Submit” બટન પર ક્લિક કરો.
  • તમારા ખાતાની ચુકવણી સ્થિતિ ચેક કરવા માટે Payment Status પર ક્લીક કરો
  • ત્યાં, આધાર પ્રમાણીકરણ સ્થિતિ ચેક કરવા માટે Aadhaar Authentication Status પર ક્લીક કરો
  • અને ઓનલાઈન નોંધણીની સ્થિતિ ચેક કરવા માટે Online Registration Status પર ક્લીક કરો
PM KISAN HELPLINE

અગત્યની લીંક

સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો

અન્ય માહિતી

તમારા ખાતામાં ₹2000 ના આવતા હોય તો કોનો સંપર્ક કરવો, તે વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું

Related Posts

Subscribe Our Newsletter