-->

Join Group

Ad Unit (Iklan) BIG

ચા પીવાના ફાયદા: ચા પીવાના છે અઢળક ફાયદા, જાણી તમે પણ ચા પીવાની શરુ કરી દેશો.

ચા પીવાના ફાયદા: ચા પીવાના છે અઢળક ફાયદા, જાણી તમે પણ ચા પીવાની શરુ કરી દેશો.

ચા પીવાના ફાયદા: લગભગ મોટા ભાગના લોકો ચા તો પીતા જ હોય છે. ચા વગર સવાર થતી નથી. ચા પીવાથી થતા ગેરફાયદા તો તમે સાંભળ્યા હશે અને ચા ન પીવી જોઇએ તેવુ પણ ઘણા લોકો પાસેથી સાંભળ્યુ હશે પરંતુ ચા પીવાથી પણ અનેક ફાયદા થાય છે. ચાલો આજે જાણીએ ચા પીવાના ફાયદા વિશે.

ચા મા રહેલા તત્વો

Table of Contents
  • ચા મા રહેલા તત્વો
  • ચા પીવાના ફાયદા
  • ચા પીવાથી થતા નુકશાન
  • અગત્યની લીંક
  • દિવસમા કેટલી ચા પીવી જોઇએ ?
  • ચા માં કયા તત્વો હોય છે ?
બ્લેક ટી હોય અથવા ગ્રીન ટી અથવા તો કોઇ બીજા ફ્લેવરની તમામ ચામાં એન્ટી ઑક્સીડેન્ટ્સ, એન્ટી કેટેચિન્સ અને પોલીફેનોલ્સ જેવા તત્વો હોય છે જે આપણા શરીરને ફાયદાકારક રીતે અસર કરે છે. ગ્રીન ટી પીવાથી તે મૂત્રાશય, બ્રેસ્ટ, ફેફસાં, પેટ, સ્વાદુપિંડ જેવા શરીરના અંગો માટે એન્ટી ઑક્સીડેન્ટનું કામ કરે છે અને કોલોરેક્ટલ તત્વ કેન્સરના વિકાસને અટકાવવામાં ફાયદો કરે છે.

ધમનીઓના ક્લોગ્ગિંગને અટકાવવામાં, ચરબી ઘટાડવામાં, તણાવ ઓછું કરવામાં, અલ્ઝાઇમર અને પાર્કિન્સન રોગ જેવી મસ્તિષ્ક સંબંધી બીમારીઓના જોખમને ઘટાડવામાં, સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે.

ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને સુસ્તી દુર કરી તાજા કરી દે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચા પીવાના ફાયદા ઘણા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ચા પીવાના ફાયદા

  • ચામાં કૈફીન અને ટૈનિન જેવા તત્વો હોય છે જેનાથી શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ હોય છે.
  • ચામાં રહેલ એમીનો એસિડ મગજને વધારે સતેજ અને શાંત રાખે છે.
  • ચામાં એંટીજેન હોય છે જે એન્ટી બેકેટેરીયલ ક્ષમતા આપે છે.
  • તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રીતે રાખે છે અને ઘણા રોગોથી શરીરને બચાવે છે.
  • ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉમરની સાથે થતા નુકશાનથી બચાવે છે.
  • ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા થવાથી પણ રોકે છે.
  • આટલું જ નહી પણ ઘણા સંશોધનમા આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને દિલના રોગોમાં ફાયદાકારી ગણાય છે.

ચા પીવાથી થતા નુકશાન

  • દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી એસિડીટીની તકલીફ થઈ શકે છે.
  • ચામા રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને પીવાની ટેવ લાગી શકે છે.
  • વધારે ચા પીવાથી દિલના રોગ, ડાયબિટીસ અને વજન વધવાની પણ શકયતા રહે છે.
  • વધુ પડતી ચા પાચન ક્રિયાને નબળું બનાવે છે.
  • ચા થી દાંત પર પણ તેનો ખરાબ અસર પડી શકે છે.

ચા-પીવાના-ફાયદા

ચા-પીવાના-ફાયદા

અગત્યની લીંક

હોમ પેજઅહીં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહીં ક્લિક કરો

દિવસમા કેટલી ચા પીવી જોઇએ ?

દિવસમા ૩-૪ કપથી વધુ ચા ન પીવી જોઇએ.

ચા માં કયા તત્વો હોય છે ?

ચા મા કૈફીન અને ટૈનિન જેવા તત્વો હોય છે.

Related Posts

Subscribe Our Newsletter